Ahmedabad: આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવી પોલીસ કમિશનર કચેરીના અંદરના દ્રશ્યો આવ્યા સામે

અમદાવાદમાં નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્વાટન આવતીકાલે કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુરૂવારે આ નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્વાટન કરશે.રૂપિયા 146 કરોડના ખર્ચે બનાવાઈ છે આ નવી પોલીસ કમિશનર કચેરી તમને જણાવી દઈએ કે આ નવી પોલીસ કમિશનર કચેરી આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને નવી કચેરીથી સમગ્ર શહેરનું મોનિટરિંગ થશે. આ નવી પોલીસ કમિશનર કચેરી બનાવવા માટે રૂપિયા 146 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે તમે ઉદ્ઘાટન પહેલા જ આ નવી પોલીસ કમિશનર કચેરીના અંદરના દ્રશ્યો જોઈ શકો છો. ગૃહ મંત્રી અમિત શાહ સાંજે 5 વાગ્યે આ પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરશે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને શહેરમાં ફરજ બજાવતા અન્ય પોલીસ અધિકારીઓને આ નવી પોલીસ કમિશનર કચેરી આવતીકાલે મળશે. આવતીકાલે ગુરૂવારે દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાંજે 5 વાગ્યે આ પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરશે. તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનની બાજુમાં જ 5,907 ચોરસ મીટરમાં આ નવી પોલીસ કમિશનર કચેરી બનાવવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ હર્ષ સંઘવીએ કર્યું હતું નિરીક્ષણ ત્યારે થોડા દિવસો પહેલા જ રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જાતે જ નવી પોલીસ કમિશનર કચેરીનું નિરીક્ષણ કર્યું હતુ. આ નવી પોલીસ કમિશનર કચેરીમાં કોન્ફરન્સ હોલ, 3 ઈન્વેસ્ટીગેશન રુમ, 3 ઈન્ટ્રોગેશન રુમ, કિચન અને કેન્ટીન, 2 SRP ગાર્ડ રુમ, ઈલેક્ટ્રિક વાયર સાથેની 30 ફૂટ ઊંચી કમ્પાઉન્ડીંગ વોલ, ગાર્ડન, RCC રોડ અન્ય અન્ય ઘણી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે જ જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં 16 પુરુષ બેરેક અને 2 મહિલા બેરેક મળીને અંદાજીત 76 વ્યક્તિઓની બેઠક ક્ષમતા હશે. ગૃહ મંત્રી વાઈબ્રન્ટ નવરાત્રિ 2024નો કરાવશે શુભારંભ તમને જણાવી દઈએ કે 3 ઓક્ટોબરે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે રાત્રે 8 વાગ્યે ગૃહ મંત્રી અમિત શાહ વાઈબ્રન્ટ નવરાત્રીના કાર્યક્રમમાં હાજરી આપશે અને વાઈબ્રન્ટ નવરાત્રિ 2024નો શુભારંભ પણ કરાવશે. ત્યારે બીજા દિવસે 4 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે ADC બેંકના એક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે પોતાના વતન માણસાની પાસે બીલોદરા ખાતે પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપશે અને મોડી સાંજે તેમના વતન ખાતે માતાજીની આરતી કરશે અને આર્શીવાદ લેશે.

Ahmedabad: આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવી પોલીસ કમિશનર કચેરીના અંદરના દ્રશ્યો આવ્યા સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્વાટન આવતીકાલે કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુરૂવારે આ નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્વાટન કરશે.

રૂપિયા 146 કરોડના ખર્ચે બનાવાઈ છે આ નવી પોલીસ કમિશનર કચેરી

તમને જણાવી દઈએ કે આ નવી પોલીસ કમિશનર કચેરી આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને નવી કચેરીથી સમગ્ર શહેરનું મોનિટરિંગ થશે. આ નવી પોલીસ કમિશનર કચેરી બનાવવા માટે રૂપિયા 146 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે તમે ઉદ્ઘાટન પહેલા જ આ નવી પોલીસ કમિશનર કચેરીના અંદરના દ્રશ્યો જોઈ શકો છો.

ગૃહ મંત્રી અમિત શાહ સાંજે 5 વાગ્યે આ પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરશે

અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને શહેરમાં ફરજ બજાવતા અન્ય પોલીસ અધિકારીઓને આ નવી પોલીસ કમિશનર કચેરી આવતીકાલે મળશે. આવતીકાલે ગુરૂવારે દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાંજે 5 વાગ્યે આ પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરશે. તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનની બાજુમાં જ 5,907 ચોરસ મીટરમાં આ નવી પોલીસ કમિશનર કચેરી બનાવવામાં આવી છે.

થોડા દિવસ પહેલા જ હર્ષ સંઘવીએ કર્યું હતું નિરીક્ષણ

ત્યારે થોડા દિવસો પહેલા જ રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જાતે જ નવી પોલીસ કમિશનર કચેરીનું નિરીક્ષણ કર્યું હતુ. આ નવી પોલીસ કમિશનર કચેરીમાં કોન્ફરન્સ હોલ, 3 ઈન્વેસ્ટીગેશન રુમ, 3 ઈન્ટ્રોગેશન રુમ, કિચન અને કેન્ટીન, 2 SRP ગાર્ડ રુમ, ઈલેક્ટ્રિક વાયર સાથેની 30 ફૂટ ઊંચી કમ્પાઉન્ડીંગ વોલ, ગાર્ડન, RCC રોડ અન્ય અન્ય ઘણી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે જ જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં 16 પુરુષ બેરેક અને 2 મહિલા બેરેક મળીને અંદાજીત 76 વ્યક્તિઓની બેઠક ક્ષમતા હશે.

ગૃહ મંત્રી વાઈબ્રન્ટ નવરાત્રિ 2024નો કરાવશે શુભારંભ

તમને જણાવી દઈએ કે 3 ઓક્ટોબરે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે રાત્રે 8 વાગ્યે ગૃહ મંત્રી અમિત શાહ વાઈબ્રન્ટ નવરાત્રીના કાર્યક્રમમાં હાજરી આપશે અને વાઈબ્રન્ટ નવરાત્રિ 2024નો શુભારંભ પણ કરાવશે. ત્યારે બીજા દિવસે 4 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે ADC બેંકના એક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે પોતાના વતન માણસાની પાસે બીલોદરા ખાતે પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપશે અને મોડી સાંજે તેમના વતન ખાતે માતાજીની આરતી કરશે અને આર્શીવાદ લેશે.