Ahmedabad Rathyatra 2024: ભકતો,ભજન અને ભવ્ય યાત્રાનો ત્રિવેણી સંગમ

નગરચર્યાએ નિકળ્યા જગતના નાથ રથયાત્રા રૂટ પર ભકતોનું માનવમહેરામણ ઉમટયું રાજવી વેશમાં ભગવાન નગરચર્યાએ નિકળ્યા અમદાવાદની રથયાત્રા એ ભારતની ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળી ગયા છે.રથયાત્રામાં ભજનમંડળીઓએ જય રણછોડના નાદ સાથે ધૂમ મચાવી છે,ભજનમંડળીની બહેનો ભજન સાથે નાથને રીઝવી રહી છે. ભજમંડળીએ મચાવી ધૂમ રથયાત્રામાં અલગ-અલગ વિસ્તારની બહેનો ભજનમંડળી સાથે આવી છે અને જય જગન્નાથના નારા સાથે રથયાત્રામાં જોડાય છે,ભગવાનની ભકિત કરવા માટે આ બહેન ખંજરી અને મંજીરાના તાલે પોતાની મસ્તીમાં મસ્ત હોય છે અને નાથના ભજનો ગાતી હોય છે,આ વખતની રથયાત્રામાં રથની પાછળ ભજનમંડળીની બહેનો ભજન ગાઈ રહી છે. ભકતોમાં અનોખી શ્રધ્ધા ભગવાન જ્યારે નગરચર્યાએ નિકળે ત્યારે નગર અને ભક્તો એક અલગ જ રંગ અને ઉલ્લાસમાં જોવા મળે છે. રથયાત્રામાં અનેક રંગો જોવા મળ્યા. રથયાત્રામાં લોકો ભક્તિભાવના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. ભજનના તાલે ભક્તો ભગવાનને વધાવતા જોવા મળ્યા. મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના નેતાઓએ મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કર્યું હતું. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ મહંત દિલીપદાસજીના આશીર્વાદ લીધા હતા. 18 ભજનમંડળીઓ જોડાઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાઈ છે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે.

Ahmedabad Rathyatra 2024: ભકતો,ભજન અને ભવ્ય યાત્રાનો ત્રિવેણી સંગમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નગરચર્યાએ નિકળ્યા જગતના નાથ
  • રથયાત્રા રૂટ પર ભકતોનું માનવમહેરામણ ઉમટયું
  • રાજવી વેશમાં ભગવાન નગરચર્યાએ નિકળ્યા

અમદાવાદની રથયાત્રા એ ભારતની ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળી ગયા છે.રથયાત્રામાં ભજનમંડળીઓએ જય રણછોડના નાદ સાથે ધૂમ મચાવી છે,ભજનમંડળીની બહેનો ભજન સાથે નાથને રીઝવી રહી છે.

ભજમંડળીએ મચાવી ધૂમ

રથયાત્રામાં અલગ-અલગ વિસ્તારની બહેનો ભજનમંડળી સાથે આવી છે અને જય જગન્નાથના નારા સાથે રથયાત્રામાં જોડાય છે,ભગવાનની ભકિત કરવા માટે આ બહેન ખંજરી અને મંજીરાના તાલે પોતાની મસ્તીમાં મસ્ત હોય છે અને નાથના ભજનો ગાતી હોય છે,આ વખતની રથયાત્રામાં રથની પાછળ ભજનમંડળીની બહેનો ભજન ગાઈ રહી છે.


ભકતોમાં અનોખી શ્રધ્ધા

ભગવાન જ્યારે નગરચર્યાએ નિકળે ત્યારે નગર અને ભક્તો એક અલગ જ રંગ અને ઉલ્લાસમાં જોવા મળે છે. રથયાત્રામાં અનેક રંગો જોવા મળ્યા. રથયાત્રામાં લોકો ભક્તિભાવના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. ભજનના તાલે ભક્તો ભગવાનને વધાવતા જોવા મળ્યા. મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના નેતાઓએ મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કર્યું હતું. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ મહંત દિલીપદાસજીના આશીર્વાદ લીધા હતા.

18 ભજનમંડળીઓ જોડાઈ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાઈ છે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે.