Ahmedabadના એસ.જી.હાઈવે પર પાઈપો ભરેલી ટ્રકની પાછળ ડમ્પર ઘુસી જતા ડ્રાઈવરનું મોત

અમદાવાદમાં શહેરમાં અકસ્માતોની ઘટના છાશવારે બનતી હોય છે ત્યારે આવી જ એક ઘટના એસ.જી.હાઈવે પર મોડી રાત્રે બની છે જેમાં પાઈપો ભરેલી ટ્રકની પાછળ ડમ્પર ઘુસી જતા ડમ્પર ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે,ડ્રાઈવર ડમ્પરમાં ફસાઈ જતા ત્યાંજ તેના શ્વાસ અટકી ગયા હતા અને તે મોતને ભેટયો હતો. એસ.જી.હાઈવે પર બની ઘટના અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના બની છે આ ઘટના YMCA કલબ પાસે બની હતી જેમાં મોડી રાત્રે ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો પાઈપો ભરેલી ટ્રકની પાછળ ડમ્પર ઘુસી ગયુ હતુ.ડ્રાઈવરને ઝોકુ આવતા આ ઘટના બની હોવાની સૂત્રો તરફથી માહિતી સામે આવી છે.અકસ્માતમાં ડમ્પરચાલકનું ઘટના સ્થળે મોત થયું છે,જયારે ફાયર વિભાગે મશીન વડે ટ્રકનો આગળનો ભાગ કાપીને ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢયો હતો. પોલીસે હાથધરી તપાસ સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથધરી છે,આસપાસના સીસીટીવીની પણ મદદ લીધી છે અને જે લોકો પ્રત્યક્ષદર્શી હતા તેમના નિવેદનો પણ નોંધ્યા છે.ત્યારે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથધરી છે,આ અકસ્માત એટલો ગંભીર હતો કે લોકો મદદ અર્થે દોડી આવ્યા હતા,ડ્રાઈવરને કોઈ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજયું હતુ. એસજી હાઈવે પર વારંવાર થાય છે અકસ્માત અમદાવાદનો એસજી હાઈવે ખૂબ મોટો હાઈવે છે આ હાઈવે એક જિલ્લામાંથી બીજા જિલ્લાને જોડે છે માટે મોટી સંખ્યામાં ભારે વાહનોની અવર-જવર રહેતી હોય છે,સાંજના સમયે ટ્રાફિકની પણ સમસ્યા રહેતી હોય છે,કયારેક વધારે સ્પીડ હોવાના કારણે બ્રેક પર કાબુ ના આવતા અકસ્માત થવાની સંભવાના રહેતી હોય છે,રોડ ખુલ્લો હોવાના કારણે લોકો સ્પીડમાં વાહન ચલાવે છે.  

Ahmedabadના એસ.જી.હાઈવે પર પાઈપો ભરેલી ટ્રકની પાછળ ડમ્પર ઘુસી જતા ડ્રાઈવરનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં શહેરમાં અકસ્માતોની ઘટના છાશવારે બનતી હોય છે ત્યારે આવી જ એક ઘટના એસ.જી.હાઈવે પર મોડી રાત્રે બની છે જેમાં પાઈપો ભરેલી ટ્રકની પાછળ ડમ્પર ઘુસી જતા ડમ્પર ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે,ડ્રાઈવર ડમ્પરમાં ફસાઈ જતા ત્યાંજ તેના શ્વાસ અટકી ગયા હતા અને તે મોતને ભેટયો હતો.

એસ.જી.હાઈવે પર બની ઘટના

અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના બની છે આ ઘટના YMCA કલબ પાસે બની હતી જેમાં મોડી રાત્રે ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો પાઈપો ભરેલી ટ્રકની પાછળ ડમ્પર ઘુસી ગયુ હતુ.ડ્રાઈવરને ઝોકુ આવતા આ ઘટના બની હોવાની સૂત્રો તરફથી માહિતી સામે આવી છે.અકસ્માતમાં ડમ્પરચાલકનું ઘટના સ્થળે મોત થયું છે,જયારે ફાયર વિભાગે મશીન વડે ટ્રકનો આગળનો ભાગ કાપીને ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢયો હતો.

પોલીસે હાથધરી તપાસ

સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથધરી છે,આસપાસના સીસીટીવીની પણ મદદ લીધી છે અને જે લોકો પ્રત્યક્ષદર્શી હતા તેમના નિવેદનો પણ નોંધ્યા છે.ત્યારે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથધરી છે,આ અકસ્માત એટલો ગંભીર હતો કે લોકો મદદ અર્થે દોડી આવ્યા હતા,ડ્રાઈવરને કોઈ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજયું હતુ.

એસજી હાઈવે પર વારંવાર થાય છે અકસ્માત

અમદાવાદનો એસજી હાઈવે ખૂબ મોટો હાઈવે છે આ હાઈવે એક જિલ્લામાંથી બીજા જિલ્લાને જોડે છે માટે મોટી સંખ્યામાં ભારે વાહનોની અવર-જવર રહેતી હોય છે,સાંજના સમયે ટ્રાફિકની પણ સમસ્યા રહેતી હોય છે,કયારેક વધારે સ્પીડ હોવાના કારણે બ્રેક પર કાબુ ના આવતા અકસ્માત થવાની સંભવાના રહેતી હોય છે,રોડ ખુલ્લો હોવાના કારણે લોકો સ્પીડમાં વાહન ચલાવે છે.