Ahmedabad: કંપનીએ નંબરપ્લેટમાં આલ્ફાબેટિક શબ્દો અલગ કરી દીધા છતાં તંત્રની ચૂપકીદી
ટુવ્હીલર સહિતના વાહનોમાં નંબર પ્લેટમાં નિયમો નેવે મૂકી આલ્ફાબેટિક નંબરો અલગ અલગ લખવામાં આવતા હોવા છતાં વાહન વ્યવહાર વિભાગ ચૂપકિદી સેવી રહ્યું છે. જેના લીધે હાલ ટુ-વ્હીલર સહિતના વાહનોમાં અકસ્માત વખતે વાહનના નંબરની ઓળખ કરવામાં લોકોને મુશ્કેલી પડે છે.પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, નિયમ-50(3)(1)નું ઉલ્લંઘન છતાં વિભાગની ચૂપકિદી રહેતા હવે સરકારમાં રજૂઆત કરી છે. વાહનોમાં નંબર પ્લેટ ફીટ કરતી કંપની પોતાની મનમાની કરે છે. અગાઉની નંબર પ્લેટમાં આલ્ફાબેટિક શબ્દો એક જોડે રહેતા હતાં. છેલ્લા કેટલાક સમયથી શબ્દો અલગ અલગ કરી દેવાયા છે. આમ છતાં રાજ્યની 38 આરટીઓમાંથી એક પણ આરટીઓએ નંબર પ્લેટ નિયમ વિરુદ્ધ હોવાનો એકેય કેસ કર્યો નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ટુવ્હીલર સહિતના વાહનોમાં નંબર પ્લેટમાં નિયમો નેવે મૂકી આલ્ફાબેટિક નંબરો અલગ અલગ લખવામાં આવતા હોવા છતાં વાહન વ્યવહાર વિભાગ ચૂપકિદી સેવી રહ્યું છે. જેના લીધે હાલ ટુ-વ્હીલર સહિતના વાહનોમાં અકસ્માત વખતે વાહનના નંબરની ઓળખ કરવામાં લોકોને મુશ્કેલી પડે છે.
પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, નિયમ-50(3)(1)નું ઉલ્લંઘન છતાં વિભાગની ચૂપકિદી રહેતા હવે સરકારમાં રજૂઆત કરી છે. વાહનોમાં નંબર પ્લેટ ફીટ કરતી કંપની પોતાની મનમાની કરે છે. અગાઉની નંબર પ્લેટમાં આલ્ફાબેટિક શબ્દો એક જોડે રહેતા હતાં. છેલ્લા કેટલાક સમયથી શબ્દો અલગ અલગ કરી દેવાયા છે. આમ છતાં રાજ્યની 38 આરટીઓમાંથી એક પણ આરટીઓએ નંબર પ્લેટ નિયમ વિરુદ્ધ હોવાનો એકેય કેસ કર્યો નથી.