Ahmedabad: ઓનલાઈન લૂંટના આરોપીઓ પોલીસના સકંજામાં, યુવકને ટાર્ગેટ કરી ચલાવી હતી લૂંટ
અમદાવાદમાં ઓનલાઈન લૂંટના આરોપી ઝડપાયા છે. બોડકદેવ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. સ્વપ્નિલ દેસાઈ, આર્યન દેસાઈ, આયુષ રબારીની ધરપકડ પોલીસે કરી છે. આ આરોપીઓ એપ્લિકેશન મારફતે યુવકને ટાર્ગેટ કરી લૂંટ ચલાવી હતી અને ગૂગલ પેના સ્કેનરથી રૂપિયા 40 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા.આરોપીએ એપ્લિકેશનના માધ્યમથી એક યુવકને મળી તેનું અપહરણ કરી લૂંટી લીધો હાલમાં આરોપી સ્વપ્નિલ દેસાઈ, આયુષ રબારી અને આર્યન દેસાઈ બોડકદેવ પોલીસની ગીરફતમાં આવ્યા છે અને લૂંટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ એપ્લિકેશનના માધ્યમથી એક યુવકને મળી તેનું અપહરણ કરી લૂંટી લીધો હતો. ઘટનાની વાત કરીએ તો જૂનાગઢનો રહેવાસી પૂજન વસોયા થલતેજ મિત્રો સાથે ભાડે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 8 સપ્ટેમ્બરની રાત્રે પૂજન જમીને સિંધુભવન રોડ પર બેસવા જઈ રહ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી ત્યારે બાગબાન ચાર રસ્તા પાસે એક કાર ઉભી હતી, તે કારના ચાલકે પૂજનનો હાથ ખેંચી તેને જબરજસ્તી ગાડીમાં બેસાડી લઈ ગયા હતા. રસ્તામાં ત્રણેય આરોપીએ પૂજનને માર મારી અવાવરૂ જગ્યાએ ગાડી ઉભી રાખી પૈસાની માંગણી કરી અને રોકડ પૈસા ન મળતા તેનો ફોન લઈ અને ગૂગલ પેનો પાસવર્ડ જાણી રૂપિયા 40,000 ટ્રાન્સફર કરી લીધા હતા. ત્યારબાદ પૂજનને ગાડીમાંથી ઉતારી ત્રણેય ભાગી ગયા હતા. આ કેસમાં પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી સ્વપ્નિલ દેસાઈ મહેસાણાનો રહેવાસી પકડાયેલ મુખ્ય આરોપી સ્વપ્નિલ દેસાઈ મહેસાણાનો રહેવાસી છે, આયુષ રબારી વડગામ અને આયર્ન દેસાઈ ગાંધીનગરનો રહેવાસી છે. આ ત્રણેય આરોપી મોજશોખ કરવા અને સેલિબ્રિટી જેવી લાઈફ જીવવા માટે વેબ સિરીઝ જોઈને લોકોને આ રીતે લૂંટતા હતા. પોલીસ તપાસમાં ડેટિંગ એપ્લિકેશન માધ્યમથી મિત્રતા કરી આરોપીઓ અનેક લોકો પાસે પૈસા પડાવ્યા હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી બોડકદેવ પોલીસે ત્રણેયની ધરપકડ કરી અન્ય કેટલા લોકોને ટાર્ગેટ કરી પૈસા પડાવ્યા છે, તે દિશામાં તપાસ શરૂ કરી છે. ત્યારે ડેટિંગ એપ્લિકેશનથી અનેક લોકો સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસ આરોપીઓના મોબાઈલ ફોનની તપાસ કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ઓનલાઈન લૂંટના આરોપી ઝડપાયા છે. બોડકદેવ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. સ્વપ્નિલ દેસાઈ, આર્યન દેસાઈ, આયુષ રબારીની ધરપકડ પોલીસે કરી છે. આ આરોપીઓ એપ્લિકેશન મારફતે યુવકને ટાર્ગેટ કરી લૂંટ ચલાવી હતી અને ગૂગલ પેના સ્કેનરથી રૂપિયા 40 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા.
આરોપીએ એપ્લિકેશનના માધ્યમથી એક યુવકને મળી તેનું અપહરણ કરી લૂંટી લીધો
હાલમાં આરોપી સ્વપ્નિલ દેસાઈ, આયુષ રબારી અને આર્યન દેસાઈ બોડકદેવ પોલીસની ગીરફતમાં આવ્યા છે અને લૂંટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ એપ્લિકેશનના માધ્યમથી એક યુવકને મળી તેનું અપહરણ કરી લૂંટી લીધો હતો. ઘટનાની વાત કરીએ તો જૂનાગઢનો રહેવાસી પૂજન વસોયા થલતેજ મિત્રો સાથે ભાડે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 8 સપ્ટેમ્બરની રાત્રે પૂજન જમીને સિંધુભવન રોડ પર બેસવા જઈ રહ્યો હતો.
પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી
ત્યારે બાગબાન ચાર રસ્તા પાસે એક કાર ઉભી હતી, તે કારના ચાલકે પૂજનનો હાથ ખેંચી તેને જબરજસ્તી ગાડીમાં બેસાડી લઈ ગયા હતા. રસ્તામાં ત્રણેય આરોપીએ પૂજનને માર મારી અવાવરૂ જગ્યાએ ગાડી ઉભી રાખી પૈસાની માંગણી કરી અને રોકડ પૈસા ન મળતા તેનો ફોન લઈ અને ગૂગલ પેનો પાસવર્ડ જાણી રૂપિયા 40,000 ટ્રાન્સફર કરી લીધા હતા. ત્યારબાદ પૂજનને ગાડીમાંથી ઉતારી ત્રણેય ભાગી ગયા હતા. આ કેસમાં પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.
મુખ્ય આરોપી સ્વપ્નિલ દેસાઈ મહેસાણાનો રહેવાસી
પકડાયેલ મુખ્ય આરોપી સ્વપ્નિલ દેસાઈ મહેસાણાનો રહેવાસી છે, આયુષ રબારી વડગામ અને આયર્ન દેસાઈ ગાંધીનગરનો રહેવાસી છે. આ ત્રણેય આરોપી મોજશોખ કરવા અને સેલિબ્રિટી જેવી લાઈફ જીવવા માટે વેબ સિરીઝ જોઈને લોકોને આ રીતે લૂંટતા હતા. પોલીસ તપાસમાં ડેટિંગ એપ્લિકેશન માધ્યમથી મિત્રતા કરી આરોપીઓ અનેક લોકો પાસે પૈસા પડાવ્યા હોવાનું પોલીસનું અનુમાન છે.
પોલીસે વધુ તપાસ શરૂ કરી
બોડકદેવ પોલીસે ત્રણેયની ધરપકડ કરી અન્ય કેટલા લોકોને ટાર્ગેટ કરી પૈસા પડાવ્યા છે, તે દિશામાં તપાસ શરૂ કરી છે. ત્યારે ડેટિંગ એપ્લિકેશનથી અનેક લોકો સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસ આરોપીઓના મોબાઈલ ફોનની તપાસ કરી રહ્યા છે.