Ahmedabadના એસજી હાઈવે પર આવેલ ઈસ્કોન બ્રિજ નજીક રોડ તૂટયા, સ્થાનિકો અકળાયા
અમદાવાદમાં એક તરફ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે તેની વચ્ચે રોડ તૂટવાની સમસ્યા તો યથાવત છે.અમદાવાદના ઈસ્કોન,બોપલ,શિવરંજની વિસ્તારમાં વરસાદ છે સાથે રોડ પર પણ ખાડા પડી ગયા હોવાથી લોકોને ખાડામાંથી પસાર થવાનો વારો આવ્યો છે,ચાલુ વરસાદમાં રોડ તૂટવાથી વાહનચાલકો હેરાન થયા છે. રોડની સમસ્યા નથી થઈ દૂર અમદાવાદમાં વરસાદના કારણે રોડ ખરાબ થઈ ગયા છે સાથે રોડ પરના ડામર ઉખડી જતા ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે,વાહનચાલકો જયારે વાહન ચાલીવ રહ્યા હોય ત્યારે તેમને એમ લાગે છે કે રોડ પર જાણે વાહન ડાન્સિંગ કરી રહ્યું છે ત્યારે વાહનને નુકસાન થાય છે સાથે સાથે શરીરમાં મણકાને લઈ પણ દુખાવો થતો હોય છે,રોડ જલદીથી નવા બને તેની સ્થાનિકો રાહ જોઈને બેઠા છે. અમદાવાદના અનેક રોડો ખરાબ અમદાવાદમાં વરસાદને લઈ અનેક રોડ ખરાબ થઈ ગયા છે પરંતુ તંત્ર દ્રારા રોડ રસ્તાની કામગીરી હજી શરૂ નથી કરાઈ,લોકો પાસેથી ટેકસ વસૂલ કરવામાં આવે છે અને રોડ રસ્તાની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે શહેરીજનોમાં રોશ જોવા મળ્યા છે,અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ રોડ ખરાબ બન્યા છે,રોડ પરથી ડામર ઉખડી જાય છે અને ત્યારબાદ તેમાં ભૂવો પડે એટલે સ્થિતિ ખરાબ વધુ ખરાબ થઈ જાય છે,અમદાવાદ મ્યુ,કોર્પોરેશન હવે સચેત બને અને ઝડપથી રોડની કામગીરી કરાવે તે જરૂરી બન્યું છે. 1470 કરોડ રોડ માટે ફાળવ્યા મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે. ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં એક તરફ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે તેની વચ્ચે રોડ તૂટવાની સમસ્યા તો યથાવત છે.અમદાવાદના ઈસ્કોન,બોપલ,શિવરંજની વિસ્તારમાં વરસાદ છે સાથે રોડ પર પણ ખાડા પડી ગયા હોવાથી લોકોને ખાડામાંથી પસાર થવાનો વારો આવ્યો છે,ચાલુ વરસાદમાં રોડ તૂટવાથી વાહનચાલકો હેરાન થયા છે.
રોડની સમસ્યા નથી થઈ દૂર
અમદાવાદમાં વરસાદના કારણે રોડ ખરાબ થઈ ગયા છે સાથે રોડ પરના ડામર ઉખડી જતા ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે,વાહનચાલકો જયારે વાહન ચાલીવ રહ્યા હોય ત્યારે તેમને એમ લાગે છે કે રોડ પર જાણે વાહન ડાન્સિંગ કરી રહ્યું છે ત્યારે વાહનને નુકસાન થાય છે સાથે સાથે શરીરમાં મણકાને લઈ પણ દુખાવો થતો હોય છે,રોડ જલદીથી નવા બને તેની સ્થાનિકો રાહ જોઈને બેઠા છે.
અમદાવાદના અનેક રોડો ખરાબ
અમદાવાદમાં વરસાદને લઈ અનેક રોડ ખરાબ થઈ ગયા છે પરંતુ તંત્ર દ્રારા રોડ રસ્તાની કામગીરી હજી શરૂ નથી કરાઈ,લોકો પાસેથી ટેકસ વસૂલ કરવામાં આવે છે અને રોડ રસ્તાની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે શહેરીજનોમાં રોશ જોવા મળ્યા છે,અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ રોડ ખરાબ બન્યા છે,રોડ પરથી ડામર ઉખડી જાય છે અને ત્યારબાદ તેમાં ભૂવો પડે એટલે સ્થિતિ ખરાબ વધુ ખરાબ થઈ જાય છે,અમદાવાદ મ્યુ,કોર્પોરેશન હવે સચેત બને અને ઝડપથી રોડની કામગીરી કરાવે તે જરૂરી બન્યું છે.
1470 કરોડ રોડ માટે ફાળવ્યા
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.
ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે
ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.