Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાતને પગલે પોલીસ કમિશ્નરે નો ડ્રોન ફ્લાય ઝોનનું જાહેરનામું બહાર પાડ્યું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદ મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષાના કારણોસર સમગ્ર શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રતિબંધ 9માર્ચ,2026 ના રોજ મોડી રાત્રે 2.00 કલાક સુધી અમલમાં રહેશે.પ્રતિબંધિત સાધનોમાં ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર, પેરાગ્લાઇડર અને હોટ એર બલૂન જેવા માનવ રહિત કે માનવ સંચાલિત હવાઈ સાધનોના ઉપયોગ પર સદંતર મનાઈ છે.
હકુમત હેઠળના તમામ વિસ્તારોમાં લાગુ પડશે
આ હુકમ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના તમામ વિસ્તારોમાં લાગુ પડશે.જાહેરનામામાં જણાવ્યા અનુસાર, દેશ વિરોધી સંગઠનો કે આતંકવાદી તત્વો ડ્રોન જેવા સાધનોનો ગેરલાભ લઈ મહાનુભાવ કે જનતાની સુરક્ષાને હાની પહોંચાડે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.જો કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે,તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ અંગે ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) થી લઈને જોઈન્ટ પોલીસ કમિશનર સુધીના અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Surat News: વરાછાના ઘનશ્યામનગરમાંથી ફરી કુટણખાનુ ઝડપાયું, સંચાલક સહિત પાંચ ગ્રાહકો ઝડપાયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

