સુરતમાં પાણી અને મચ્છરજન્ય બીમારીમાં વધુ બે મહિલાનું મોત
- સરથાણામાં તાવ આવ્યા બાદ મહિલા અને રૃદરપુરામાં તાવ અને ઉલ્ટી થયા બાદ મહિલાએ જીવ ગુમાવ્યો સુરત,:ચોમાસાની મોસમમાં સુરત શહેરના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં બે કાબુ બની રહ્યો છે. તેવા સમયે સરથાણામાં ખાતે તાવ આવ્યા બાદ મહિલા અને રૃદરપુરામાં તાવ અને ઉલ્ટી થયા બાદ મહિલાનું મોત નીપજ્યું હતું.સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સરથાણામાં નાનાવરાછામાં ઢાળ પાસે શકિત વિજય સોસાયટીમાં રહેતી ૨૬ વર્ષીય સુલોચનાબેન કિરણભાઇ પલાસને છેલ્લા બે દિવસ તપાસ આવતા હોવાથી સારવાર માટે દવાખાનામાં ગઇ હતી. જોકે ગત રાતે તેની તબિયત વધુ બગડતા બેભાન થઇ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. તે મુળ દાહોદમાં ઝાલોદના વતની હતી. તેના પતિ કડીયાકામ કરે છે. તેને એક સંતાન છે. બીજા બનાવમાં રૃદરપુરામાં ગાર્ડન કોલોનીમાં રહેતી ૨૭ વર્ષીય સહેનાઝબેગમ મોહમંદ નાઝાબાબુ શેખ બે-ત્રણ દિવસ તાવ આવતો હોવાથી સ્થાનિક કલીનિકમાં સારવાર માટે લઇ ગયા હતા. જોકે ગત રાતે તેને ઉલ્ટી થતા બાદ બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. તેને ચાર સંતાન છે. તેના પતિ એ.સી રિપેરીંગનું કામ કરે છે. નોધનીય છે કે, શહેરમાં છેલ્લા ધણા સમયથી ઝાડા- ઉલ્ટી, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં કેસમાં સતત વધારો થઇ છે. જેથી દર્દીઓ સારવાર માટે સિવિલ, સ્મીમેરમાં તથા ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં લઇ જાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સરથાણામાં તાવ આવ્યા બાદ મહિલા અને રૃદરપુરામાં તાવ અને ઉલ્ટી થયા બાદ મહિલાએ જીવ ગુમાવ્યો
સુરત,:
ચોમાસાની મોસમમાં સુરત શહેરના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં બે કાબુ બની રહ્યો છે. તેવા સમયે સરથાણામાં ખાતે તાવ આવ્યા બાદ મહિલા અને રૃદરપુરામાં તાવ અને ઉલ્ટી થયા બાદ મહિલાનું મોત નીપજ્યું હતું.
સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સરથાણામાં નાનાવરાછામાં ઢાળ પાસે શકિત વિજય સોસાયટીમાં રહેતી ૨૬ વર્ષીય સુલોચનાબેન કિરણભાઇ પલાસને છેલ્લા બે દિવસ તપાસ આવતા હોવાથી સારવાર માટે દવાખાનામાં ગઇ હતી. જોકે ગત રાતે તેની તબિયત વધુ બગડતા બેભાન થઇ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. તે મુળ દાહોદમાં ઝાલોદના વતની હતી. તેના પતિ કડીયાકામ કરે છે. તેને એક સંતાન છે. બીજા બનાવમાં રૃદરપુરામાં ગાર્ડન કોલોનીમાં રહેતી ૨૭ વર્ષીય સહેનાઝબેગમ મોહમંદ નાઝાબાબુ શેખ બે-ત્રણ દિવસ તાવ આવતો હોવાથી સ્થાનિક કલીનિકમાં સારવાર માટે લઇ ગયા હતા. જોકે ગત રાતે તેને ઉલ્ટી થતા બાદ બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. તેને ચાર સંતાન છે. તેના પતિ એ.સી રિપેરીંગનું કામ કરે છે. નોધનીય છે કે, શહેરમાં છેલ્લા ધણા સમયથી ઝાડા- ઉલ્ટી, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં કેસમાં સતત વધારો થઇ છે. જેથી દર્દીઓ સારવાર માટે સિવિલ, સ્મીમેરમાં તથા ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં લઇ જાય છે.