Ahmedabad: રાજકોટના જય સિયારામ પેંડા ફૂગવાળા નીકળતા ગ્રાહકે નોંધાવી ફરિયાદ

3 કિલો પેંડા ખોલતા પેંડા ફૂગવાળા નીકળ્યા ગ્રાહકે AMCમાં ઓનલાઈન ફરિયાદ કરાઈ AMC દ્વારા સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ અમદાવાદમાં ફરી એક વખત શહેરીજનને ફૂગવાળા પેંડા મળ્યા છે. પાલડીમાં આવેલ જય સિયારામ પેંડા વાળાના ત્યાંથી પેંડાની ખરીદી કરી હતી. ગત શનિવારે ખરીદેલા 3 કિલો પેંડા આજે ખોલતા તમામ પેંડા ફૂગવાળા નીકળ્યા હતા. શહેરમાં દિન-પ્રતિદિન ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં જીવજંતુઓ હોવાનું સામે આવી રહ્યું છે. ચીજ વસ્તુઓ લાંબા સમય સુધી સારી રહેતી ન હોવાના કારણે બગડી જતી હોવાના કિસ્સા પણ સામે આવતા હોય છે. ત્યારે શહેરના પાલડી વિસ્તારમાં શારદા મંદિર પાસે આવેલી જય સીયારામ પેંડાવાલા નામની દુકાનમાંથી ખરીદેલા 3 કિલો પેંડાના તમામ બોક્સમાં ફૂગવાળા પેંડા નીકળ્યા હતા. શનિવારે ખરીદેલા પેંડા આજે સવારે પેકેટ ખોલતાની સાથે જ તેમાં ફૂગ વળેલી હતી. મહિલા ગ્રાહકે નોંધાવી ફરિયાદ શહેરના પાલડી વિસ્તારમાં રહેતા એક મહિલાએ શનિવારે જુના શારદા મંદિર રોડ ઉપર પંચશીલ પાસે આવેલી જય સીયારામ પેંડાવાલા નામની પ્રખ્યાત મીઠાઈની દુકાનમાંથી 3 કિલો પેંડાના 6 બોક્સ લીધા હતા. આજે રક્ષાબંધનનો તહેવાર હોવાથી સવારે 10 વાગ્યાની આસપાસ જ્યારે તેઓએ પેંડાના બોક્સ ખોલ્યા તો તમામ પેંડા પર ફૂગ વળેલી જોવા મળી હતી. શનિવારે ખરીદેલા પેંડા સોમવારે ખોલતા ફૂગવાળા હતા. રક્ષાબંધનના તહેવાર માટે જે પેંડા ખરીદ્યા હતા તે ફૂગ વળી ગયેલા હતા તેથી તેઓએ બીજા પેંડા ખરીદવા પડ્યા હતા. મહિલાએ AMCમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવતા AMCએ સેમ્પલ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad: રાજકોટના જય સિયારામ પેંડા ફૂગવાળા નીકળતા ગ્રાહકે નોંધાવી ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 3 કિલો પેંડા ખોલતા પેંડા ફૂગવાળા નીકળ્યા
  • ગ્રાહકે AMCમાં ઓનલાઈન ફરિયાદ કરાઈ
  • AMC દ્વારા સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ

અમદાવાદમાં ફરી એક વખત શહેરીજનને ફૂગવાળા પેંડા મળ્યા છે. પાલડીમાં આવેલ જય સિયારામ પેંડા વાળાના ત્યાંથી પેંડાની ખરીદી કરી હતી. ગત શનિવારે ખરીદેલા 3 કિલો પેંડા આજે ખોલતા તમામ પેંડા ફૂગવાળા નીકળ્યા હતા.


શહેરમાં દિન-પ્રતિદિન ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં જીવજંતુઓ હોવાનું સામે આવી રહ્યું છે. ચીજ વસ્તુઓ લાંબા સમય સુધી સારી રહેતી ન હોવાના કારણે બગડી જતી હોવાના કિસ્સા પણ સામે આવતા હોય છે. ત્યારે શહેરના પાલડી વિસ્તારમાં શારદા મંદિર પાસે આવેલી જય સીયારામ પેંડાવાલા નામની દુકાનમાંથી ખરીદેલા 3 કિલો પેંડાના તમામ બોક્સમાં ફૂગવાળા પેંડા નીકળ્યા હતા. શનિવારે ખરીદેલા પેંડા આજે સવારે પેકેટ ખોલતાની સાથે જ તેમાં ફૂગ વળેલી હતી.

મહિલા ગ્રાહકે નોંધાવી ફરિયાદ

શહેરના પાલડી વિસ્તારમાં રહેતા એક મહિલાએ શનિવારે જુના શારદા મંદિર રોડ ઉપર પંચશીલ પાસે આવેલી જય સીયારામ પેંડાવાલા નામની પ્રખ્યાત મીઠાઈની દુકાનમાંથી 3 કિલો પેંડાના 6 બોક્સ લીધા હતા. આજે રક્ષાબંધનનો તહેવાર હોવાથી સવારે 10 વાગ્યાની આસપાસ જ્યારે તેઓએ પેંડાના બોક્સ ખોલ્યા તો તમામ પેંડા પર ફૂગ વળેલી જોવા મળી હતી. શનિવારે ખરીદેલા પેંડા સોમવારે ખોલતા ફૂગવાળા હતા. રક્ષાબંધનના તહેવાર માટે જે પેંડા ખરીદ્યા હતા તે ફૂગ વળી ગયેલા હતા તેથી તેઓએ બીજા પેંડા ખરીદવા પડ્યા હતા. મહિલાએ AMCમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવતા AMCએ સેમ્પલ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.