Ahmedabad : 15 બેંકોમાં જમા થઈ 4.96 લાખની નકલી ચલણી નોટો, ચિલ્ડ્રન બેંકની નોટો પણ પધરાવી દેવાતા SOG એક્શનમાં

Apr 7, 2026 - 00:30
Ahmedabad : 15 બેંકોમાં જમા થઈ 4.96 લાખની નકલી ચલણી નોટો, ચિલ્ડ્રન બેંકની નોટો પણ પધરાવી દેવાતા SOG એક્શનમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં નકલી ચલણી નોટો ઘુસાડવાનું મોટું રેકેટ સામે આવ્યું છે. શહેરની વિવિધ 15 જેટલી પ્રતિષ્ઠિત બેંકોમાં નકલી ચલણી નોટો જમા થઈ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા બેંકિંગ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ગુનો નોંધીને ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

આંકડાકીય વિગતો

મળતી માહિતી મુજબ, શહેરની અલગ-અલગ 15 બેંકોમાં કુલ 4,96,250 ની કિંમતની 1483 નકલી નોટો જમા કરવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં નકલી નોટો બેંકના કાઉન્ટર સુધી પહોંચી ગઈ અને બેંકના મશીનો કે કેશિયરો તેને ઓળખી ન શક્યા તે બાબત સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થો ઉભા કરે છે.

ચિલ્ડ્રન બેંકની નોટો પણ મળી

સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે, જપ્ત કરાયેલા જથ્થામાંથી રમકડાની ગણાતી ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા’ લખેલી નોટો પણ મળી આવી છે. સામાન્ય રીતે બાળકોના રમવા માટે વપરાતી આ નોટો બેંકના વ્યવહારમાં કેવી રીતે પહોંચી ગઈ તે તપાસનો વિષય બન્યો છે. પોલીસ તપાસનો ધમધમાટ

એસઓજી (SOG) એ આ મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજ, બેંકમાં ખાતાધારકોની વિગતો અને ડિપોઝિટ સ્લિપના આધારે તપાસ કરી રહી છે કે આ નોટો કોણે અને ક્યારે જમા કરાવી હતી. શું આ કોઈ સંગઠિત ગેંગનું કામ છે કે પછી સામાન્ય વ્યવહારમાં આ નોટો સિસ્ટમમાં ઘુસી ગઈ છે, તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. 


આ પણ વાંચો---      Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0