Ahmedabad: સેનાની સંયુકત વિમોચન કવાયતમાં નવ મિત્ર દેશો ભાગ લેશે
ભારતીય સેના દ્વારા આજે અમદાવાદ ખાતે સંયુક્ત વિમોચન 2024નું આયોજન કરવામાં આવ્યું. આ કવાયતમાં નવ મિત્ર વિદેશી દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. 'સંયુક્ત વિમોચન 2024' ઉદઘાટન કાર્યક્રમમાં વિવિધ એજન્સીઓ વચ્ચે આપત્તિની તૈયારી અને પ્રતિભાવો મેળવીને આગામી સમયમાં કામ સરળતાથી થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. 19 નેવેમ્બર, 2024ના રોજ પોરબંદરમાં યોજાશે કુદરતી આફતોનો સામનો કરવા માટે વિવિધ દળો એક સાથે જોવા મળશે અને દરેકના પ્રતિભાવ મેળવીને કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે અને હાલના આપત્તિ વ્યવસ્થાપન માળખાને ઑપ્ટિમાઇઝ કરવામાં આવશે. ભારતીય સેનાના જણાવ્યા મુજબ, આ અભ્યાસમાં ભાગ લેનારા દેશોમાં શ્રીલંકા, વિયેતનામ, યુએઈ, થાઈલેન્ડ, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, માલદીવ્સ અને મલેશિયાનો સમાવેશ થાય છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) અનુસાર, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ અને ઈન્ડિયન ઓશન રિજન બ્લોકના દેશોના અંદાજે 100 પ્રતિનિધિઓ કવાયત માટે નિરીક્ષકો તરીકે કવાયત અને ઉદ્યોગ પ્રદર્શનમાં હાજરી આપશે. આ કવાયતમાં ઔદ્યોગિક સાધનોનું પ્રદર્શન જોવા મળશે જે સંભવિત નિકાસ બજાર તરીકે મુલાકાતી દેશોને ભારતના સ્વદેશી નિર્મિત સંરક્ષણ અને HADR સાધનો અને ક્ષમતાને પ્રદર્શિત કરવાની ઉત્તમ તક હશે. સેનાએ તેના નિવેદનમાં એમ પણ કહ્યું કે આ ઇવેન્ટમાં ટેબલ ટોપ એક્સરસાઇઝ, કુદરતી આપત્તિ સામે સંયુક્ત પ્રતિભાવ દર્શાવતું પ્રદર્શન અને આવા મિશન હાથ ધરવા માટે સ્વદેશી ઉપકરણોનું ઔદ્યોગિક પ્રદર્શન દર્શાવવામાં આવશે.રક્ષા રાજયમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહેશે પોરબંદરની ચોપાટી પર 19 નવેમ્બરે સંયુકત વિમોચન- 2024 એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રક્ષા રાજયમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહેશે. લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કવાયતોનું નિર્દશન કરવામાં આવશે. જેની તૈયારીના ભાગરૂપે થઈ રહેલા હેલિકોપ્ટર અને જહાજોના આંટાફેરાએ લોકોમાં કૂતુહલ જગાવ્યું છે. દેશના વિવિધ ભાગોમાં અવારનવાર પુર, હોનારત, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે, આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં સેના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે ચોપાટી ખાતે નેવી, આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ. દ્વારા સંયુકત એકસરસાઈઝ કરવામાં આવશે અને રાહત અને બચાવ કામગીરીનું નિદર્શન કરવામાં આવશે. સમગ્ર આયોજનને લઈને હાલ ચોપાટી ખાતે આર્મી સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓની ટીમ આવી પહોંચી છે. જેના દ્વારા એકસરસાઈઝ શરૂ થતા ચોપાટી નજીક સમુદ્રમાં અનેક જહાજ અને આકાશમાં હેલીકોપ્ટર સતત આંટાફેરા કરી રહ્યા છે. જે ચોપાટી ખાતે આવતા લોકોમાં કૂતુહલનું કેન્દ્ર બન્યા છે. ચોપાટી રાજમહેલની પાછળના ભાગે સગમ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે. તા. 19 નવેમ્બરે સવારે 10.30 કલાકે રક્ષા રાજયમંત્રી સંજય શેઠની ઉપસ્થિતિમાં ચોપાટી બીચ ઉપર યોજાનારી એન્યુઅલ જોઈન્ટ હ્યુમન આસીસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રીલીફ એકસરસાઈઝ (સંયુકત વિમોચન-2024નો મુખ્ય હેતુ શોધ અને બચાવનો છે તેની સાથોસાથ સંરક્ષણ ઉદ્યોગના સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવશે. ડિઝાસ્ટર રીસ્પોન્સ ટુલ્સ, વિવિધ તબીબી સાધનો, સર્વાઈવલ ઈકવીપમેન્ટ, શોધ અને બચાવ માટેના સાધનો, એડવાન્સ કોમ્યુનિકેશન સીસ્ટમ, ડિઝાસ્ટર લોજીસ્ટીક સોલ્યુશન્સ, કલીન એન્ડ ગ્રીન એનર્જી, સ્મોલ આર્મ્સ, ફાયર પાવર સહિત વિવિધ પ્રકારની આધુનિક ટેકનોલોજી પ્રદર્શિત થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારતીય સેના દ્વારા આજે અમદાવાદ ખાતે સંયુક્ત વિમોચન 2024નું આયોજન કરવામાં આવ્યું. આ કવાયતમાં નવ મિત્ર વિદેશી દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. 'સંયુક્ત વિમોચન 2024' ઉદઘાટન કાર્યક્રમમાં વિવિધ એજન્સીઓ વચ્ચે આપત્તિની તૈયારી અને પ્રતિભાવો મેળવીને આગામી સમયમાં કામ સરળતાથી થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
19 નેવેમ્બર, 2024ના રોજ પોરબંદરમાં યોજાશે
કુદરતી આફતોનો સામનો કરવા માટે વિવિધ દળો એક સાથે જોવા મળશે અને દરેકના પ્રતિભાવ મેળવીને કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે અને હાલના આપત્તિ વ્યવસ્થાપન માળખાને ઑપ્ટિમાઇઝ કરવામાં આવશે.
ભારતીય સેનાના જણાવ્યા મુજબ, આ અભ્યાસમાં ભાગ લેનારા દેશોમાં શ્રીલંકા, વિયેતનામ, યુએઈ, થાઈલેન્ડ, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, માલદીવ્સ અને મલેશિયાનો સમાવેશ થાય છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) અનુસાર, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ અને ઈન્ડિયન ઓશન રિજન બ્લોકના દેશોના અંદાજે 100 પ્રતિનિધિઓ કવાયત માટે નિરીક્ષકો તરીકે કવાયત અને ઉદ્યોગ પ્રદર્શનમાં હાજરી આપશે. આ કવાયતમાં ઔદ્યોગિક સાધનોનું પ્રદર્શન જોવા મળશે જે સંભવિત નિકાસ બજાર તરીકે મુલાકાતી દેશોને ભારતના સ્વદેશી નિર્મિત સંરક્ષણ અને HADR સાધનો અને ક્ષમતાને પ્રદર્શિત કરવાની ઉત્તમ તક હશે. સેનાએ તેના નિવેદનમાં એમ પણ કહ્યું કે આ ઇવેન્ટમાં ટેબલ ટોપ એક્સરસાઇઝ, કુદરતી આપત્તિ સામે સંયુક્ત પ્રતિભાવ દર્શાવતું પ્રદર્શન અને આવા મિશન હાથ ધરવા માટે સ્વદેશી ઉપકરણોનું ઔદ્યોગિક પ્રદર્શન દર્શાવવામાં આવશે.
રક્ષા રાજયમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહેશે
પોરબંદરની ચોપાટી પર 19 નવેમ્બરે સંયુકત વિમોચન- 2024 એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રક્ષા રાજયમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહેશે. લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કવાયતોનું નિર્દશન કરવામાં આવશે. જેની તૈયારીના ભાગરૂપે થઈ રહેલા હેલિકોપ્ટર અને જહાજોના આંટાફેરાએ લોકોમાં કૂતુહલ જગાવ્યું છે.
દેશના વિવિધ ભાગોમાં અવારનવાર પુર, હોનારત, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે, આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં સેના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે ચોપાટી ખાતે નેવી, આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ. દ્વારા સંયુકત એકસરસાઈઝ કરવામાં આવશે અને રાહત અને બચાવ કામગીરીનું નિદર્શન કરવામાં આવશે. સમગ્ર આયોજનને લઈને હાલ ચોપાટી ખાતે આર્મી સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓની ટીમ આવી પહોંચી છે. જેના દ્વારા એકસરસાઈઝ શરૂ થતા ચોપાટી નજીક સમુદ્રમાં અનેક જહાજ અને આકાશમાં હેલીકોપ્ટર સતત આંટાફેરા કરી રહ્યા છે. જે ચોપાટી ખાતે આવતા લોકોમાં કૂતુહલનું કેન્દ્ર બન્યા છે. ચોપાટી રાજમહેલની પાછળના ભાગે સગમ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે.
તા. 19 નવેમ્બરે સવારે 10.30 કલાકે રક્ષા રાજયમંત્રી સંજય શેઠની ઉપસ્થિતિમાં ચોપાટી બીચ ઉપર યોજાનારી એન્યુઅલ જોઈન્ટ હ્યુમન આસીસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રીલીફ એકસરસાઈઝ (સંયુકત વિમોચન-2024નો મુખ્ય હેતુ શોધ અને બચાવનો છે તેની સાથોસાથ સંરક્ષણ ઉદ્યોગના સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવશે. ડિઝાસ્ટર રીસ્પોન્સ ટુલ્સ, વિવિધ તબીબી સાધનો, સર્વાઈવલ ઈકવીપમેન્ટ, શોધ અને બચાવ માટેના સાધનો, એડવાન્સ કોમ્યુનિકેશન સીસ્ટમ, ડિઝાસ્ટર લોજીસ્ટીક સોલ્યુશન્સ, કલીન એન્ડ ગ્રીન એનર્જી, સ્મોલ આર્મ્સ, ફાયર પાવર સહિત વિવિધ પ્રકારની આધુનિક ટેકનોલોજી પ્રદર્શિત થશે.