Ahmedabad: સરદારનગરના ડ્રેનેજ બેક મારવાની સમસ્યા ન ઉકેલાતા સ્થાનિકો વીફર્યા

Oct 7, 2025 - 01:00
Ahmedabad: સરદારનગરના ડ્રેનેજ બેક મારવાની સમસ્યા ન ઉકેલાતા સ્થાનિકો વીફર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિવિધ વિસ્તારોમાં ગટર ઉભરાઈ જવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આ અંગે સ્થાનિકોએ અધિકારીઓથી લઈ ચૂંટાયેલા કોર્પોરેટરને રજૂઆતો કરી પણ તેમના દ્વારા પણ નિરાકરણ ન આવતાં આખરે ધારાસભ્ય સુધી રોષ વ્યક્ત કરવાની નોબત આવી છે.

નરોડામાં આવેલા નોબલનગર વિસ્તારમાં આવેલા બીડી કામદાર નગર અને વાલ્મીકિ સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા છ મહિનાથી ડ્રેનેજના પાણી ઉભરાય છે. આખી સોસાયટીમાં ગટરના પાણી ફરી વળતા સ્થનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે. રહેવાય એવી સ્થિતિ નથી. અવારનવાર ઉત્તર ઝોનના ઇજનેર વિભાગના અધિકારીઓને આ બાબતે જાણ કરી હોવા છતાં પણ તેઓ દ્વારા કામગીરી ન કરતા આખરે આજે સ્થાનિક લોકો માયા સિનેમા રોડ ઉપર નરોડા વિધાનસભાના ધારાસભ્યની ઓફ્સિે પહોંચ્યા હતા જ્યાં સુધી અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અહીંથી હટવાના નથી તેમ કહીને ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, છેલ્લા ઘણાં સમયથી નવી લાઈન નાખવા અંગેની રજૂઆત કરી છે. પરંતુ તેના માટેની કોઈ જ કામગીરી કરાઈ નથી. આ કારણે અમારા ઘરમાં પાણી ઘૂસી જાય છે. જેના માટે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. છેલ્લા 15 વર્ષથી અમે પ્રાથમિક સુવિધાની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ દર વખતે અમે રજૂઆત કરવા જઈએ છીએ પરંતુ અમારું કોઈ સાંભળતું નથી. અધિકારીઓ ધક્કા ખવડાવે છે અને કોર્પોરેટરોને પણ અધિકારીઓ ગાંઠતા ન હોય તેવું લાગી રહ્યું છે. આ માટે થઈને આજે ધારાસભ્યની ઓફ્સિે ઉગ્ર વિરોધ નોંધાવી કામગીરી કરવા માંગ કરી હતી.

ધારાસભ્યની ઓફ્સિે લોકોના ટોળેટોળા ભેગા થઈ જતા તાત્કાલિક ધોરણે ઉત્તર ઝોનના ડે. મ્યુનિ. કમિશ્નર નોબલ નગર ખાતે પહોંચ્યા હતા. જે પછી તેમની સાથે અને ઈજનેર વિભાગના અધિકારીઓની સાથે ચર્ચા કરવામાં આવી હતી, વાલ્મીકિ સોસાયટી અને બીડી કામદાર નદર પાસેથી અધિકારીઓ પસાર થાય છે તેમ છતાં પણ કામગીરી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. આ પછી મોડે મોડે અધિકારીઓએ ડ્રેનેજની સફાઈ કરવાની શરૂઆત કરવામાં આવી છે.

6 મહિનાથી ફરિયાદ પણ અધિકારીઓ નવા વિસ્તારની કામગીરી કરવામાં વ્યસ્ત

નરોડાના ઘણાં નવા વિસ્તારને છેલ્લા 6 મહિનામાં મંજૂરી આપવામાં આવી છે. ત્યારે તેના કારણે જૂના એવા વાલ્મિકી સોસાયટી અને બીડી કામદાર નગર તેમજ તેના આસપાસના વિસ્તારમાં ગટરો ઉભરાઈ રહી છે. લોકો બિમાર પડી રહ્યા પણ તેના માટે કામગીરી કરવામાં આવી રહી નથી. જ્યારે અન્ય નવા ટીપી મંજૂર થયેલા વિસ્તારોમાં ઝડપથી રોડ રસ્તા, પાણી અને ગટરની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે જૂના વિસ્તારના લોકોની સમસ્યા પર અધિકારીઓ ધ્યાન ન આપતા હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ રહેલી છે. આ માટે પણ ધારાસભ્યને રજુઆત કરવામાં આવી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0