Ahmedabadના એસજી હાઈવેથી અડાલજ જવાના રોડ પર ગટરના પાણી ફરી વળ્યા

અમદાવાદમાં વરસાદ બાદ તંત્રની બેદરકારી છતી થઈ ગઈ છે.SG હાઈવેથી અડાલજ જવાના માર્ગની હાલત બદતર થઈ ગઈ છે,રોડ પર વરસાદી પાણીની સાથે ગટરના પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે,ગટરના પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે.રાહદારીઓ સહિત સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે,અનેક રજૂઆત છતાં તંત્રની સદંતર નિષ્ક્રિયતા સામે આવી છે. લોકોનો તંત્ર સામે રોષ ગટરના પાણી રોડ પર ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.પ્રજાના ટેક્સ અને વોટની તંત્રે આવી ભેટ આપી તેમ કરી સ્થાનિકો આક્રોશ ઠાલવી રહ્યાં છે.શહેરમાં વરસાદી પાણીની સાથે ગટરના પાણી બેક મારી રહ્યાં છે,રાહદારીઓનું કહેવું છે કે ગટરના પાણી ઉભરાઈ રહ્યાં છે,અને ગટરની લાઈન ચોકઅપ થઈ ગઈ છે,તેના કારણે આ તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે,આ સમસ્યા કોઈ વરસાદ પૂરતી નથી પરંતુ સામાન્ય દિવસોમાં પણ ગટરના પાણી બેક મારી રહ્યાં છે. રોગચાળો ફેલાવાની શકયતા અડાલજ જવાના રોડ પર આસપાસ સ્થાનિકો રહી રહ્યાં છે,અને રોડની વચ્ચોવચ પાણી ભરાતા રોગચાળો ફેલાવાની શકયતા રહેલી છે,સ્થાનિકોનું કહેવું છે કે ગટરના પાણીમાં દુર્ગંધ મારે છે સાથે સાથે મચ્છરોનો ઉપદ્વવ પણ વધી રહ્યો છે,ત્યારે જો આ પાણી નહી ઉતરે તો રોગચાળો ફેલાવાનું નક્કી જ છે.સ્થાનિકોએ અગાઉ પણ તંત્રને રજૂઆત કરી હતી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી,કોઈ અહીંયા જોવા પણ આવ્યું નથી કે કેવી સ્થિતિ છે. બોપલનું તળાવ પણ ગટરના પાણીથી મારે છે બેક બોપલની ડીપીએસ સ્કૂલ પાસે ફાટક આવેલું છે અને તે ફાટક પહેલા મોટુ તળાવ મંદિર પાસે આવેલું છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટરના પાણી આ તળાવમાં કોર્પોરેશન દ્રારા છોડવામાં આવે છે જેના કારણે વરસાદના સમયે તેમજ અન્ય દિવસોમાં મચ્છરો ઘરમાં આવી જાય છે અને ઘરના લોકો બિમાર પડી જાય છે,ગટરના પાણી તળવામાં છોડવામાં આવે છે અને પાણી માટે અન્ય કોઈ પાઈપલાઈન નાખી ના હોવાથી ગટરનું પાણી તળાવમાં છોડવામાં આવે છે,આ સમસ્યા કોઈ એક દિવસની નથી પરંતુ વર્ષોથી આ ગટરનું પાણી તળાવમાં છોડવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે.

Ahmedabadના એસજી હાઈવેથી અડાલજ જવાના રોડ પર ગટરના પાણી ફરી વળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


અમદાવાદમાં વરસાદ બાદ તંત્રની બેદરકારી છતી થઈ ગઈ છે.SG હાઈવેથી અડાલજ જવાના માર્ગની હાલત બદતર થઈ ગઈ છે,રોડ પર વરસાદી પાણીની સાથે ગટરના પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે,ગટરના પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે.રાહદારીઓ સહિત સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે,અનેક રજૂઆત છતાં તંત્રની સદંતર નિષ્ક્રિયતા સામે આવી છે.

લોકોનો તંત્ર સામે રોષ

ગટરના પાણી રોડ પર ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.પ્રજાના ટેક્સ અને વોટની તંત્રે આવી ભેટ આપી તેમ કરી સ્થાનિકો આક્રોશ ઠાલવી રહ્યાં છે.શહેરમાં વરસાદી પાણીની સાથે ગટરના પાણી બેક મારી રહ્યાં છે,રાહદારીઓનું કહેવું છે કે ગટરના પાણી ઉભરાઈ રહ્યાં છે,અને ગટરની લાઈન ચોકઅપ થઈ ગઈ છે,તેના કારણે આ તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે,આ સમસ્યા કોઈ વરસાદ પૂરતી નથી પરંતુ સામાન્ય દિવસોમાં પણ ગટરના પાણી બેક મારી રહ્યાં છે.


રોગચાળો ફેલાવાની શકયતા

અડાલજ જવાના રોડ પર આસપાસ સ્થાનિકો રહી રહ્યાં છે,અને રોડની વચ્ચોવચ પાણી ભરાતા રોગચાળો ફેલાવાની શકયતા રહેલી છે,સ્થાનિકોનું કહેવું છે કે ગટરના પાણીમાં દુર્ગંધ મારે છે સાથે સાથે મચ્છરોનો ઉપદ્વવ પણ વધી રહ્યો છે,ત્યારે જો આ પાણી નહી ઉતરે તો રોગચાળો ફેલાવાનું નક્કી જ છે.સ્થાનિકોએ અગાઉ પણ તંત્રને રજૂઆત કરી હતી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી,કોઈ અહીંયા જોવા પણ આવ્યું નથી કે કેવી સ્થિતિ છે.

બોપલનું તળાવ પણ ગટરના પાણીથી મારે છે બેક

બોપલની ડીપીએસ સ્કૂલ પાસે ફાટક આવેલું છે અને તે ફાટક પહેલા મોટુ તળાવ મંદિર પાસે આવેલું છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટરના પાણી આ તળાવમાં કોર્પોરેશન દ્રારા છોડવામાં આવે છે જેના કારણે વરસાદના સમયે તેમજ અન્ય દિવસોમાં મચ્છરો ઘરમાં આવી જાય છે અને ઘરના લોકો બિમાર પડી જાય છે,ગટરના પાણી તળવામાં છોડવામાં આવે છે અને પાણી માટે અન્ય કોઈ પાઈપલાઈન નાખી ના હોવાથી ગટરનું પાણી તળાવમાં છોડવામાં આવે છે,આ સમસ્યા કોઈ એક દિવસની નથી પરંતુ વર્ષોથી આ ગટરનું પાણી તળાવમાં છોડવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે.