ભાવનગર મનપાના ફૂડ વિભાગે પનીર સહિતના 7 ખાદ્યપદાર્થના નમૂના લીધા
- ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ફૂડ વિભાગની કાર્યવાહી - તહેવાર અને ફૂડ સેફ્ટી પખવાડીયાના પગલે ખાદ્યપદાર્થના નમૂના લેવાની કામગીરી યથાવત, પનીર સહિતના નમૂના લઈ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયાભાવનગર : તહેવાર તેમજ ફૂડ સેફ્ટી પખવાડીયાને લઈ મહાપાલિકાના ફૂડ વિભાગે ખાદ્યપદાર્થના નમૂના લેવાની કામગીરી યથાવત રાખી છે અનેે છેલ્લા ૮ દિવસમાં આશરે ૯પથી વધુ ખાદ્યપદાર્થના નમુના લેવામાં આવ્યા છે, જેમાં આજે રવિવારે પનીર સહિતના ખાદ્યપદાર્થના ૭ નમૂના લેવામાં આવ્યા હતાં. ખાદ્યપદાર્થના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા વડી કચેરીની સૂચના અનુસાર તહેવાર અને ફૂડ સેફ્ટી પખવાડીયાના પગલે છેલ્લા આઠ દિવસથી ખાદ્યપદાર્થના નમુના લેવાની કામગીરી યથાવત રાખી છે, જેમાં આજે રવિવારે પનીર સહિતના ખાદ્યપદાર્થની લેવાની સૂચના હતી તેથી ફૂડ વિભાગની ટીમે આજે રવિવારે રજાના દિવસે સીદસર રોડ, વાઘાવાડી રોડ, પીરછલ્લા વગેરે વિસ્તારમાં રેસ્ટોરન્ટ અને પનીરનુ વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરી પનીરના પાંચ નમૂના લીધા હતાં.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ફૂડ વિભાગની કાર્યવાહી
- તહેવાર અને ફૂડ સેફ્ટી પખવાડીયાના પગલે ખાદ્યપદાર્થના નમૂના લેવાની કામગીરી યથાવત, પનીર સહિતના નમૂના લઈ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા
ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા વડી કચેરીની સૂચના અનુસાર તહેવાર અને ફૂડ સેફ્ટી પખવાડીયાના પગલે છેલ્લા આઠ દિવસથી ખાદ્યપદાર્થના નમુના લેવાની કામગીરી યથાવત રાખી છે, જેમાં આજે રવિવારે પનીર સહિતના ખાદ્યપદાર્થની લેવાની સૂચના હતી તેથી ફૂડ વિભાગની ટીમે આજે રવિવારે રજાના દિવસે સીદસર રોડ, વાઘાવાડી રોડ, પીરછલ્લા વગેરે વિસ્તારમાં રેસ્ટોરન્ટ અને પનીરનુ વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરી પનીરના પાંચ નમૂના લીધા હતાં.