Ahmedabadમાં જુદી-જુદી એજન્સીઓના અધિકારી તરીકે ઓળખ આપી છેતરપિંડી આચરનાર ઝડપાયો, થયા ખુલાસા
જુદી જુદી એજન્સીઓના અધિકારી હોવાની ઓળખ આપી છેતરપિંડી કરતા આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.આરોપી વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ ચાર ગુના નોંધાયા હતા.છેલ્લા દોઢ મહિનાથી ફરાર આરોપીની હરિયાણાના કરનાલથી ધરપકડ કરી છે.આરોપીની ધરપકડ બાદ તેણે બનાવટી દસ્તાવેજો પણ બનાવ્યા હોવાનુ સામે આવ્યું છે. નકલી દસ્તાવેજો બનાવ્યા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ ભરત છાબડા છે.જે પોતે પીએમઓ. સીબીઆઇ કે રો જેવી કેન્દ્રીય એજન્સીમા ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવે છે.તેવી છાપ ઊભી કરી લોકો સાથે ઠગાઈ કરતો હતો.ભરત છાવડા વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ત્રણ અને અડાલજમાં એક ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદ નોંધાયા બાદ છેલ્લા દોઢ મહિનાથી ભરત છાબડા પોતાના ફોન બંધ કરી અલગ અલગ જગ્યાએ છુપાતો ફરતો હતો.જોકે આરોપી હરિયાણાના કરનાલમાં છુપાયો હોવાની માહિતી મળતા તેની કરવામાં આવી છે. ભરત છાબડા આરોપી છે ભરત છાબડા વિરુદ્ધ અલગ અલગ નોંધાયેલી ફરિયાદમાં પહેલી ફરિયાદ હોટલ માલિકે નોંધાવી હતી,જેમાં સીબીઆઇના અધિકારી તરીકે ત્રણ વખત હોટલમાં રોકાઈ રૂપિયા ચૂકવ્યા વિના ફરાર થઈ ગયો હતો.અન્ય ફરિયાદમાં પ્રશાંત તમાંચેના પિતા પાસામાં જેલમાં હોવાથી તેને છોડાવવા બે લાખ 22 હજાર રૂપિયા પડાવી લીધા હતા.ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ત્રીજી ફરિયાદમાં ભરત સંગ તાણી નામના ફરિયાદી પાસેથી 50 હજાર રૂપિયા પડાવી લીધા અને તેનું આધાર કાર્ડ મેળવ્યા બાદ તેમાં ચેડા કરી અન્ય બનાવટી આધાર કાર્ડ પણ બનાવ્યું હતું. આરોપીને પૂછપરછમાં તેણે આવા ત્રણ આધારકાર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.જેને લઇ પોલીસે તેની વધુ તપાસ શરૂ કરી. થયા અનેક ખુલાસા આરોપી ભરત છાબડાની ધરપકડ કરી તપાસ કરતા તે હરિયાણામાં પોલીસ અધિકારી - કર્મચારીઓની બદલી પણ કરાવતો હોવાનું સામે આવ્યું છે.એટલે કે હરિયાણા સરકારમાં બેઠેલા કેટલાક અધિકારીઓ પણ તેને સાચો સીબીઆઈ, રો કે કેન્દ્રીય એજન્સી નો અધિકારી માનતા હતા.સાથે જ ભરત છાબડા અલગ અલગ 20 થી વધુ સીમકાર્ડનો ઉપયોગ કરતો અને ભારતના મહત્વના મેટ્રોસિટીઝ અને મોટા રાજ્યોમાં અધિકારી તરીકે ફરતો હતો. જેથી તેણે અન્ય કયા કયા છેતરપિંડી કરી છે તે જાણવા તેના દસ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જુદી જુદી એજન્સીઓના અધિકારી હોવાની ઓળખ આપી છેતરપિંડી કરતા આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.આરોપી વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ ચાર ગુના નોંધાયા હતા.છેલ્લા દોઢ મહિનાથી ફરાર આરોપીની હરિયાણાના કરનાલથી ધરપકડ કરી છે.આરોપીની ધરપકડ બાદ તેણે બનાવટી દસ્તાવેજો પણ બનાવ્યા હોવાનુ સામે આવ્યું છે.
નકલી દસ્તાવેજો બનાવ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ ભરત છાબડા છે.જે પોતે પીએમઓ. સીબીઆઇ કે રો જેવી કેન્દ્રીય એજન્સીમા ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવે છે.તેવી છાપ ઊભી કરી લોકો સાથે ઠગાઈ કરતો હતો.ભરત છાવડા વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ત્રણ અને અડાલજમાં એક ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદ નોંધાયા બાદ છેલ્લા દોઢ મહિનાથી ભરત છાબડા પોતાના ફોન બંધ કરી અલગ અલગ જગ્યાએ છુપાતો ફરતો હતો.જોકે આરોપી હરિયાણાના કરનાલમાં છુપાયો હોવાની માહિતી મળતા તેની કરવામાં આવી છે.
ભરત છાબડા આરોપી છે
ભરત છાબડા વિરુદ્ધ અલગ અલગ નોંધાયેલી ફરિયાદમાં પહેલી ફરિયાદ હોટલ માલિકે નોંધાવી હતી,જેમાં સીબીઆઇના અધિકારી તરીકે ત્રણ વખત હોટલમાં રોકાઈ રૂપિયા ચૂકવ્યા વિના ફરાર થઈ ગયો હતો.અન્ય ફરિયાદમાં પ્રશાંત તમાંચેના પિતા પાસામાં જેલમાં હોવાથી તેને છોડાવવા બે લાખ 22 હજાર રૂપિયા પડાવી લીધા હતા.ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ત્રીજી ફરિયાદમાં ભરત સંગ તાણી નામના ફરિયાદી પાસેથી 50 હજાર રૂપિયા પડાવી લીધા અને તેનું આધાર કાર્ડ મેળવ્યા બાદ તેમાં ચેડા કરી અન્ય બનાવટી આધાર કાર્ડ પણ બનાવ્યું હતું. આરોપીને પૂછપરછમાં તેણે આવા ત્રણ આધારકાર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.જેને લઇ પોલીસે તેની વધુ તપાસ શરૂ કરી.
થયા અનેક ખુલાસા
આરોપી ભરત છાબડાની ધરપકડ કરી તપાસ કરતા તે હરિયાણામાં પોલીસ અધિકારી - કર્મચારીઓની બદલી પણ કરાવતો હોવાનું સામે આવ્યું છે.એટલે કે હરિયાણા સરકારમાં બેઠેલા કેટલાક અધિકારીઓ પણ તેને સાચો સીબીઆઈ, રો કે કેન્દ્રીય એજન્સી નો અધિકારી માનતા હતા.સાથે જ ભરત છાબડા અલગ અલગ 20 થી વધુ સીમકાર્ડનો ઉપયોગ કરતો અને ભારતના મહત્વના મેટ્રોસિટીઝ અને મોટા રાજ્યોમાં અધિકારી તરીકે ફરતો હતો. જેથી તેણે અન્ય કયા કયા છેતરપિંડી કરી છે તે જાણવા તેના દસ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.