Ahmedabad: સહકારી મંડળીઓને ફરજિયાત સહકારી બેંકોમાં ખાતા: HCની સરકારને નોટિસ
રાજયની સહકારી મંડળીઓ અને સભાસદોને માત્ર જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો(ડિસીસીબી)માં જ ખાતા ખોલાવવા ફરમાન જારી કરતાં રાજયના જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા જારી પરિપત્રને પડકારતી રિટ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે આજે રાજય સરકાર, જિલ્લા સહકારી રજિસ્ટ્રાર સહિતના પક્ષકારો વિરૂધ્ધ નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે અને કેસની વધુ સુનાવણી આવતા મહિને રાખી છે.સરકારના વિવાદીત પરિપત્રની કાયદેસરતાને પડકારતી સરકારનો આ પરિપત્ર કોમ્પીટીશન કમીશન ઓફ્ ઇન્ડિયા અને આરબીઆઇની માર્ગદર્શિકાની વિરૂધ્ધનો હોઇ તેને રદબાતલ ઠરાવવા દાદ માંગતી આ રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરાઇ હતી કે, જિલ્લા સહકારી રજિસ્ટ્રારનો આ પરિપત્ર ગુજરાત કો.ઓપરેટીવ સોસાયટીઝ એકટ-1961ની જોગવાઇઓથી વિરુદ્ધનો છે. સરકારના આ પરિપત્રથી બંધારણની કલમ-43નો પણ ભંગ થતો હોઇ તે રદબાતલ થવાપાત્ર ઠરે છે. કાયદાકીય જોગવાઇ, આરબીઆઇ ગાઇડલાઇન્સ કે બંધારણીય જોગવાઇથી ઉપરવટ જઇને સરકાર કે સત્તાવાળાઓ આવો કોઇપણ પરિપત્ર જારી કરી શકે નહી. આમ કરવાની તેઓને કોઇ સત્તા જ નથી. વળી, અગાઉ માધુપુરા બેંક જેવી અનેક બેંકો ફ્ડચામાં જતાં હજારો થાપણદારોની મહેનત પરસેવાની કમાણી ડૂબી ગઇ છે. આ સંજોગોમાં જો સહકારી મંડળીઓના નાણાં એક જ મધ્યસ્થ સહકારી બેંકમાં મૂકવામાં આવે અને આવી બેંકો ફ્ડચામાં જાય કે ડૂબી જાય તો, સહકારી મંડળીઓના રોકાણકારોની લાખો કરોડોની ડિપોઝીટોની સલામતી અને આર્થિક સુરક્ષાને લઇ ગંભીર પ્રશ્નો ઉભા થાય.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજયની સહકારી મંડળીઓ અને સભાસદોને માત્ર જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો(ડિસીસીબી)માં જ ખાતા ખોલાવવા ફરમાન જારી કરતાં રાજયના જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા જારી પરિપત્રને પડકારતી રિટ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે આજે રાજય સરકાર, જિલ્લા સહકારી રજિસ્ટ્રાર સહિતના પક્ષકારો વિરૂધ્ધ નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે અને કેસની વધુ સુનાવણી આવતા મહિને રાખી છે.
સરકારના વિવાદીત પરિપત્રની કાયદેસરતાને પડકારતી સરકારનો આ પરિપત્ર કોમ્પીટીશન કમીશન ઓફ્ ઇન્ડિયા અને આરબીઆઇની માર્ગદર્શિકાની વિરૂધ્ધનો હોઇ તેને રદબાતલ ઠરાવવા દાદ માંગતી આ રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરાઇ હતી કે, જિલ્લા સહકારી રજિસ્ટ્રારનો આ પરિપત્ર ગુજરાત કો.ઓપરેટીવ સોસાયટીઝ એકટ-1961ની જોગવાઇઓથી વિરુદ્ધનો છે. સરકારના આ પરિપત્રથી બંધારણની કલમ-43નો પણ ભંગ થતો હોઇ તે રદબાતલ થવાપાત્ર ઠરે છે. કાયદાકીય જોગવાઇ, આરબીઆઇ ગાઇડલાઇન્સ કે બંધારણીય જોગવાઇથી ઉપરવટ જઇને સરકાર કે સત્તાવાળાઓ આવો કોઇપણ પરિપત્ર જારી કરી શકે નહી. આમ કરવાની તેઓને કોઇ સત્તા જ નથી. વળી, અગાઉ માધુપુરા બેંક જેવી અનેક બેંકો ફ્ડચામાં જતાં હજારો થાપણદારોની મહેનત પરસેવાની કમાણી ડૂબી ગઇ છે. આ સંજોગોમાં જો સહકારી મંડળીઓના નાણાં એક જ મધ્યસ્થ સહકારી બેંકમાં મૂકવામાં આવે અને આવી બેંકો ફ્ડચામાં જાય કે ડૂબી જાય તો, સહકારી મંડળીઓના રોકાણકારોની લાખો કરોડોની ડિપોઝીટોની સલામતી અને આર્થિક સુરક્ષાને લઇ ગંભીર પ્રશ્નો ઉભા થાય.