વડોદરામાં ચોથા દિવસે દબાણ હટાવો ઝુંબેશ : ન્યાય મંદિર વિસ્તારમાં દબાણો હટાવતા સ્થાનિકો સાથે ઘર્ષણ
Vadodara Corporation Demolition : વડોદરા શહેરમાં સતત ચોથા દિવસે દબાણ હટાવો ઝુંબેશ જારી રાખવામાં આવી છે. આજે શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા સાયકલ બજાર દૂધવાળા મોહલ્લા તેમજ અન્ય વિસ્તારોમાં ગેરકાયદે કેબીનો લારી ગલ્લા તેમજ શેડ ઓટલા તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ચાર દિવસથી જુદા-જુદા વિસ્તારોના ગેરકાયદે દબાણોનો પાલિકા ટીમ દ્વારા સફાયો થઈ રહ્યો છે. ત્યારે વહેલી સવારથી જ ટ્રાફિકથી ધમધમતા ન્યાયમંદિરની સામે આવેલા દૂધવાળા મોહલ્લા સહિત મદન ઝાપા રોડના સાયકલ બજાર અને ન્યાયમંદિર આસપાસના ગેરકાયદે દબાણો પોલીસ કાફલાને સાથે રાખીને પાલિકા ટીમે સપાટો બોલાવ્યો હતો, ત્યારે મુસ્લિમ મહિલાઓ સહિતના ઉમટેલા ટોળેટોળાએ ઉગ્ર બોલાચાલી અને જીભા જોડી સહિત તું તું મેં મેં કરતા પોલીસે મામલો સંભાળી લીધો હતો. પાલિકા ટીમે આ વિસ્તારમાંથી પ્રાથમિક તબક્કે ચાર ટ્રક જેટલો વિવિધ માલ સામાન કબજે કરી ગેરકાયદે ઓટલા, દાદર સહિતના દબાણો હટાવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Corporation Demolition : વડોદરા શહેરમાં સતત ચોથા દિવસે દબાણ હટાવો ઝુંબેશ જારી રાખવામાં આવી છે. આજે શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા સાયકલ બજાર દૂધવાળા મોહલ્લા તેમજ અન્ય વિસ્તારોમાં ગેરકાયદે કેબીનો લારી ગલ્લા તેમજ શેડ ઓટલા તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ચાર દિવસથી જુદા-જુદા વિસ્તારોના ગેરકાયદે દબાણોનો પાલિકા ટીમ દ્વારા સફાયો થઈ રહ્યો છે. ત્યારે વહેલી સવારથી જ ટ્રાફિકથી ધમધમતા ન્યાયમંદિરની સામે આવેલા દૂધવાળા મોહલ્લા સહિત મદન ઝાપા રોડના સાયકલ બજાર અને ન્યાયમંદિર આસપાસના ગેરકાયદે દબાણો પોલીસ કાફલાને સાથે રાખીને પાલિકા ટીમે સપાટો બોલાવ્યો હતો, ત્યારે મુસ્લિમ મહિલાઓ સહિતના ઉમટેલા ટોળેટોળાએ ઉગ્ર બોલાચાલી અને જીભા જોડી સહિત તું તું મેં મેં કરતા પોલીસે મામલો સંભાળી લીધો હતો. પાલિકા ટીમે આ વિસ્તારમાંથી પ્રાથમિક તબક્કે ચાર ટ્રક જેટલો વિવિધ માલ સામાન કબજે કરી ગેરકાયદે ઓટલા, દાદર સહિતના દબાણો હટાવ્યા હતા.