Ahmedabad પોલીસનો અનોખો અંદાજ, હળવી શૈલીમાં ટ્રાફિકના નિયમો સમજાવવાનો શહેરીજનોને પ્રયાસ
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમો લોકો સમજે તેને લઈ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્રારા હળવી શૈલીમાં સોશિયલ મીડિયા મારફતે નિયમો સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે,અલગ-અલગ થીમ અને પોસ્ટર મારફતે ટ્રાફિક પોલીસે નિયમો સમજાવવાનો પ્રયાસ કર્યો છે.અમદાવાદના શહેરીજનો ટ્રાફિકને લઈ જાગૃત થાય અને અકસ્માતો ઓછા થાય તેને લઈ શહેર ટ્રાફિક પોલીસ પણ જાગૃત છે અને લોકો સુધી પોઝિટિવ સંદેશો પહોંચાડી રહી છે. ટ્રાફિકના નિયમોનું કરો પાલન અમદાવાદ શહેર વિસ્તારની રીતે મોટો છે અને શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે જરૂરી છે.અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માતની સંખ્યા વધી રહી છે જેને લઈ ટ્રાફિક પોલીસ પણ જાગૃત થઈ છે,શહેરમાં હેલમેટ પહેરીને વાહન હંકારશો અને અકસ્માત થશે તો તમે તમારા જીવને બચાવી શકશો અને જલદીથી સાજા થઈ શકશો બીજી તરફ ટ્રાફિક સિગન્લ પર અલગ-અલગ લાઈટો હોય છે જેમાં રેડ લાઈડ સૂચવે છે કે તમે ઉભા રહો,યલો લાઈટ સૂચવે છે કે તમે થોડીક સેકન્ડમાં નિકળી જાવ અને ગ્રીન લાઈટ સૂચવે છે કે તમે આગળ નીકળો પરંતુ ઘણી વાર ટ્રાફિક સિગન્નલની લાઈટ મૂજબ લોકો પાલન કરતા નથી રેડ સિગ્નલમાં પણ લોકો વાહન હંકારતા હોય છે. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા સામે કડક કાર્યવાહીશહેરમાં છેલ્લા 7 મહિનામાં અકસ્માતથી થતા મોતનો આંકડો 25 ટકા સુધી ઘટ્યો છે. ત્યારે શહેરમાં ક્રાઈમના આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે. શહેરમાં પોલીસ ટ્રાફિક, હેલમેટ અને અન્ય નિયમોનું પાલન ન કરનારા સામે પણ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે ઓવર સ્પીડિંગ સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે અને ઓવર સ્પીડિંગ કરનારા પાસેથી રૂપિયા 10 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. 7 મહિનામાં રૂપિયા 38.74 કરોડ દંડની રકમ નિયમોનું ઉલ્લંઘન કરનારા પાસેથી વસૂલવામાં આવીશહેરમાં છેલ્લા 8 મહિનામાં રૂપિયા 38.74 કરોડ દંડની રકમ નિયમોનું ઉલ્લંઘન કરનારા પાસેથી વસૂલવામાં આવી છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે દંડની રકમમાં જંગી વધારો નોંધાયો છે અને બીજી તરફ શહેરમાં ટ્રાફિક, હેલમેટના નિયમોનું પાલન કરાવવા માટે પણ સખ્ત છે. અમદાવાદમાં ટ્રાફિકને લઈને હાઈકોર્ટે ઘણા પ્રશ્નો કર્યા છે. ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ અને રાજ્ય સરકારને આડેહાથ લીધી અને હાઈકોર્ટે સવાલ કર્યો કે ગુજરાતમાં હેલ્મેટના નિયમ છે ખરા? ટુ વ્હીલરચાલકો હેલ્મેટ પહેરતા નથી તેવુ ધ્યાનમાં આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -