વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ જારી : ઘી કાંટા અને ગરનાળા ચોકી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશન દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને રસ્તાને નડતરરૂપ હોય તેવા દબાણો હટાવવામાં આવી રહ્યા છે આજે દબાણ શાખાની ટીમે ભુતડી ઝાંપા અને ઘીકાંટા વિસ્તારમાં દબાણો હટાવવામાં આવ્યા હતા.
વડોદરા શહેરમાં ચાર દરવાજા વિસ્તારમાં ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે. ત્યારે વાહન વ્યવહારથી ધમધમતા રાવપુરા ઘીકાટા રોડ પર આવેલ શુ વર્લ્ડ શો રૂમની પાછળ બનાવાયેલી ગેરકાયદે દિવાલ સહિત ભૂતડી ઝાંપા રોડની ગરનાળા પોલીસ ચોકી સામેની ચૌહાણ સોસાયટીમાં આવેલી વાલ્મિકી વાસની ગેરકાયદે બનાવવામાં આવેલી ઓરડી પર પાલિકાની દબાણ શાખાનું બુલડોઝર ફરી વળતા રોડ રસ્તા ખુલ્લા થયા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

