વડોદરામાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ, પાણીની સમસ્યાથી સ્થાનિકો અકળાયા
વડોદરામાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં વડોદરા મનપાના વોર્ડ નં. 7ની કચેરી સામે જ પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. વડોદરામાં માળીમોલ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે.સ્થાનિકોના પીવાના પાણી માટે મારી રહ્યા છે ફાંફામહત્વનું કહી શકાય કે, વોર્ડ નંબર 7ની કચેરીની સામે જ આવેલ માળીમોલ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી સ્થાનિકોના પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે. ત્યારે છેલ્લા 15 દિવસથી નાગરિકોને કાઉન્સિલરો અને અધિકારીઓ ગોળ ગોળ ફેરવતા હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. દૂષિત પાણીને લીધે બે બાળકો પણ સારવાર હેઠળ છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની સમસ્યાના કારણે લોકોને દૂષિત પાણી પીવું પડી રહ્યું છે. ત્યારે તંત્રના પાપે લોકો પરેશાન થઈ રહ્યા છે. જેમાં દૂષિત પાણીને લઈને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ દૂષિત પાણીને લીધે બે બાળકો પણ સારવાર હેઠળ હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો મહત્વનું કહી શકાય કે, વોર્ડ નંબર 7માં સ્થાનિકો દ્વારા મોરચો માંડતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ ઓફિસમાંથી અધિકારીઓ પણ ગાયબ થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં વડોદરા મનપાના વોર્ડ નં. 7ની કચેરી સામે જ પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. વડોદરામાં માળીમોલ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે.
સ્થાનિકોના પીવાના પાણી માટે મારી રહ્યા છે ફાંફા
મહત્વનું કહી શકાય કે, વોર્ડ નંબર 7ની કચેરીની સામે જ આવેલ માળીમોલ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી સ્થાનિકોના પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે. ત્યારે છેલ્લા 15 દિવસથી નાગરિકોને કાઉન્સિલરો અને અધિકારીઓ ગોળ ગોળ ફેરવતા હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
દૂષિત પાણીને લીધે બે બાળકો પણ સારવાર હેઠળ
છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની સમસ્યાના કારણે લોકોને દૂષિત પાણી પીવું પડી રહ્યું છે. ત્યારે તંત્રના પાપે લોકો પરેશાન થઈ રહ્યા છે. જેમાં દૂષિત પાણીને લઈને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ દૂષિત પાણીને લીધે બે બાળકો પણ સારવાર હેઠળ હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
મહત્વનું કહી શકાય કે, વોર્ડ નંબર 7માં સ્થાનિકો દ્વારા મોરચો માંડતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ ઓફિસમાંથી અધિકારીઓ પણ ગાયબ થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે.