Ahmedabadમાં સ્કૂલ રીક્ષાચાલકની બેદરકારીથી સર્જાયો અકસ્માત, દારૂના નશામાં બની ગંભીર ઘટના
અમદાવાદમાં સ્કૂલ રીક્ષાચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે,જેમા ગોદરેજ ગાર્ડન સિટી નજીક ગ્લોબલ સ્કૂલ પાસે રીક્ષા પલટી ગઈ હતી જેમાં દારૂના નશામાં સ્કૂલ રીક્ષાચાલકે રીક્ષા હંકારતા ઘટના બની હતી આ સમગ્ર ઘટનામાં બે બાળક સહિત વાલી ઈજાગ્રસ્ત થતા હતા તો રીક્ષાનો ડ્રાઈવર પણ ઈજાગ્રસ્ત થયો હોવાની વાતા સામે આવી છે. ઘટનામાં 2 બાળક અને વાલી ઈજાગ્રસ્ત અમદાવાદના પોશ વિસ્તારમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં રીક્ષા ચાલક નશાની હાલતમાં હતો અને તેને ભાન પણ ન હતુ અને રીક્ષા પલટી મારી ગઈ હતી,બાળકો રીક્ષામાં સવાર હતા અને રીક્ષા પલટી મારી ગઈ હતી જેમાં બાળકો પણ દબાઈ ગયા હતા,રોડ પર લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને સ્થાનિકોએ બાળકોને રીક્ષાની નીચેથી બહાર કાઢયા હતા,ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા,રીક્ષા ચાલક નશામાં હોવાથી તેને પણ કઈ ભાન હતું નહી અને રોડની સાઈડમાં પડયો હતો. પોલીસે પણ તપાસ કરી પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે,સાથે સાથે લોકોએ રીક્ષાને ઉંચકીને સાઈડમાં મૂકી હતી,દારૂના નશામાં ભાન નહી હોવાથી આવી ઘટનાઓ બને છે,આ તો સારૂ છે કે કોઈનું મોત થયું નથી,જો કોઈનું મોત થયું હોત તો શું થાત જરા વિચારી લો,રીક્ષા ચાલક જરા શાનમાં સમજી જાવ જો આવી રીતે નશો કરીને રીક્ષા હંકારશો તો તમે તમારો જીવ અને અન્યનો જીવ જરૂરમાં જોખમમાં મૂકશો અને પોલીસ કાર્યવાહી કરશે અને તમને જેલ થશે એ તો અલગથી. લોકોમાં દોડધામ મચી રીક્ષા રોડ પરથી પસાર થઈ રહી હતી અને અચાનક પલટી મારી ગઈ લોકોને પહેલા તો એમ થયું કે કોઈ વાહન ટક્કર મારીને ભાગી ગયુ હશે પરંતુ જયારે લોકો રીક્ષા ઉભી કરવા પહોંચ્યા ત્યારે ખબર પડી કે રીક્ષાનો ડ્રાઈવર જ નશામાં હતો અને તેના પાપે આ ઘટના બની છે,ત્યારે લોકોએ રોડ પર ટ્રાફિક ના સર્જાય તેને લઈ રીક્ષા ઉભી કરીને ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડયા હતા,પોલીસ આવા રીક્ષા ચાલકોને કાયદાનો પાઠ ભણાવો નહીતર દારૂ પીને અકસ્માત સર્જવાનું ચાલું જ રાખશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં સ્કૂલ રીક્ષાચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે,જેમા ગોદરેજ ગાર્ડન સિટી નજીક ગ્લોબલ સ્કૂલ પાસે રીક્ષા પલટી ગઈ હતી જેમાં દારૂના નશામાં સ્કૂલ રીક્ષાચાલકે રીક્ષા હંકારતા ઘટના બની હતી આ સમગ્ર ઘટનામાં બે બાળક સહિત વાલી ઈજાગ્રસ્ત થતા હતા તો રીક્ષાનો ડ્રાઈવર પણ ઈજાગ્રસ્ત થયો હોવાની વાતા સામે આવી છે.
ઘટનામાં 2 બાળક અને વાલી ઈજાગ્રસ્ત
અમદાવાદના પોશ વિસ્તારમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં રીક્ષા ચાલક નશાની હાલતમાં હતો અને તેને ભાન પણ ન હતુ અને રીક્ષા પલટી મારી ગઈ હતી,બાળકો રીક્ષામાં સવાર હતા અને રીક્ષા પલટી મારી ગઈ હતી જેમાં બાળકો પણ દબાઈ ગયા હતા,રોડ પર લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને સ્થાનિકોએ બાળકોને રીક્ષાની નીચેથી બહાર કાઢયા હતા,ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા,રીક્ષા ચાલક નશામાં હોવાથી તેને પણ કઈ ભાન હતું નહી અને રોડની સાઈડમાં પડયો હતો.
પોલીસે પણ તપાસ કરી
પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે,સાથે સાથે લોકોએ રીક્ષાને ઉંચકીને સાઈડમાં મૂકી હતી,દારૂના નશામાં ભાન નહી હોવાથી આવી ઘટનાઓ બને છે,આ તો સારૂ છે કે કોઈનું મોત થયું નથી,જો કોઈનું મોત થયું હોત તો શું થાત જરા વિચારી લો,રીક્ષા ચાલક જરા શાનમાં સમજી જાવ જો આવી રીતે નશો કરીને રીક્ષા હંકારશો તો તમે તમારો જીવ અને અન્યનો જીવ જરૂરમાં જોખમમાં મૂકશો અને પોલીસ કાર્યવાહી કરશે અને તમને જેલ થશે એ તો અલગથી.
લોકોમાં દોડધામ મચી
રીક્ષા રોડ પરથી પસાર થઈ રહી હતી અને અચાનક પલટી મારી ગઈ લોકોને પહેલા તો એમ થયું કે કોઈ વાહન ટક્કર મારીને ભાગી ગયુ હશે પરંતુ જયારે લોકો રીક્ષા ઉભી કરવા પહોંચ્યા ત્યારે ખબર પડી કે રીક્ષાનો ડ્રાઈવર જ નશામાં હતો અને તેના પાપે આ ઘટના બની છે,ત્યારે લોકોએ રોડ પર ટ્રાફિક ના સર્જાય તેને લઈ રીક્ષા ઉભી કરીને ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડયા હતા,પોલીસ આવા રીક્ષા ચાલકોને કાયદાનો પાઠ ભણાવો નહીતર દારૂ પીને અકસ્માત સર્જવાનું ચાલું જ રાખશે.