Agriculture: આધારકાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત, 25 નવેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવો
ખેડૂતોને કેન્દ્ર સરકારના ૨૦૦૦ ના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને તા.૨૫ નવેમ્બર સુધી તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આધારકાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે અને તેમાં રજિસ્ટ્રેશન નહr કરાવનારને સરકારી યોજનાઓ તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો } પણ નહિ મળે. ખેડૂતો માટે ઉપયોગી માહિતી ખેડૂતોને દરેક યોજનાનો લાભ હવે નવા ફાર્મર કાર્ડ મારફતે જ મળશે, ગ્રામપંચાયતોમાં રજિસ્ટ્રેશન માટે ઝુંબેશ ચાલી રહી છે. ફાર્મર રજિસ્ટ્રી અંગે વધુ માહિતી આપતા બોટાદ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગ્રામ પંચાયતમાં રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે.અમારા ગ્રામ સેવકો તલાટીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ લોકોમાં જાગૃતિ લાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે. આજે જ રજીસ્ટ્રેશન કરાવો રજિસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમના આધાર કાર્ડ, આધારકાર્ડ સાથે લીંક કરેલો મોબાઈલ અને સર્વે નંબર ૭/૧૨ તેમજ ૮ અના પુરાવા રજૂ કરવાના રહેશે. જે ખેડૂતો નું રજિસ્ટ્રેશન થયેલું હશે તેઓને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, લઘુત્તમ ટેકા ભાવ (MSP) અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ(e-NAM) જેવી યોજનાઓનો લાભ મળશે. https://play.google.com/store/apps/details?id=com.agristack.gj.farmerregistry લીંક પરથી એપ ડાઉનલોડ કરીને ખેડૂતો મિત્રો પોતાની જાતે સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરી શકે છે.તમામ ખેડૂત મિત્રો ને જણાવવાનું કે હાલ ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી ચાલુ છે. જેની છેલ્લી તારીખ ૨૫/૧૧/૨૦૨૪ છે. તો રાહ કોની જોવો છો આજે જ ફાર્મર રજિસ્ટ્રી કરાવો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડૂતોને કેન્દ્ર સરકારના ૨૦૦૦ ના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને તા.૨૫ નવેમ્બર સુધી તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આધારકાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે અને તેમાં રજિસ્ટ્રેશન નહr કરાવનારને સરકારી યોજનાઓ તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો } પણ નહિ મળે.
ખેડૂતો માટે ઉપયોગી માહિતી
ખેડૂતોને દરેક યોજનાનો લાભ હવે નવા ફાર્મર કાર્ડ મારફતે જ મળશે, ગ્રામપંચાયતોમાં રજિસ્ટ્રેશન માટે ઝુંબેશ ચાલી રહી છે. ફાર્મર રજિસ્ટ્રી અંગે વધુ માહિતી આપતા બોટાદ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગ્રામ પંચાયતમાં રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે.અમારા ગ્રામ સેવકો તલાટીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ લોકોમાં જાગૃતિ લાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે.
આજે જ રજીસ્ટ્રેશન કરાવો
રજિસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમના આધાર કાર્ડ, આધારકાર્ડ સાથે લીંક કરેલો મોબાઈલ અને સર્વે નંબર ૭/૧૨ તેમજ ૮ અના પુરાવા રજૂ કરવાના રહેશે. જે ખેડૂતો નું રજિસ્ટ્રેશન થયેલું હશે તેઓને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, લઘુત્તમ ટેકા ભાવ (MSP) અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ(e-NAM) જેવી યોજનાઓનો લાભ મળશે. https://play.google.com/store/apps/details?id=com.agristack.gj.farmerregistry લીંક પરથી એપ ડાઉનલોડ કરીને ખેડૂતો મિત્રો પોતાની જાતે સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરી શકે છે.તમામ ખેડૂત મિત્રો ને જણાવવાનું કે હાલ ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી ચાલુ છે. જેની છેલ્લી તારીખ ૨૫/૧૧/૨૦૨૪ છે. તો રાહ કોની જોવો છો આજે જ ફાર્મર રજિસ્ટ્રી કરાવો.