રાજકોટમાં LCBના દરોડામાં ભાજપના સભ્યની વાડીમાં નકલી દારૂની મિની ફેક્ટરી પકડાઈ

Feb 8, 2026 - 12:30
રાજકોટમાં LCBના દરોડામાં ભાજપના સભ્યની વાડીમાં નકલી દારૂની મિની ફેક્ટરી પકડાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rajkot Liquor Factory News : રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને હાલના પીપરડી(વિંછીયા) બેઠકના ભાજપના મહિલા સદસ્યની વિંછીયાના અમરાપર ગામની સીમમાં આવેલી વાડીમાં એલસીબી ટીમે દરોડો પાડીને નકલી અંગ્રેજી દારૂ બનાવવાની મિનિ ફેક્ટરી ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે. અહીંથી પોલીસે બે કિશોર સહિત કુલ ચાર ઈસમોને ઝડપી લીધા હતા, જ્યારે સૂત્રધાર મનાતો ભાજપ આગેવાનનો પુત્ર નાસી છૂટતા શોધખોળ હાથ ધરી હતી.

રાજકોટ રૂરલ એલસીબી ટીમને આજે સવારે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, વિંછીયા તાલુકાના અમરાપુર ગામની સીમમાં નકલી ઈંગ્લિશ દારૂ બનાવવામાં આવી રહ્યો છે. જેના આધારે તપાસ કરતા અમરાપુરના સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડી સુધી પગેરૂ નીકળ્યું હતું. જ્યાં દરોડો પાડતા ખરેખર વિદેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0