સુરતના ભરબજારમાં વિદ્યાર્થીનું ગળું કાપી હત્યા, ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો

Surat Murder Case: સુરતના લિંબાયતમાં સરેઆમ વિદ્યાર્થીનું ગળું કાપી હત્યા કરવામાં આવી છે. હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામ્યો છે. હત્યાના બનાવ બાદ મોટી સંખ્યામાં લોકોનું ટોળું લિંબાયત પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી ન્યાયની માંગણી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર લિંબાયત વિસ્તારમાં દીપક નામના યુવકે રોહન નામના સરેઆમ વિદ્યાર્થીનું ગળું કાપી હત્યા કરી નાખી છે. જોકે હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. વિદ્યાર્થીની હત્યાને લઇને મૃતકના પરિવારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હત્યાના બનાવના પગલે લોકોનું ટોળું લિંબાયત પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને ઘેરાવો કર્યો હતો. જેથી સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ લોકોને સમજાવવા પહોંચ્યા હતા જેથી ક્રોધે ભરાયેલા લોકોએ ડેપ્યુટી મેયરને પણ આડે હાથ લીધા હતા. ન્યાયની માંગણી સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવો પહોંચેલા લોકો પર લિંબાયત પોલીસે હળવો બળ પ્રયોગ પણ કર્યો હતો. આ દરમિયાન એક પોલીસકર્મી દ્વારા મહિલાને પકડવાનો પ્રયાસ કરવામાં આવતાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.  લોકોએ કહ્યું હતું સ્કૂલની બાજુમાં દારૂનો અડ્ડો ચાલે છે પરંતુ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તો બીજી તરફ પોલીસ રોહનની હત્યાના કારણને લઇને તપાસ કરી રહી છે. જોકે આરોપી દીપક હાલ ફરાર છે. 

સુરતના ભરબજારમાં વિદ્યાર્થીનું ગળું કાપી હત્યા, ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat Murder Case: સુરતના લિંબાયતમાં સરેઆમ વિદ્યાર્થીનું ગળું કાપી હત્યા કરવામાં આવી છે. હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામ્યો છે. હત્યાના બનાવ બાદ મોટી સંખ્યામાં લોકોનું ટોળું લિંબાયત પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી ન્યાયની માંગણી કરી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર લિંબાયત વિસ્તારમાં દીપક નામના યુવકે રોહન નામના સરેઆમ વિદ્યાર્થીનું ગળું કાપી હત્યા કરી નાખી છે. જોકે હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. વિદ્યાર્થીની હત્યાને લઇને મૃતકના પરિવારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હત્યાના બનાવના પગલે લોકોનું ટોળું લિંબાયત પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને ઘેરાવો કર્યો હતો. જેથી સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ લોકોને સમજાવવા પહોંચ્યા હતા જેથી ક્રોધે ભરાયેલા લોકોએ ડેપ્યુટી મેયરને પણ આડે હાથ લીધા હતા. 

ન્યાયની માંગણી સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવો પહોંચેલા લોકો પર લિંબાયત પોલીસે હળવો બળ પ્રયોગ પણ કર્યો હતો. આ દરમિયાન એક પોલીસકર્મી દ્વારા મહિલાને પકડવાનો પ્રયાસ કરવામાં આવતાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.  લોકોએ કહ્યું હતું સ્કૂલની બાજુમાં દારૂનો અડ્ડો ચાલે છે પરંતુ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તો બીજી તરફ પોલીસ રોહનની હત્યાના કારણને લઇને તપાસ કરી રહી છે. જોકે આરોપી દીપક હાલ ફરાર છે.