Ahmedabad: IPS અધિકારીએ અપરણિત હોવાનું કહી યુવતીને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

અમદાવાદમાં એક IPS અધિકારીએ અપરણિત હોવાનું કહી યુવતીને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે. અપરણિત હોવાની વાત કરી યુવતી સાથે સંબંધ રાખ્યા હતા. તેમાં ગાંધીનગરના IPS વિરુદ્ધ દુષ્કર્મની અરજી કરવામાં આવી છે. જેમાં દીકરાનો ફોટો સ્ટેટસમાં મુકતા IPSનો ભાંડો ફૂટ્યો છે. ગૃહ વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે યુવતીએ બીજા લગ્ન કરતાં IPSએ બ્લેકમેલ કરી હોવાની રજૂઆત પણ અરજીમાં કરવામાં આવી છે. તેમાં IPS વિરુદ્ધ ગૃહમંત્રી, મુખ્યમંત્રી, ડીજીપી કાર્યાલયમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમજ ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઈન્ટસ ઓથોરિટીને ઇમેલ કરી જાણ કરવામાં આવી છે. તેથી ગૃહ વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ IPS અધિકારી અગાઉ અમદાવાદમાં નોકરી કરી ચૂક્યા છે આ IPS અધિકારી અગાઉ અમદાવાદમાં નોકરી કરી ચૂક્યા છે. IPS અધિકારી જ્યારે અમદાવાદ શહેરમાં હતા ત્યારે એક ફરિયાદને એડવોકેટ યુવતી તેમને 3થી 4 વખત મળવા આવી હતી. આ દરમ્યાન IPS અધિકારીએ યુવતી પાસેથી તેનો નંબર લીધો હતો. જો કે, યુવતીને ખબર ન હતી કે, IPS અધિકારીને તેને પસંદ કરે છે. થોડાદિવસ બાદ પર્સનલ નંબરથી IPSએ યુવતીને ગુડ મોનિંગ, ગુડ નાઇટ જેવા તમામ મેસેજ કરીને યુવતી સાથે વાતચીત કરતા હતા. એક દિવસ IPSએ યુવતીને કહ્યુ કે, હું અપરણિત છું મને તુ મને ગમે છે મારી સાથે લગ્ન કરવા છે તો આપણે બહાર એક વખત મળીએ. થોડા મહિનાઓ બાદ IPSની બદલી અમદાવાદમાંથી અન્ય જગ્યાએ થઇ IPSએ પ્રપોઝ કરીને યુવતીને ઇમ્પ્રેશન કરીને પ્રેમજાળમાં ફસાવી હતી. IPS લગ્નની લાલચ આપીને અવાર નવાર શારિરીક સંબંધ બાંધ્યા હતા. થોડા મહિનાઓ બાદ IPSની બદલી અમદાવાદમાંથી અન્ય જગ્યાએ થઇ હતી. બાદમાં IPS ક્યારેક ક્યારેક યુવતી સાથે વાતચીત કરતા હતા. જો કે, એક દિવસ IPSએ વોટ્સએપ સ્ટેટ્સ પર તેમના દિકરાનો ફોટો મૂક્યો હતો અને તે યુવતી જોઇ જતા IPS પરિણીત હોવાનો ભાંડો ફૂટયો હતો. યુવતીએ તાત્કાલિક IPS સાથે સંબંધ તોડી નાંખ્યા હતા અને યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરીને સાસરીમાં રહેવા જતી રહી હતી. ફરીથી IPSની બદલી ગાંધીનગર ખાતે થતાં તેમણે યુવતીને ફોન કરીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા હતા. તેમાં IPSના ત્રાસથી કંટાળીને યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પતિ અને પરિવારજનોને કરી હતી. આ અંગે યુવતી, તેના પતિ સહિત પરિવારજનોએ ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઇન્ટસ્ ઓથોરિટીને ઇમેલ કરીને જાણ કરી તેમજ લેખિતમાં પણ અરજી આપી છે.

Ahmedabad:  IPS અધિકારીએ અપરણિત હોવાનું કહી યુવતીને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં એક IPS અધિકારીએ અપરણિત હોવાનું કહી યુવતીને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે. અપરણિત હોવાની વાત કરી યુવતી સાથે સંબંધ રાખ્યા હતા. તેમાં ગાંધીનગરના IPS વિરુદ્ધ દુષ્કર્મની અરજી કરવામાં આવી છે. જેમાં દીકરાનો ફોટો સ્ટેટસમાં મુકતા IPSનો ભાંડો ફૂટ્યો છે.

ગૃહ વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે

યુવતીએ બીજા લગ્ન કરતાં IPSએ બ્લેકમેલ કરી હોવાની રજૂઆત પણ અરજીમાં કરવામાં આવી છે. તેમાં IPS વિરુદ્ધ ગૃહમંત્રી, મુખ્યમંત્રી, ડીજીપી કાર્યાલયમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમજ ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઈન્ટસ ઓથોરિટીને ઇમેલ કરી જાણ કરવામાં આવી છે. તેથી ગૃહ વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

આ IPS અધિકારી અગાઉ અમદાવાદમાં નોકરી કરી ચૂક્યા છે

આ IPS અધિકારી અગાઉ અમદાવાદમાં નોકરી કરી ચૂક્યા છે. IPS અધિકારી જ્યારે અમદાવાદ શહેરમાં હતા ત્યારે એક ફરિયાદને એડવોકેટ યુવતી તેમને 3થી 4 વખત મળવા આવી હતી. આ દરમ્યાન IPS અધિકારીએ યુવતી પાસેથી તેનો નંબર લીધો હતો. જો કે, યુવતીને ખબર ન હતી કે, IPS અધિકારીને તેને પસંદ કરે છે. થોડાદિવસ બાદ પર્સનલ નંબરથી IPSએ યુવતીને ગુડ મોનિંગ, ગુડ નાઇટ જેવા તમામ મેસેજ કરીને યુવતી સાથે વાતચીત કરતા હતા. એક દિવસ IPSએ યુવતીને કહ્યુ કે, હું અપરણિત છું મને તુ મને ગમે છે મારી સાથે લગ્ન કરવા છે તો આપણે બહાર એક વખત મળીએ.

થોડા મહિનાઓ બાદ IPSની બદલી અમદાવાદમાંથી અન્ય જગ્યાએ થઇ

IPSએ પ્રપોઝ કરીને યુવતીને ઇમ્પ્રેશન કરીને પ્રેમજાળમાં ફસાવી હતી. IPS લગ્નની લાલચ આપીને અવાર નવાર શારિરીક સંબંધ બાંધ્યા હતા. થોડા મહિનાઓ બાદ IPSની બદલી અમદાવાદમાંથી અન્ય જગ્યાએ થઇ હતી. બાદમાં IPS ક્યારેક ક્યારેક યુવતી સાથે વાતચીત કરતા હતા. જો કે, એક દિવસ IPSએ વોટ્સએપ સ્ટેટ્સ પર તેમના દિકરાનો ફોટો મૂક્યો હતો અને તે યુવતી જોઇ જતા IPS પરિણીત હોવાનો ભાંડો ફૂટયો હતો. યુવતીએ તાત્કાલિક IPS સાથે સંબંધ તોડી નાંખ્યા હતા અને યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરીને સાસરીમાં રહેવા જતી રહી હતી. ફરીથી IPSની બદલી ગાંધીનગર ખાતે થતાં તેમણે યુવતીને ફોન કરીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા હતા. તેમાં IPSના ત્રાસથી કંટાળીને યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પતિ અને પરિવારજનોને કરી હતી. આ અંગે યુવતી, તેના પતિ સહિત પરિવારજનોએ ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઇન્ટસ્ ઓથોરિટીને ઇમેલ કરીને જાણ કરી તેમજ લેખિતમાં પણ અરજી આપી છે.