Ahmedabad News: અમદાવાદમાં તંત્રની બેદરકારીથી રસ્તાઓની બિસ્માર હાલત, સ્થાનિકોમાં ભારે રોષ
અમદાવાદનો વિકાસ થયો પણ સ્માર્ટ રસ્તાનો વિકાસ ના થયો તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો હતો. ઓગસ્ટ મહિનામાં મેઘરાજા મન મૂકીને વરસી ચૂક્યા છે. ત્યારે હવે વરસાદના વિરામ બાદ અમદાવાદમાં રસ્તાઓની દયનીય હાલત જોવા મળી રહી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ બાદ રસ્તાઓનું ધોવાણ થયું હોવાનું સામે આવી રહ્યું છે.નિકોલમાં ભક્તિ સર્કલના રસ્તાઓ ધોવાયા અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓ ધોવાયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે નિકોલમાં પણ ભક્તિ સર્કલના રસ્તાઓ વરસાદ બાદ ધોવાયા હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. વરસાદના વિરામ બાદ પણ રસ્તાનું સમારકામ હજી સુધી કરવામાં આવ્યું નથી. તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ધરાસભ્ય,કોર્પોરેટર અને અધિકારીઓને અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. કેટલીય વખત રૂબરૂમાં ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે ફરિયાદ આપવા છતા કોઇ નિરાકરણ આવ્યું નથી. આટલી રજુઆત છતાં પણ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. અહીંયા રોજ બાળકો અને મહિલાઓ ગાડી લઈને પડતાં હોય છે. ત્યારે સ્થાનિકોમાં આને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. બિસ્માર રસ્તાઓથી વાહનચાલકોને ભારે હાલાકી અમદાવાદ શહેરને વિકસિત શહેર ગણવામાં આવે છે પરંતુ આ ખાડા જોઈને તમે પણ વિચારમાં પડશો કે આ શહેર કેટલું વિકસિત છે. અમદાવાદમાં વરસાદ બાદ હવે શહેરના અનેક રસ્તાઓ પર ખાડાનું રાજ જોવા મળ્યું છે. અમદાવાદ શહેરની શોભા વધારતા કેબલ બ્રિજ પર ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકોને ખાડામાંથી પસાર થવું પડે છે. વાહનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદનો વિકાસ થયો પણ સ્માર્ટ રસ્તાનો વિકાસ ના થયો તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો હતો. ઓગસ્ટ મહિનામાં મેઘરાજા મન મૂકીને વરસી ચૂક્યા છે. ત્યારે હવે વરસાદના વિરામ બાદ અમદાવાદમાં રસ્તાઓની દયનીય હાલત જોવા મળી રહી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ બાદ રસ્તાઓનું ધોવાણ થયું હોવાનું સામે આવી રહ્યું છે.
નિકોલમાં ભક્તિ સર્કલના રસ્તાઓ ધોવાયા
અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓ ધોવાયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે નિકોલમાં પણ ભક્તિ સર્કલના રસ્તાઓ વરસાદ બાદ ધોવાયા હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. વરસાદના વિરામ બાદ પણ રસ્તાનું સમારકામ હજી સુધી કરવામાં આવ્યું નથી.
તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકોમાં ભારે રોષ
ધરાસભ્ય,કોર્પોરેટર અને અધિકારીઓને અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. કેટલીય વખત રૂબરૂમાં ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે ફરિયાદ આપવા છતા કોઇ નિરાકરણ આવ્યું નથી. આટલી રજુઆત છતાં પણ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. અહીંયા રોજ બાળકો અને મહિલાઓ ગાડી લઈને પડતાં હોય છે. ત્યારે સ્થાનિકોમાં આને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બિસ્માર રસ્તાઓથી વાહનચાલકોને ભારે હાલાકી
અમદાવાદ શહેરને વિકસિત શહેર ગણવામાં આવે છે પરંતુ આ ખાડા જોઈને તમે પણ વિચારમાં પડશો કે આ શહેર કેટલું વિકસિત છે. અમદાવાદમાં વરસાદ બાદ હવે શહેરના અનેક રસ્તાઓ પર ખાડાનું રાજ જોવા મળ્યું છે. અમદાવાદ શહેરની શોભા વધારતા કેબલ બ્રિજ પર ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકોને ખાડામાંથી પસાર થવું પડે છે. વાહનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.