Ahmedabad: ઔડાએ રિંગ રોડ પર કચરો ફેંકતા એકમો સામે મોટા ઉપાડે શરૂ
શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા રીંગ રોડ પર મોટા ઉપાડે કચરો ફેંકતા એકમો સામે શરૂ કરાયેલી દંડની કામગીરી હાલ ધીમી પડી ગઇ છે. S P રીંગરોડ પર કચરો ફેંકી ગંદકી કરતા એકમોને દંડ તો ફટાકરી દીધો છે. પરંતુ આમાંથી કેટલાક એકમોના માલિકો તો દંડ ભરવા જ આવ્યા નથી અને કેટલાક દંડ ભરવામાં કકળાટ કરે છે અને આવી રીતે આડેધડ દંડ ફટાકરવાની કાર્યવાહી સામે વાંધો પણ લીધો છે.ઔડા પાસે પૂરતુ મહેકમ અને આયોજન નહીં હોવાથી નિયમિત કાર્યવાહી પણ થઇ શકતી નથી. અમદાવાદની ફરતે S P રીંગરોડ અને તેની આસપાસ ધમધમી રહેલા વિવિધ પ્રકારના એકમો દ્વારા આડેધડ કચરો ફેંકી ગંદકી કરાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ સમગ્ર વિસ્તાર મ્યુનિ.કોર્પોરેશનની હદ બહાર હોવાથી કોઇ કાર્યવાહી થતી નહતી. દરમિયાન ઔડાના નવા CEO ની અધ્યક્ષતામાં મળેલી ગત બોર્ડ મિટીંગમાં રીંગ રોડ પર કચરો ફેકનાર એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવા નિર્ણય લેવાયો હતો. કાર્યવાહી માટે વિશેષ મહેકમ સહિતની વ્યવસ્થા પછી કામગીરી શરુ કરવાની હતી. પરંતુ ઔડાના સત્તાધીશોએ ઉતાવળે કાર્યવાહી કરી કચરો ફેકનાર એકમોને નોટીસ ફટકારી હતી. બીજીતરફ નોટીસ બાદ કેટલાક એકમોના માલિકોએ વિરોધ કર્યો હતો. દિવાળી પહેલા ઇસ્યુ કરાયેલી નોટીસ પછી પણ કેટલાક એકમોએ હજી સુધી દંડની રકમ ભરી નથી. એટલું જ નહીં ઔડામાં સફાઇ અભિયાન માટે પૂરતો સ્ટાફ નહીં હોવાથી કામગીરી પણ ધીમી થઇ પડી ગઇ છે. સ્થાનિકોએે કહ્યું કે, રીંગરોડ પર પ્રથમવાર કાર્યવાહી શરુ કરાઇ હોવાથી પૂરતુ આયોજન હોવું જોઇએ. એકલદોકલ કર્મચારીને એકમનો માલિકો ગણકારતા નથી. જેથી ઔડા દ્વારા કડક કાર્યવાહી કરાય તો જ કચરો ફેકનાર એકમો ગંદકી કરતા અટકશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -