Ahmedabad: રાજકોટ બેંક ચૂંટણી ફોર્મ મુદ્દે થયેલી અરજી HCએ ફગાવી

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનો વિવાદ ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. આ ચૂંટણીમાં સંસ્કાર પેનલના ચાર ઉમેદવારના ફોર્મ રદ કરવાના ચૂંટણી અધિકારીના નિર્ણયને પડકારતી કલ્પક મણિયાર તથા અન્યો દ્વારા કરાયેલી રિટ અરજીઓ ગુજરાત હાઇકોર્ટે આજે આકરા વલણ સાથે ફ્ગાવી દીધી હતી.સંસ્કાર પેનલ તરફ્થી કલ્પક મણિયાર તથા અન્યો દ્વારા કરાયેલી રિટ અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી આગામી તા. 17મી નવેમ્બરના રોજ યોજાવા જઇ રહી છે પરંતુ આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર સંસ્કાર પેનલના ચાર ઉમેદવારોનું ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા ખોટી રીતે રદ કરવામાં આવ્યું છે. સસ્કાર પેનલના ચાર ઉમેદવારો અન્ય સહકારી બેંકમાં પણ મેમ્બરશીપ ધરાવતા હોવાના કારણસર તેઓના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. જો ચૂંટણી અધિકારીએ ડબલ મેમ્બરશીપના કારણોસર ફોર્મ રદ કરવા જ હોય તો સામાવાળાપક્ષ એવા સહકાર પેનલના ઉમેદવારો પણ આ પ્રકારે ડબલ મેમ્બરશીપ ધરાવતા હોવાનો આક્ષેપ સંસ્કાર પેનલના ઉમેદવારો તરફ્થી કરાયો હતો. અરજદારપક્ષ તરફ્થી તેઓના ફોર્મ પણ માન્ય રાખી તેઓને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા દેવા અને તેમના ફોર્મ રદ કરવાના ચૂંટણી અધિકારીના નિર્ણયને રદબાતલઠરાવવા અરજીમાં દાદ માંગવામાં આવી હતી. હાઇકોર્ટે સાફ્ ઇન્કાર કરી કલ્પક મણિયાર તથા અન્યો દ્વારા કરાયેલી રિટ અરજીઓ ફ્ગાવી દીધી હતી.

Ahmedabad: રાજકોટ બેંક ચૂંટણી ફોર્મ મુદ્દે થયેલી અરજી HCએ ફગાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનો વિવાદ ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. આ ચૂંટણીમાં સંસ્કાર પેનલના ચાર ઉમેદવારના ફોર્મ રદ કરવાના ચૂંટણી અધિકારીના નિર્ણયને પડકારતી કલ્પક મણિયાર તથા અન્યો દ્વારા કરાયેલી રિટ અરજીઓ ગુજરાત હાઇકોર્ટે આજે આકરા વલણ સાથે ફ્ગાવી દીધી હતી.

સંસ્કાર પેનલ તરફ્થી કલ્પક મણિયાર તથા અન્યો દ્વારા કરાયેલી રિટ અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી આગામી તા. 17મી નવેમ્બરના રોજ યોજાવા જઇ રહી છે પરંતુ આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર સંસ્કાર પેનલના ચાર ઉમેદવારોનું ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા ખોટી રીતે રદ કરવામાં આવ્યું છે. સસ્કાર પેનલના ચાર ઉમેદવારો અન્ય સહકારી બેંકમાં પણ મેમ્બરશીપ ધરાવતા હોવાના કારણસર તેઓના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. જો ચૂંટણી અધિકારીએ ડબલ મેમ્બરશીપના કારણોસર ફોર્મ રદ કરવા જ હોય તો સામાવાળાપક્ષ એવા સહકાર પેનલના ઉમેદવારો પણ આ પ્રકારે ડબલ મેમ્બરશીપ ધરાવતા હોવાનો આક્ષેપ સંસ્કાર પેનલના ઉમેદવારો તરફ્થી કરાયો હતો. અરજદારપક્ષ તરફ્થી તેઓના ફોર્મ પણ માન્ય રાખી તેઓને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા દેવા અને તેમના ફોર્મ રદ કરવાના ચૂંટણી અધિકારીના નિર્ણયને રદબાતલઠરાવવા અરજીમાં દાદ માંગવામાં આવી હતી. હાઇકોર્ટે સાફ્ ઇન્કાર કરી કલ્પક મણિયાર તથા અન્યો દ્વારા કરાયેલી રિટ અરજીઓ ફ્ગાવી દીધી હતી.