Ahmedabad: દૂરંદેશીઃ ધોલેરા SIRમાં 15 વર્ષ પહેલાં જમીન સંપાદન, પાંચ વર્ષમાં સેમી હાઈસ્પીડ ટ્રેન દોડશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં મેટ્રો અને બુલેટ ટ્રેન સાથે હવે ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી ધોલેરા કનેક્ટિવિટી મળશે
109 કિમી ફેર લેન એક્સપ્રેસ-વેને સમાંતર 30 મીટરના પટ્ટાનું 15 વર્ષ પહેલાં સંપાદન પૂર્ણ
SIR: એક રૂપિયાની નવી જમીન સંપાદન કરવી પડશે નહીં, પ્રોજેક્ટ 2031 સુધીમાં પૂર્ણ થશે
મુસાફરો માટે ડબલ લાઈન રેલ સેવા અને માલવાહન માટે 'ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર' એક્ટિવેટ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં અમદાવાદના સરખેજથી ધોલેરા વચ્ચે સેમી હાઈ-સ્પીડ ડબલ લાઈન રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. 134 કિલોમીટરનો અને રૂ. 20,667 કરોડનો આ પ્રોજેક્ટ વર્ષ 2030-31 સુધીમાં, અર્થાત 2036ની ઓલિમ્પિક પહેલાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ ઝડપ પાછળ ધોલેરા-SIRની રચના સમયની દૂરંદેશી સૌથી મોટું પરિબળ છે. 15 વર્ષ પહેલાં જ્યારે ધોલેરા-SIRમાં ટાઉન પ્લાનિંગ થયું ત્યારે જ આઠ લેન એક્સપ્રેસ-વેને સમાંતર 30 મીટર પહોળાઈની જગ્યા રેલ નેટવર્ક માટે સંપાદિત કરી લેવાઈ હતી. આથી, આગામી પાંચ જ વર્ષમાં આ ક્ષેત્રમાં રેલવેના પાટા બિછાવીને સેમી હાઈ-સ્પીડ ટ્રેન દોડતી થઈ જશે.
દોઢ દાયકા પૂર્વે ધોલેરા-SIRની રચના સમયે જ આ ક્ષેત્રને મેટ્રો સર્વિસ સાથે જોડવાના હેતુથી સરકારે જમીન સંપાદન કરી લીધું હોવાથી આ પ્રોજેક્ટમાં જમીન માટે વધારાનું રોકાણ કરવું પડશે નહીં. મોટાભાગના પ્રોજેક્ટ જમીન સંપાદનને કારણે વિલંબિત થતા હોય છે, પરંતુ અહીં એવો કોઈ પડકાર નથી. અમદાવાદના ગાંધીગ્રામ રેલવે સ્ટેશને મેટ્રો અને સાબરમતીમાં બુલેટ ટ્રેન સાથે સાંકળતી આ સેમી હાઈ-સ્પીડ રેલ SIRમાં સાત રેલવે સ્ટેશન થઈને ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરિટાઈમ કોમ્પ્લેક્સ સુધી વિસ્તરશે. મુસાફરો માટેની સેવા ઉપરાંત અહીં માલસામાનની હેરફેર માટે ભાવનગર અને પીપાવવાવ બંદર સાથે કનેક્ટેડ 'ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર' પહેલેથી કાર્યરત છે. પ્રતિ કલાક 220 કિમીની ઝડપ ધરાવનાર આ રેલવેને ભવિષ્યમાં ભાવનગર સાથે જોડાશે. ભારતનો આ સર્વપ્રથમ સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ છે.
સરખેજથી ધોલેરા માત્ર 34 મિનિટમાં જ અને સાબરમતીથી ધોલેરા 48 મિનિટમાં પહોંચાશે
અમદાવાદઃ ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઈન પ્રોજેક્ટ 'ફ્યુચર કોરિડોર' તરીકે ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓ માટે ગેમચેન્જર બનશે. 134 કિમી લાંબા રૂટ પર 220 કિમીની ઝડપે ટ્રેન દોડતા સરખેજથી ધોલેરા માત્ર 34 મિનિટમાં પહોંચાશે. આ પ્રોજેક્ટથી એસજી હાઈવેનો ટ્રાફ્કિ હળવો થશે અને લોથલ હેરિટેજ ટૂરિઝમને વેગ મળશે. સાબરમતી ખાતે આ લાઈન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે જોડાશે, જેનાથી અમદાવાદ, મુંબઈ અને ધોલેરા વચ્ચે હાઈ-સ્પીડ નેટવર્ક ઊભું થશે. 'ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર' (DFC) સાથેના જોડાણથી ઉદ્યોગોને માલસામાનની હેરફેર માટે ઝડપી સુવિધા મળશે, જે ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વધુ મજબૂત બનાવશે. આમ, આ પ્રોજેક્ટ ગુજરાતને અદ્યતન ટ્રાન્સપોર્ટ હબ તરીકે સ્થાપિત કરશે.
આર્થિક-સામાજિક બદલાવ થકી ભૌગોલિક અસમાનતા દૂર થશે
920 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું ધોલેરા-SIRએ સિંગાપોર કરતા મોટું અને અમદાવાદ શહેરથી લગભગ બમણું છે. દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર (DMIC) ના મહત્વના ભાગ એવા ધોલેરા-SIRને વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્થાપિત કરવા અત્યાર સુધીમાં અહીં રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક ઝોન માટે સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે. આધુનિક ડ્રેનેજ, ગેસ લાઈન અને ICT બેઝ્ડ વ્યવસ્થા ધરાવતા આ ગ્રીનફ્લ્ડિ શહેરમાં હાલ સેમીકન્ડક્ટર, ડિફેન્સ, એરોસ્પેસ અને રિન્યુએબલ એનર્જી જેવા હાઈ-ટેક ઉદ્યોગોએ રોકાણ કર્યું છે. આવનારા 5-7 વર્ષમાં આ પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર-અમદાવાદને જોડતા વિસ્તારની ભૌગોલિક અસમાનતા દૂર કરશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

