બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એક્શન મોડમાં, કર્મચારીઓને હેડ ક્વાર્ટર નહી છોડવાનો આદેશ

Banaskantha Rain Forecast : હવામાન વિભાગ દ્વારા 25 ઓગસ્ટ થી 30 ઑગસ્ટ 2024 સુધી રાજ્યભરમાં તથા રાજસ્થાન રાજયમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત અને રાજસ્થાન પરના ડીપ ડિપ્રેશનને કારણે આગામી 48 થી 72 કલાક સુધી ગુજરાત અને રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે, અતિ ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા સંબધિત તમામ વિભાગોને એલર્ટ મોડમાં રહેવાની સૂચના આપવાની સાથે અધિકારીઓ અને કર્મચારીઓને પરવાનગી સિવાય હેડકવાર્ટર નહી છોડવા સૂચના આપવામાં આવી છે. આ પણ વાંચો : રાજ્યભરમાં ધોધમાર વરસાદ, આવતીકાલે આ 13 જિલ્લામાં રેડ એલર્ટ, હજુ ભારે વરસાદની આગાહી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અને તકેદારીના પગલાં લેવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું છે. જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટે એક એન.ડી.આર.એફ અને એક એસ.ડી.આર.એફ ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ઉપરાંત જિલ્લામાં ફાયર, પોલીસ, પંચાયત, પી.જી.વી.સી.એલ., આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ વિભાગની ટીમ તૈયાર છે.આ પણ વાંચો : ગુજરાત જ નહીં દેશભરમાં મેઘાનો કહેર, હજુ બે દિવસ માટે હવામાન વિભાગની ચેતવણીવધુમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા તમામ નાયબ કલેકટર, તમામ લાયઝન અધિકારી, મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર તથા તાલુકા વિકાસ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા તથા તાલુકામાં કોઈ જાનહાનિ / માલ મિલકત કે અન્ય નુકશાન થાય તો તાત્કાલિક સ્થળ તપાસ કરી સરકારના નિયમોનુસાર કાર્યવાહી કરવી તથા જિલ્લા કંટ્રોલરૂમ ટેલિફોન નં. 02742–250627 પર જાણ કરવા તેમજ જિલ્લાના  Flood-2024 ના ગૃપમાં મેસેજથી જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.  વરસાદી આગાહી વચ્ચે હાલમાં તહેવારો ચાલતા હોઈ, મેળા તથા ધાર્મિક સ્થળોએ વધુ પ્રમાણમાં મેદની એકત્ર થવાની સંભાવના હોય તથા નદીઓમાં પણ પાણીનો વેગ વધવાની સંભાવના હોઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસને સાવચેતીના પગલાં રૂપે તમામ આવશ્યક સ્થળોએ પોલીસ પોઈન્ટ મુકવાની સૂચના જારી કરવામાં આવી છે. રાજસ્થાન રાજયમાં પણ ભારે વરસાદની શક્યતા હોઈ રાજસ્થાનના સીરોહી અને ઝાલોર જિલ્લામાં પડેલ વરસાદનું પાણી બનાસ નદી અને રેલ નદીમાં પાણી વધવાની શકયતા હોઈ ભારે વરસાદને પગલે તમામ નીચાણવાળા વિસ્તારોના ગામો તથા ઝૂંપડપટ્ટીમાં તથા કાચા મકાનમાં રહેતા લોકોને ભારે વરસાદની પરિસ્થિતિમાં જરૂર પડે તો સલામત સ્થળે ખસેડી લેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવે છે.  ભારે વરસાદના કારણે દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમમાં વધુ પાણી ભરાવાના કારણે ડેમના દરવાજા ખોલવાની પરિસ્થિતિ ઉદભવે તો નદી કિનારાના ગામોને એલર્ટ કરવા સંબધિત વિભાગને સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં સાવચેતીના પગલાંરૂપે પશુઓની સલામતી માટે જરૂર પડે તો નદી કિનારે આવેલા ગૌશાળાઓ તથા અસરગ્રસ્ત ગામોમાં તમામ પશુઓને સલામત સ્થળે ખસેડવા સૂચન કરવામાં આવે છે.છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યોરાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારીના ખેરગામમાં 356 મિ.મી., ડાંગના આહવામાં 268 મિ.મી., વલસાડના કરપડામાં 263 મિ.મી., ડાંગના વધઈમાં 251 મિ.મી., વલસાડના ધરમપુરમાં 237 મિ.મી., નર્મદાના ડેડિયાપાડામાં 236 મિ.મી., વલસાડમાં 226 મિ.મી., નર્મદાના સાગબારામાં 225 મિ.મી. વરસાદ ખાબક્યો છે. આવતી કાલે (27 ઑગસ્ટ) આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આવતી કાલે (27 ઑગસ્ટ) સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર જિલ્લા સહિત દાહોદ, પંચમહાલ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતી કાલે (27 ઑગસ્ટ) આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 27 ઑગસ્ટે ગીર સોમનાથ, અમરેલી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતી કાલે (27 ઑગસ્ટ) આ જિલ્લાઓમાં યલો એલર્ટ 27 ઑગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એક્શન મોડમાં, કર્મચારીઓને હેડ ક્વાર્ટર નહી છોડવાનો આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Banaskantha Rain Forecast : હવામાન વિભાગ દ્વારા 25 ઓગસ્ટ થી 30 ઑગસ્ટ 2024 સુધી રાજ્યભરમાં તથા રાજસ્થાન રાજયમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત અને રાજસ્થાન પરના ડીપ ડિપ્રેશનને કારણે આગામી 48 થી 72 કલાક સુધી ગુજરાત અને રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે, અતિ ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.

જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા સંબધિત તમામ વિભાગોને એલર્ટ મોડમાં રહેવાની સૂચના આપવાની સાથે અધિકારીઓ અને કર્મચારીઓને પરવાનગી સિવાય હેડકવાર્ટર નહી છોડવા સૂચના આપવામાં આવી છે. 

આ પણ વાંચો : રાજ્યભરમાં ધોધમાર વરસાદ, આવતીકાલે આ 13 જિલ્લામાં રેડ એલર્ટ, હજુ ભારે વરસાદની આગાહી

જિલ્લા વહિવટીતંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અને તકેદારીના પગલાં લેવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું છે. જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટે એક એન.ડી.આર.એફ અને એક એસ.ડી.આર.એફ ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ઉપરાંત જિલ્લામાં ફાયર, પોલીસ, પંચાયત, પી.જી.વી.સી.એલ., આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ વિભાગની ટીમ તૈયાર છે.

આ પણ વાંચો : ગુજરાત જ નહીં દેશભરમાં મેઘાનો કહેર, હજુ બે દિવસ માટે હવામાન વિભાગની ચેતવણી


વધુમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા તમામ નાયબ કલેકટર, તમામ લાયઝન અધિકારી, મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર તથા તાલુકા વિકાસ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા તથા તાલુકામાં કોઈ જાનહાનિ / માલ મિલકત કે અન્ય નુકશાન થાય તો તાત્કાલિક સ્થળ તપાસ કરી સરકારના નિયમોનુસાર કાર્યવાહી કરવી તથા જિલ્લા કંટ્રોલરૂમ ટેલિફોન નં. 02742–250627 પર જાણ કરવા તેમજ જિલ્લાના  Flood-2024 ના ગૃપમાં મેસેજથી જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.  

વરસાદી આગાહી વચ્ચે હાલમાં તહેવારો ચાલતા હોઈ, મેળા તથા ધાર્મિક સ્થળોએ વધુ પ્રમાણમાં મેદની એકત્ર થવાની સંભાવના હોય તથા નદીઓમાં પણ પાણીનો વેગ વધવાની સંભાવના હોઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસને સાવચેતીના પગલાં રૂપે તમામ આવશ્યક સ્થળોએ પોલીસ પોઈન્ટ મુકવાની સૂચના જારી કરવામાં આવી છે.

રાજસ્થાન રાજયમાં પણ ભારે વરસાદની શક્યતા હોઈ રાજસ્થાનના સીરોહી અને ઝાલોર જિલ્લામાં પડેલ વરસાદનું પાણી બનાસ નદી અને રેલ નદીમાં પાણી વધવાની શકયતા હોઈ ભારે વરસાદને પગલે તમામ નીચાણવાળા વિસ્તારોના ગામો તથા ઝૂંપડપટ્ટીમાં તથા કાચા મકાનમાં રહેતા લોકોને ભારે વરસાદની પરિસ્થિતિમાં જરૂર પડે તો સલામત સ્થળે ખસેડી લેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવે છે.  

ભારે વરસાદના કારણે દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમમાં વધુ પાણી ભરાવાના કારણે ડેમના દરવાજા ખોલવાની પરિસ્થિતિ ઉદભવે તો નદી કિનારાના ગામોને એલર્ટ કરવા સંબધિત વિભાગને સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં સાવચેતીના પગલાંરૂપે પશુઓની સલામતી માટે જરૂર પડે તો નદી કિનારે આવેલા ગૌશાળાઓ તથા અસરગ્રસ્ત ગામોમાં તમામ પશુઓને સલામત સ્થળે ખસેડવા સૂચન કરવામાં આવે છે.

છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યો

રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારીના ખેરગામમાં 356 મિ.મી., ડાંગના આહવામાં 268 મિ.મી., વલસાડના કરપડામાં 263 મિ.મી., ડાંગના વધઈમાં 251 મિ.મી., વલસાડના ધરમપુરમાં 237 મિ.મી., નર્મદાના ડેડિયાપાડામાં 236 મિ.મી., વલસાડમાં 226 મિ.મી., નર્મદાના સાગબારામાં 225 મિ.મી. વરસાદ ખાબક્યો છે. 

આવતી કાલે (27 ઑગસ્ટ) આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

આવતી કાલે (27 ઑગસ્ટ) સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર જિલ્લા સહિત દાહોદ, પંચમહાલ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આવતી કાલે (27 ઑગસ્ટ) આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 27 ઑગસ્ટે ગીર સોમનાથ, અમરેલી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આવતી કાલે (27 ઑગસ્ટ) આ જિલ્લાઓમાં યલો એલર્ટ 

27 ઑગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.