Ahmedabad:શહેરી સોસાયટીઓમાં ભૂગર્ભ જળસંચયમાં MLA ગ્રાન્ટમાંથી 20% લોક ફાળો મળશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના શહેરી વિકાસ વિભાગે ખાનગી સોસાયટી, હાઉસિંગ બોર્ડની વસાહતો અને રહેણાંક ફ્લેટના રહેવાસીઓ ભૂગર્ભ જળસંચય કરી શકે તે માટે જનભાગીદારી હેઠળની યોજનાઓમાં ધારાસભ્યોને પોતાના સ્થાનિક વિકાસ માટેના ફંડમાંથી 20ટકા લોક ફાળો આપવાની મંજૂરી આપી છે. અત્યાર સુધી MLA ફંડમાંથી માત્ર 10 ટકા રકમ મળતી હતી. આથી, નાગરીકોને લોકફાળામાં ખુટતા 10 ટકા રકમ પોતાના ખિસ્સામાંથી આપવી પડતી હતી. જેના બદલે હવે તમામ ખર્ચ સરકારી રાહે ઉપલબ્ધ થશે.
સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના જનભાગીદારી ઘટક હેઠળ ચાલતી ઉક્ત સ્કિમમાં 80 ટકા રકમ સરકાર દ્વારા ચુકાવાય છે જ્યારે બાકીના 20 ટકા રકમ સ્થાનિકો દ્વારા લોકફાળા સ્વરૂપે લેવામાં આવે છે. બાકીના 20 ટકા લોક ફાળામાં ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી અત્યાર સુધી 10 ટકા રકમ ફાળવાની છુટ હતી. પરંતુ, શહેરોમાં કેટલાક રહેણાંક ક્ષેત્રોમાં આ યોજના હેઠળના લાભ વ્યાપક બને તેના માટે સ્થાનિક રહીશોની માંગણીઓને પગલે સરકારે 80:20 સ્કિમમાં ધારાસભ્યાની ગ્રાન્ટમાંથી લોક ફાળા માટે 20 ટકા રકમ ફાળવવાની મંજૂરી આપી છે. સામાન્ય વહીવટ વિભાગે 10મી સપ્ટેમ્બરે પ્રસિદ્ધ કરેલા ઠરાવમાં કહેવાયુ છે કે, ખાનગી સોસાયટીમાં, હાઉસિંગ બોર્ડની વસાહતો અને રહેણાંક ફ્લેટના રહેવાસીઓએ ભૂગર્ભ જળના સંચય માટે પરકોલેશન વેલ, ખંભાતી કૂવા, રૂફ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, જૂના બોરવેલ હોય તો તેને રિચાર્જ કરવા જેવા રેઈન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરવા માટે ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી 20 ટકા સુધીનો લોકફાળો ફાળવી શકાશે.
ઉલ્લેખનીય છે કે, રેઈન વોટર હાર્વેસ્ટિંગના કામો સૌથી વધુ સુરત શહેરમાં થયા છે. શહેરોમાં વરસાદી પાણી પોતાના જ ક્ષેત્રોમાં ભૂર્ગભમાં ઉતરી શકે અને જમીનની ક્ષમતા, વાતાવરણથી લઈને પાણી સંદર્ભે ભવિષ્યના પડકારોને પહોંચી શકાય તેના માટે અમદાવાદ સહિતના ઉત્તર ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રના શહેરોમાંથી યોજનાના અમલ માટે ડિમાન્ડ થઈ રહી છે.
What's Your Reaction?






