Ahmedabad : અસામાજિક તત્વોનો આતંક યથાવત, જુની અદાવતમાં 2 યુવક પર 10થી 15 શખ્સોએ કર્યો હુમલો

Feb 14, 2026 - 21:30
Ahmedabad : અસામાજિક તત્વોનો આતંક યથાવત, જુની અદાવતમાં 2 યુવક પર 10થી 15 શખ્સોએ કર્યો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત રહ્યો છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં 10 થી 15 લોકોના ટોળાએ બે યુવક પર હુમલો કર્યો હતો.

ક્રિપાલસિંહ ગોળ અને મહાવીરસિંહ સોલંકી ઉપર હુમલો

10થી 15 શખ્સોએ ક્રિપાલસિંહ ગોળ અને મહાવીરસિંહ સોલંકી ઉપર હુમલો કર્યો હતો અને તેમને છરીના ઘા માર્યા હોવાનો આરોપ લગાવાયો છે.

સરખેજમાં ગાડી અડી જતા બોલાચાલી થઇ હતી

અગાઉ સરખેજમાં ગાડી અડી જતા થયેલી બોલાચાલી બાદ સમાધાન થયું હતું પણ આ સમાધાનની અદાવતમાં આ શખ્સોએ ફરી વાર હિંસક હુમલો કર્યો હોવાનો આરોપ લગાવાયો છે છરી તેમજ લોખંડના પાઇપ જેવા હથિયારો સાથે જીવલેણ હુમલો

આ મામલે પરેશ રબારી, લાલો ભરવાડ, મોન્ટુ ભરવાડ અને સુનિલ રબારી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવાયો છે. આ શખ્સોએ લાકડીઓ અને છરી તેમજ લોખંડના પાઇપ જેવા હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસ કાર્યવાહી

વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. 


આ પણ વાંચો-----     Surat : જમીન કૌભાંડના આરોપી બિલ્ડર વિનુ માલવિયાની પોલીસની હાજરીમાં દાદાગીરી, આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ મૂકપ્રેક્ષક

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0