Ahmedabad :GTUમાં મહિલા પ્રોફેસરની જાતીય સતામણી મામલો : ફરિયાદ કમિટીને ટ્રાન્સફર કરાઈ

વિભાગીય ડાયરેક્ટરે અઘટિત માગણી કરી હોવાના આક્ષેપો થયા હતાઈન્ટર્નલ કમ્પ્લેઇન કમિટી દ્વારા આગામી દિવસોમાં તપાસ કરી રિપોર્ટ સબમિટ કરાશે ડાયરેક્ટર દ્વારા વારંવાર મેસેજ કરવા, પોતાના કેબીનમાં આવવા માટે વારંવાર ફોન કરવા જેવા આક્ષેપો ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસર દ્વારા તેમના જ વિભાગના ડાયરેક્ટર સામે જાતીય સતામણીની ફરિયાદ કરતાં શિક્ષણ આલમમાં ભારે ચકચારી મચવા પામી હતી. મહિલા પ્રોફેસર દ્વારા લેખીત ફરિયાદ કર્યાં બાદ યુનિવર્સિટી દ્વારા આ ફરિયાદ તપાસ અર્થે ઈન્ટર્નલ કમ્પ્લેઇન કમિટીને ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કમિટી દ્વારા ફરિયાદ અને જેઓની સામે આક્ષેપ થયા છે એ સહિત જરૂર લાગશે એ સર્વેના નિવેદન લેવાનું શરૂ કરવામાં આવી શકે છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના સ્કૂલ ઓફ ઈજનેરી એન્ડ ટેક્નોલોજીના ડાયરેક્ટર એસ.ડી.પંચાલ અઘટતી માગણીઓ કરવા સહિત જુદી જુદી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાની મહિલા પ્રોફેસર દ્વારા યુનિ.ના સત્તાધીશોને લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી. ફરિયાદમાં આક્ષેપો કરવામાં આવ્યાં હતા કે, ડાયરેક્ટર દ્વારા વારંવાર મેસેજ કરવા, મહિલા પ્રોફેસર કેબીનમાં એકલી હોય તો ત્યાં આવી જવુ. પોતાના કેબીનમાં આવવા માટે વારંવાર ફોન કરવા તેમજ રહેણાક સુધી રેકી કરવા સહિતનુ કારસ્તાન ડાયરેક્ટર દ્વારા કરાતુ હોવાના આક્ષેપો ફરિયાદમાં થયા હતા. યુનિવર્સિટી દ્વારા આખીયે ઘટનામાં તપાસ થાય એ માટે કમિટીને ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, યુનિવર્સિટીઓમાં મહિલા પ્રોફેસરોની જાતીય સતામણી કરવાની ઘટનાઓ સમયાંતરે સામે આવતી જોવા મળે છે. થોડા સમય પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં પણ આ પ્રકારે જ એક વિભાગીય વડાને ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવાયો હતો.

Ahmedabad :GTUમાં મહિલા પ્રોફેસરની જાતીય સતામણી મામલો : ફરિયાદ કમિટીને ટ્રાન્સફર કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિભાગીય ડાયરેક્ટરે અઘટિત માગણી કરી હોવાના આક્ષેપો થયા હતા
  • ઈન્ટર્નલ કમ્પ્લેઇન કમિટી દ્વારા આગામી દિવસોમાં તપાસ કરી રિપોર્ટ સબમિટ કરાશે
  • ડાયરેક્ટર દ્વારા વારંવાર મેસેજ કરવા, પોતાના કેબીનમાં આવવા માટે વારંવાર ફોન કરવા જેવા આક્ષેપો

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસર દ્વારા તેમના જ વિભાગના ડાયરેક્ટર સામે જાતીય સતામણીની ફરિયાદ કરતાં શિક્ષણ આલમમાં ભારે ચકચારી મચવા પામી હતી.

મહિલા પ્રોફેસર દ્વારા લેખીત ફરિયાદ કર્યાં બાદ યુનિવર્સિટી દ્વારા આ ફરિયાદ તપાસ અર્થે ઈન્ટર્નલ કમ્પ્લેઇન કમિટીને ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કમિટી દ્વારા ફરિયાદ અને જેઓની સામે આક્ષેપ થયા છે એ સહિત જરૂર લાગશે એ સર્વેના નિવેદન લેવાનું શરૂ કરવામાં આવી શકે છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના સ્કૂલ ઓફ ઈજનેરી એન્ડ ટેક્નોલોજીના ડાયરેક્ટર એસ.ડી.પંચાલ અઘટતી માગણીઓ કરવા સહિત જુદી જુદી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાની મહિલા પ્રોફેસર દ્વારા યુનિ.ના સત્તાધીશોને લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી. ફરિયાદમાં આક્ષેપો કરવામાં આવ્યાં હતા કે, ડાયરેક્ટર દ્વારા વારંવાર મેસેજ કરવા, મહિલા પ્રોફેસર કેબીનમાં એકલી હોય તો ત્યાં આવી જવુ. પોતાના કેબીનમાં આવવા માટે વારંવાર ફોન કરવા તેમજ રહેણાક સુધી રેકી કરવા સહિતનુ કારસ્તાન ડાયરેક્ટર દ્વારા કરાતુ હોવાના આક્ષેપો ફરિયાદમાં થયા હતા. યુનિવર્સિટી દ્વારા આખીયે ઘટનામાં તપાસ થાય એ માટે કમિટીને ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, યુનિવર્સિટીઓમાં મહિલા પ્રોફેસરોની જાતીય સતામણી કરવાની ઘટનાઓ સમયાંતરે સામે આવતી જોવા મળે છે. થોડા સમય પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં પણ આ પ્રકારે જ એક વિભાગીય વડાને ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવાયો હતો.