Ahmedabad: અમદાવાદ ચૂંટણીમાં ભાજપનો વિજય પણ ખાડિયામાં હાર

Apr 29, 2026 - 06:30
Ahmedabad: અમદાવાદ ચૂંટણીમાં ભાજપનો વિજય પણ ખાડિયામાં હાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની વાસણા અને થલતેજ બેઠક ભાજપને બિનહરીફ તરીકે મળ્યા બાદ બાકી રહેલી 190 બેઠકો માટે 652 ઉમેદવારો મેદાનમાં હતાં. જેના માટે તા.26મી એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીમાં 4257 મતદાન મથકો પરથી 51.81 ટકા મતદાન થયું હતું. જેની આજરોજ મતગણતરી શરૂ થતાં પ્રથમ જોધપૂરવોર્ડનું પરિણામ જાહેર થયું હતું. આ પછી એક પછી એક વોર્ડના પરિણામમાં ભાજપને 160 બેઠકો મળવના આનંદ વચ્ચે ઇતિહાસમાં પ્રથમવાર ખાડિયાવોર્ડ મુસ્લીમ ઉમેદવાર સાથે કોંગ્રેસે બેઠક હસ્તગત કર્યાના ચોંકવનાર સમાચારથી ભાજપ છાવણીમાં સોંપો પડી ગયો હતો. સરસપુર અને બાપુનગર વોર્ડમાંથી ભાજપ પાસેથી કોંગ્રેસે બેઠક આંચકી તો શાહપૂર અને ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસની બે બેઠકો ભાજપે આંચકી લીધી છે. મ્યુનિ.ના 16,500 કરોડ બજેટના વહીવટ માટે ભાજપની વિવિધ કમિટીઓ બનશે. વર્ષ-2021માં 159 ભાજપ, 25 કોંગ્રેસ, 7 AIMM,1 અપક્ષની સામે વર્ષ-2026માં 160 બેઠક ભાજપ અને 32 બેઠક કોંગ્રેસને મળી છે. આ સિવાયAIMMઅને અપક્ષનો સફાયો થયો છે. એએમસીની ચૂંટણીમાં આ વખતે ભાજપે 192 બેઠકોમાંથી ગત ટર્મના 39 ઉમેદવારોનેફરી તક આપીને 118 કોર્પોરેટરોને પડતા મૂકયા હતાં. ચૂંટણીમાં ગત વર્ષના રિપીટ 39માંથી 38 ઉમેદવારો જીત્યા છે, જ્યારે ખાડિયામાં સ્થાનિક નેતાઓના બેફાર્મ નિવેદનો બદલ ભાજપના ઉમેદવાર પકંજ ભટ્ટનો કારમો પરાજય થયો છે. આ ચૂંટણીમાં ખાડિયા વોર્ડની બેઠક જીતવાનો કોંગ્રેસને આનંદ વધુ છે. બાકીના વોર્ડમાં ભાજપના રિપિટી તમામ કોર્પોરેટરો જીત્યા છે. ઉલ્લેખનિય છે કે ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિતના આગેવાનોએ પાકિસ્તાન અને કતલખાનાનું ગતકડું ફરી ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મૂક્યું હતું. પરંતુ સ્થાનિક પ્રજાએ બિનજરૂરી નિવેદનો સાંભળ્યા પણ મત વખતે ઉમેદવારોને ધ્યાનમાં રાખી મત આપતા ભાજપને પેનલને હારનો સામનો કરવો પડયો છે અને કોંગ્રેસની પેનલનો 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર જીતી છે. હવે ખાડિયામાં ધારાસભ્ય અને કોર્પોરેટરો પણ કોંગ્રેસના રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0