Ahmedabad:ટીચર્સ યુનિ.માં નવા નિમાયેલા મહિલા VC એક મહિના પછી પણ હાજરન થયા
ગાંધીનગર ખાતે આવેલી ટીચર્સ યુનિવર્સિટી સતત વિવાદોથી ઘેરાયેલી રહી છે અને આ વિવાદોનો હજુ અંત આવે તેવા એંધાણ દેખાતા નથી. ઘણા સમયથી યુનિવર્સિટી ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરથી ચાલતી હતી.જોકે લાંબા ઈંતેજાર બાદ ગત સપ્ટેમ્બરમાં યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ઓપન સ્કૂલીંગના ચેરપર્સન ડૉ.સરોજ શર્માની નિયુક્તિ કરવામાં આવી હતી, પરંતુ ઈન્ચાર્જની વ્યાખ્યા બદલાઈ નથી. કારણ કે, નવ નિયુક્ત મહિલા કુલપતિ એક મહિના કરતાં વધુ સમય થયો હોવા છતાં હાજર થયાં નથી. ટીચર્સ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હર્ષદ પટેલે 8મી ફેબ્રુઆરીએ તેમની મુદત પુરી થાય તેના એક માસ પહેલા ગૂજરાત વિદ્યાપીઠમાં નિયુક્તિ થવાના કારણે ચાર્જ છોડી દીધો હતો. જેથી છેલ્લા સાત માસથી યુનિવર્સિટીના જ અધ્યાપક કલ્પેશ પાઠક કુલપતિ તરીકેની જવાબદારી નિભાવતાં હતા. દિલ્હીમાં નેશનલ ઓપન સ્કૂલિંગમાં ચેરપર્સનની જવાબદારી નિભાવતા ડો.સરોજ શર્માને કુલપતિ તરીકેની જવાબદારી સોંપવાની ગત 5 સપ્ટેમ્બરના રોજ જાહેરાત કરી દેવાઈ હતી. પરંતુ એક મહિનો થવા આવ્યો હોવા છતાં હાજર થયા નથી. આ અંગે ઈન્ચાર્જ કુલપતિ કલ્પેશ પાઠકને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે, તેઓ વિદેશ પ્રવાસે હોવા થી આગામી 12મી ઓક્ટોબર આસપાસ ચાર્જ સંભાળશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર ખાતે આવેલી ટીચર્સ યુનિવર્સિટી સતત વિવાદોથી ઘેરાયેલી રહી છે અને આ વિવાદોનો હજુ અંત આવે તેવા એંધાણ દેખાતા નથી. ઘણા સમયથી યુનિવર્સિટી ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરથી ચાલતી હતી.
જોકે લાંબા ઈંતેજાર બાદ ગત સપ્ટેમ્બરમાં યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ઓપન સ્કૂલીંગના ચેરપર્સન ડૉ.સરોજ શર્માની નિયુક્તિ કરવામાં આવી હતી, પરંતુ ઈન્ચાર્જની વ્યાખ્યા બદલાઈ નથી. કારણ કે, નવ નિયુક્ત મહિલા કુલપતિ એક મહિના કરતાં વધુ સમય થયો હોવા છતાં હાજર થયાં નથી.
ટીચર્સ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હર્ષદ પટેલે 8મી ફેબ્રુઆરીએ તેમની મુદત પુરી થાય તેના એક માસ પહેલા ગૂજરાત વિદ્યાપીઠમાં નિયુક્તિ થવાના કારણે ચાર્જ છોડી દીધો હતો. જેથી છેલ્લા સાત માસથી યુનિવર્સિટીના જ અધ્યાપક કલ્પેશ પાઠક કુલપતિ તરીકેની જવાબદારી નિભાવતાં હતા. દિલ્હીમાં નેશનલ ઓપન સ્કૂલિંગમાં ચેરપર્સનની જવાબદારી નિભાવતા ડો.સરોજ શર્માને કુલપતિ તરીકેની જવાબદારી સોંપવાની ગત 5 સપ્ટેમ્બરના રોજ જાહેરાત કરી દેવાઈ હતી. પરંતુ એક મહિનો થવા આવ્યો હોવા છતાં હાજર થયા નથી. આ અંગે ઈન્ચાર્જ કુલપતિ કલ્પેશ પાઠકને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે, તેઓ વિદેશ પ્રવાસે હોવા થી આગામી 12મી ઓક્ટોબર આસપાસ ચાર્જ સંભાળશે.