Ahmedabad: એરપોર્ટ ઉપર સફાઇ માટે વધુ 6 નવા ઇન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ્સ મુકાયા

અમદાવાદ એરપોર્ટ પર સફાઇના કામને વધુ અસરકારક બનાવવા માટે વધુ 6 નવા ઇન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ્સ મુકવામાં આવ્યા છે. ભારતમાં નિર્મિત આ રોબોર્ટ્સ 360 ડિગ્રી સુધી ખુણે- ખુણામાં સફાઇ કરી શકે છે. દર કલાકે 13 હજાર સ્કવેર ફીટ વિસ્તારની સફાઇ કરવામાં કુશળ આ મશીન સિંગલ ચાર્જમાં સતત 8 કલાક કામ કરી શકે છે.આમ હવે અમદાવાદ એરપોર્ટ ઉપર સ્વચાલિત 10 સફાઇ મશીનો વડે 24 કલાક સાફ-સફાઇની કામગીરી કરવામાં આવશે.ટર્મિનલ- 1 અને ટર્મિનલ-2 ઉપર અગાઉ બે-બે મળીને કુલ ચાર આવા સફાઇના મશીનો મુકવામાં આવ્યા હતા. તેની પ્રાયોગિક ધોરણની સફળતાને જોતા હવે એરપોર્ટ ઓથોરિટી દ્વારા વધુ નવા 6 મશીનો વસાવીને બંને ટર્મિનલ પર પાંચ-પાંચ મશીનો મુકીને સફાઇ કામગીરીમાં જોતરવામાં આવ્યા છે. આ મશીનમાં અધતન સેન્સન મશીનો લાગેલા હોવાથી મુસાફરોને કોઇપણ પ્રકારની અડચણ નહીં થાય કે મુસાફર સાથે અથડાશે પણ નહીં. ઇકો ફ્રેન્ડલી હોવાની સાથે ઓછા સમયમાં વધુ સારુ કામ કરવાની આ મશીનોની ખાસિયત છે.એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ આ સફાઇ મશીનને રિચાર્જ કરવા માટે 6 કલાકનો સમય લાગે છે. તેની સામે આઠ કલાક આ મશીન સફાઇનું કામ કરે છે. સફાઇ કાર્યો, સ્ક્રબિંગ સુકવવા અને એમ્પોમ્બ મોપિંગ માટે પણ સજ્જ છે. બ્લૂટૂથ ,વાઇફાઇ સાથે સમાર્ટફોન કે ટેબ્લેટ દ્વારા રિમોટથી નિયંત્રિત કરી શકાય છે. એરપોર્ટ પર મેન્યુઅલીને બદલે અધતન સાધનોથી સફાઇ કરવાની આ ટેકનીક મુસાફરો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. એરપોર્ટ ટર્મિનલ પર વધુ સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે તે માટેના આ પ્રયાસો થઇ રહ્યા છે.

Ahmedabad: એરપોર્ટ ઉપર સફાઇ માટે વધુ 6 નવા ઇન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ્સ મુકાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ એરપોર્ટ પર સફાઇના કામને વધુ અસરકારક બનાવવા માટે વધુ 6 નવા ઇન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ્સ મુકવામાં આવ્યા છે. ભારતમાં નિર્મિત આ રોબોર્ટ્સ 360 ડિગ્રી સુધી ખુણે- ખુણામાં સફાઇ કરી શકે છે. દર કલાકે 13 હજાર સ્કવેર ફીટ વિસ્તારની સફાઇ કરવામાં કુશળ આ મશીન સિંગલ ચાર્જમાં સતત 8 કલાક કામ કરી શકે છે.

આમ હવે અમદાવાદ એરપોર્ટ ઉપર સ્વચાલિત 10 સફાઇ મશીનો વડે 24 કલાક સાફ-સફાઇની કામગીરી કરવામાં આવશે.ટર્મિનલ- 1 અને ટર્મિનલ-2 ઉપર અગાઉ બે-બે મળીને કુલ ચાર આવા સફાઇના મશીનો મુકવામાં આવ્યા હતા. તેની પ્રાયોગિક ધોરણની સફળતાને જોતા હવે એરપોર્ટ ઓથોરિટી દ્વારા વધુ નવા 6 મશીનો વસાવીને બંને ટર્મિનલ પર પાંચ-પાંચ મશીનો મુકીને સફાઇ કામગીરીમાં જોતરવામાં આવ્યા છે.

આ મશીનમાં અધતન સેન્સન મશીનો લાગેલા હોવાથી મુસાફરોને કોઇપણ પ્રકારની અડચણ નહીં થાય કે મુસાફર સાથે અથડાશે પણ નહીં. ઇકો ફ્રેન્ડલી હોવાની સાથે ઓછા સમયમાં વધુ સારુ કામ કરવાની આ મશીનોની ખાસિયત છે.એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ આ સફાઇ મશીનને રિચાર્જ કરવા માટે 6 કલાકનો સમય લાગે છે. તેની સામે આઠ કલાક આ મશીન સફાઇનું કામ કરે છે. સફાઇ કાર્યો, સ્ક્રબિંગ સુકવવા અને એમ્પોમ્બ મોપિંગ માટે પણ સજ્જ છે. બ્લૂટૂથ ,વાઇફાઇ સાથે સમાર્ટફોન કે ટેબ્લેટ દ્વારા રિમોટથી નિયંત્રિત કરી શકાય છે. એરપોર્ટ પર મેન્યુઅલીને બદલે અધતન સાધનોથી સફાઇ કરવાની આ ટેકનીક મુસાફરો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. એરપોર્ટ ટર્મિનલ પર વધુ સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે તે માટેના આ પ્રયાસો થઇ રહ્યા છે.