બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શકે એવા પ્રસ્તાવિક સુધારા પર FOKIAએ આપી પ્રતિક્રિયા
દેશના ગણ્યા ગાંઠ્યા રાજ્યો પૈકી ગુજરાતમાં ખેતીની જમીન ના ખરીદી શકે એવા જમાના જુના નિયમને તિલાંજલિ આપીને હવે બિન ખેડૂતો પણ આવી જમીન ખરીદી શકશે એવા નોંધપાત્ર રિફોર્મ્સ રાજ્ય સરકાર કરવા જઈ રહી છે.ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસટ્રીઝ એસોસિએશને આનંદ વ્યક્ત કર્યો તેને આવકાર આપીને ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસટ્રીઝ એસોસિએશન (FOKIA)એ સરકારમાં શ્રેણીબદ્ધ રીતે કરવામાં આવેલી રજુઆતનો પડઘો પડ્યો હોવાનો આનંદ વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં અને તેમાં પણ કચ્છ જેવા દેશના સૌથી મોટા રાજ્યમાં જમીનને લગતા કેટલાક જમાના જુના કાયદાઓને કારણે વિકાસની રફતારમાં અવરોધો પેદા થતા હતા. આ સમસ્યા જાણીને ફોકિયા દ્વારા તેને વારંવાર વાચા આપવામાં આવી હતી અને પત્ર વ્યવહાર તથા મિટીંગના માધ્યમથી સરકારના કાને આ વાત પહોંચાડવામાં આવી હતી. તેના નિરાકરણ માટે સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ માટે રાજ્ય સરકાર દ્વારા એક સમિતિ રચવામાં આવી હતી અને સમિતિએ પણ ખેતીની જમીનો બિન ખેડૂત ખરીદી શકે એવી ભલામણ કરી હોવાનું મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિએ જણાવીને રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ સંદર્ભે જાહેરાત કરશે એવું ગઈકાલે જણાવ્યું હતું. આવું થવાથી વિકાસની અમાપ શક્યતાઓ ધરાવતા આ જિલ્લામાં સોનાનો સુરજ ઉગી શકે એમ ફોકિયાના મેનેજિંગ ડાયરેકટર નિમિષ ફડકેએ જણાવ્યું હતું. અનેક મુદ્દાઓ પર કરવામાં આવી રજૂઆત તેમના કહેવા મુજબ આ પ્રશ્નનો નિવેડો આવવાની આશા ઉભી થઈ છે, તે વચ્ચે જમીનોને લગતા બીજા પણ કેટલાક મુદ્દાઓ હજુ ઉભા જ છે. તેનો પણ તાત્કાલિક નીવેડો આવે એ જરૂરી છે. જેમાં બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ 135Aથી 135L અને ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સના નિયમ 104થી 112 મુજબના મ્યુટેશનના નિયમો, જમીનની ખરીદી બાદ ઔદ્યોગિક હેતુને લગતા-નામમાં ફેરફારને લગતા કેટલાક મુદ્દાઓ, માપણી વધારાને લગતા પ્રશ્નો, ટ્રસ્ટ હસ્તકની અને તેમાં પણ મંદિર, મસ્જીદ, ચર્ચ જેવા ધાર્મિક સ્થળોની જમીનને લગતી સમસ્યાઓ, જંત્રીના તાર્કીકીકરણ જેવા મુદ્દાઓ, અપીલના નિકાલ અને રિવીઝનલ કાર્યવાહીમાં સામે આવતી સમસ્યાઓ, નમક ઉદ્યોગને સતાવતા પ્રશ્નો, ઔદ્યોગિક કાયદામાં સુધારણા મુદાઓ અને ગણોતધારામાં સુધારાને લગતા મુદાઓનો સમાવેશ થાય છે. નજીકના ભવિષ્યમાં જંત્રીના દરોમાં કોઈ ફેરફાર ન કરવા અંગે રજૂઆત એવી જ રીતે NA થયેલી જમીનમાં મર્જર કે ફેરફારના કિસ્સામાં લેવામાં આવતા 10 ટકા પ્રીમીયમનું ખોટું અર્થઘટન સુધારવા, કંપનીથી કંપનીને થતા જમીન વેચાણ માટે રેવન્યુ કાયદામાં બદલાવ લાવવા, સિવિલ કોર્ટમાં કેસ ચાલતો હોય તેવા સંજોગોમાં કોર્ટના નિર્ણયને અરજદાર માન્ય રાખશે એવી શરત ઉમેરીને એનએ માટે પરવાનગી આપવા, પ્રતિબંધિત પ્રકારની જમીનોના કેસમાં સમાન પ્રકારની બીજી જમીન ખરીદીને માલિકને આપવા ઉપરાંત જંત્રી મુજબ વધારાનું વળતર ચુકવવાની જોગવાઈ દાખલ કરવા, કોઈ પ્રોજેક્ટની વચ્ચે મંદિરની જમીન આવતી હોય તો તે માટે નવેસરથી પોલીસી બનાવવા, ભૂદાન હેઠળની જમીનોના વેચાણની જોગવાઈ લાવવા, એપ્રોચ રોડ વિનાની જમીનમાં લેઆઉટને મંજુરી આપવા, કલમ 89 માટે ઓનલાઈનમાં સુધારો કરવા બાબત, ઈન્ડસટ્રીયલ પાર્ક માટે કલમ 89ની મુદત ગણવા અંગે માર્ગદર્શન આપવા અંગે, પ્રોજેક્ટ વચ્ચે આવતા સીમ માર્ગ, ગાડામાર્ગમાં ડાયવર્ઝન બાબતે, એનએ પરવાનગી પ્રક્રિયા ઝડપી બનાવવા અંગે, કચ્છમાં હાલે જંત્રી ખુબ જ ઉંચી હોવાથી નજીકના ભવિષ્યમાં જંત્રીના દરોમાં કોઈ પણ ફેરફાર ન કરવા અંગે પણ અગાઉ ઉચ્ચ સ્તરે રજૂઆત કરાયેલી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેશના ગણ્યા ગાંઠ્યા રાજ્યો પૈકી ગુજરાતમાં ખેતીની જમીન ના ખરીદી શકે એવા જમાના જુના નિયમને તિલાંજલિ આપીને હવે બિન ખેડૂતો પણ આવી જમીન ખરીદી શકશે એવા નોંધપાત્ર રિફોર્મ્સ રાજ્ય સરકાર કરવા જઈ રહી છે.
ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસટ્રીઝ એસોસિએશને આનંદ વ્યક્ત કર્યો
તેને આવકાર આપીને ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસટ્રીઝ એસોસિએશન (FOKIA)એ સરકારમાં શ્રેણીબદ્ધ રીતે કરવામાં આવેલી રજુઆતનો પડઘો પડ્યો હોવાનો આનંદ વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં અને તેમાં પણ કચ્છ જેવા દેશના સૌથી મોટા રાજ્યમાં જમીનને લગતા કેટલાક જમાના જુના કાયદાઓને કારણે વિકાસની રફતારમાં અવરોધો પેદા થતા હતા. આ સમસ્યા જાણીને ફોકિયા દ્વારા તેને વારંવાર વાચા આપવામાં આવી હતી અને પત્ર વ્યવહાર તથા મિટીંગના માધ્યમથી સરકારના કાને આ વાત પહોંચાડવામાં આવી હતી. તેના નિરાકરણ માટે સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
આ માટે રાજ્ય સરકાર દ્વારા એક સમિતિ રચવામાં આવી હતી અને સમિતિએ પણ ખેતીની જમીનો બિન ખેડૂત ખરીદી શકે એવી ભલામણ કરી હોવાનું મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિએ જણાવીને રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ સંદર્ભે જાહેરાત કરશે એવું ગઈકાલે જણાવ્યું હતું. આવું થવાથી વિકાસની અમાપ શક્યતાઓ ધરાવતા આ જિલ્લામાં સોનાનો સુરજ ઉગી શકે એમ ફોકિયાના મેનેજિંગ ડાયરેકટર નિમિષ ફડકેએ જણાવ્યું હતું.
અનેક મુદ્દાઓ પર કરવામાં આવી રજૂઆત
તેમના કહેવા મુજબ આ પ્રશ્નનો નિવેડો આવવાની આશા ઉભી થઈ છે, તે વચ્ચે જમીનોને લગતા બીજા પણ કેટલાક મુદ્દાઓ હજુ ઉભા જ છે. તેનો પણ તાત્કાલિક નીવેડો આવે એ જરૂરી છે. જેમાં બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ 135Aથી 135L અને ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સના નિયમ 104થી 112 મુજબના મ્યુટેશનના નિયમો, જમીનની ખરીદી બાદ ઔદ્યોગિક હેતુને લગતા-નામમાં ફેરફારને લગતા કેટલાક મુદ્દાઓ, માપણી વધારાને લગતા પ્રશ્નો, ટ્રસ્ટ હસ્તકની અને તેમાં પણ મંદિર, મસ્જીદ, ચર્ચ જેવા ધાર્મિક સ્થળોની જમીનને લગતી સમસ્યાઓ, જંત્રીના તાર્કીકીકરણ જેવા મુદ્દાઓ, અપીલના નિકાલ અને રિવીઝનલ કાર્યવાહીમાં સામે આવતી સમસ્યાઓ, નમક ઉદ્યોગને સતાવતા પ્રશ્નો, ઔદ્યોગિક કાયદામાં સુધારણા મુદાઓ અને ગણોતધારામાં સુધારાને લગતા મુદાઓનો સમાવેશ થાય છે.
નજીકના ભવિષ્યમાં જંત્રીના દરોમાં કોઈ ફેરફાર ન કરવા અંગે રજૂઆત
એવી જ રીતે NA થયેલી જમીનમાં મર્જર કે ફેરફારના કિસ્સામાં લેવામાં આવતા 10 ટકા પ્રીમીયમનું ખોટું અર્થઘટન સુધારવા, કંપનીથી કંપનીને થતા જમીન વેચાણ માટે રેવન્યુ કાયદામાં બદલાવ લાવવા, સિવિલ કોર્ટમાં કેસ ચાલતો હોય તેવા સંજોગોમાં કોર્ટના નિર્ણયને અરજદાર માન્ય રાખશે એવી શરત ઉમેરીને એનએ માટે પરવાનગી આપવા, પ્રતિબંધિત પ્રકારની જમીનોના કેસમાં સમાન પ્રકારની બીજી જમીન ખરીદીને માલિકને આપવા ઉપરાંત જંત્રી મુજબ વધારાનું વળતર ચુકવવાની જોગવાઈ દાખલ કરવા, કોઈ પ્રોજેક્ટની વચ્ચે મંદિરની જમીન આવતી હોય તો તે માટે નવેસરથી પોલીસી બનાવવા, ભૂદાન હેઠળની જમીનોના વેચાણની જોગવાઈ લાવવા, એપ્રોચ રોડ વિનાની જમીનમાં લેઆઉટને મંજુરી આપવા, કલમ 89 માટે ઓનલાઈનમાં સુધારો કરવા બાબત, ઈન્ડસટ્રીયલ પાર્ક માટે કલમ 89ની મુદત ગણવા અંગે માર્ગદર્શન આપવા અંગે, પ્રોજેક્ટ વચ્ચે આવતા સીમ માર્ગ, ગાડામાર્ગમાં ડાયવર્ઝન બાબતે, એનએ પરવાનગી પ્રક્રિયા ઝડપી બનાવવા અંગે, કચ્છમાં હાલે જંત્રી ખુબ જ ઉંચી હોવાથી નજીકના ભવિષ્યમાં જંત્રીના દરોમાં કોઈ પણ ફેરફાર ન કરવા અંગે પણ અગાઉ ઉચ્ચ સ્તરે રજૂઆત કરાયેલી છે.