Ahmedabad News: શહેરમાં હવે માણસોની સાથે રખડતાં શ્વાનની પણ ગણતરી થશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં હવે માણસો સાથે શ્વાનની પણ ગણતરી થશે. AMCએ 28 લાખ રૂપિયાના ખર્ચે ડોગ સેન્સસ શરૂ કર્યું છે.દરેક શ્વાનને યુનિક આઈડી મળશે.માઇક્રોચિપ લાગશે અને તેનો આખો બાયોડેટા એપમાં જોવા મળશે.પરંતુ બીજી તરફ માત્ર એક જ મહિનામાં 7 હજારથી વધુ લોકો રખડતા શ્વાનના કરડવાના શિકાર બન્યા છે.એટલે સવાલ એ છે કે શહેરમાં લોકો વધુ સુરક્ષિત બનશે કે પછી શ્વાન વધુ અપડેટેડ બનશે?
શ્વાનની ઓળખ માણસો કરતાં વધુ સરળ બનશે
અમદાવાદમાં કદાચ હવે શ્વાનની ઓળખ માણસો કરતાં વધુ સરળ બની જશે કારણ કે AMCએ શહેરના દરેક રખડતા શ્વાનનો ડેટાબેઝ બનાવવાની તૈયારી શરૂ કરી છે.28 લાખ રૂપિયાના ખર્ચે ડોગ સેન્સસ શરૂ કરાયું છે. રખડતા શ્વાન ક્યાં રહે છે ? ક્યારે જન્મ્યા હશે ? સ્ટેરિલાઈઝ થયો છે કે નહીં ? તેની પણ ફાઈલ તૈયાર થશે. જે લોકોને દરરોજ ગલીના નાકે શ્વાન દોડાવે છે તેમની સુરક્ષાની ફાઈલ હજુ પણ અધૂરી જ છે.AMC પાંચ વોર્ડમાં પાયલોટ સર્વેમાં 6 હજાર 640 શ્વાન મળી આવ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વર્ષોથી સ્ટેરિલાઈઝેશનની કામગીરી ચાલે છે છતાં છતાં સંખ્યા હજુ પણ ચિંતાજનક છે.
લોકો રખડતા શ્વાનના હુમલાનો ભોગ બન્યા
AMCના જ આંકડા કહે છે કે છેલ્લા 7 વર્ષમાં 1 લાખ 99 હજારથી વધુ શ્વાનનું ખસીકરણ અને સ્ટેરિલાઈઝેશન કરવામાં આવ્યું છે.તેના પાછળ 19 કરોડથી વધુનો ખર્ચ પણ થયો છે.પણ સવાલ એ છે કે જો આટલી મોટી કામગીરી સફળ રહી હોય તો ડોગ બાઇટના કેસ કેમ નથી ઘટતા? હવે વાત કરીએ સૌથી ચોંકાવનારા આંકડાની. માત્ર એપ્રિલ-2026માં શહેરમાં 8 હજાર 619 એનિમલ બાઇટના કેસ નોંધાયા છે.જેમાં 7 હજાર 423 કેસ માત્ર રખડતા શ્વાનના છે.એટલે દરરોજ સરેરાશ 247 લોકો રખડતા શ્વાનના હુમલાનો ભોગ બન્યા છે. મતલબ કે શહેરમાં ડોગ બાઇટ હવે અકસ્માત નહીં પરંતુ રોજિંદી ઘટના બની ગઈ છે.
ડોગ સેન્સસ અને ખસીકરણને લઇને ગંભીર આક્ષેપ
બીજી તરફ કોંગ્રેસે ડોગ સેન્સસ અને ખસીકરણને લઇને ગંભીર આક્ષેપ મનપા પર લગાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે, સર્વેક્ષણનાં નામે ખેલ ચાલે છે. લાખો રૂપિયા તેની પાછળ વાપરવામાં આવ્યા છે. ખસીકરણ માટે કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા છતાં પણ ડોગ બાઈટનાં કિસ્સા ઘટયા નથી પરંતુ તેમાં વધારો થયો છે. ત્યારે મનપા આ અંગે ગંભીર બને અને નાગરિકોને સુરક્ષિત હોવાનો અનુભવ કરાવે. ઉલ્લેખનીય છે કે, એક તરફ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ યથાવત છે તો બીજી તરફ ખસીકરણ માટે કરોડો રૂપિયાના આંધણ થઈ રહ્યા છે. વર્ષ 2019-20માં રખડતા કૂતરાનો આંકડો 2 લાખ 10 હજાર જેટલો હતો જેના 8 વર્ષ બાદ પણ તમામ શ્વાનને ખસીકરણ કરવામાં તંત્ર સફળ નથી થયું ત્યારે તંત્ર કેવી રીતે આ ત્રાસથી શહેરીજનોને મુક્તિ અપાવશે.
આ પણ વાંચોઃ Gandhinagar News : 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, આરોપી ઈન્સ્ટાગ્રામ પર નકલી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

