નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ,પણ ખેલૈયાઓના અરમાનો પર 'પાણી' ફરવાનું જોખમ
Navaratri Rain Forecast : ગુજરાતીઓનો સૌથી મનપસંદ એવા નવરાત્રિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ આખી રાત ગરબા રમવાની મંજૂરી આપીને ખેલૈયાઓને રાજીના રેડ કરી દીધાં છે. જોકે, મેધરાજા ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રિના નવ દિવસને લઈને આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર નવરાત્રિ દરમિયાન જુદી-જુદી જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડલાની શક્યતા છે. નવરાત્રિમાં પડશે વરસાદ?આવતા મહિનાની ત્રણ તારીખથી લઈને બાર તારીખ સુધી લોકો નવરાત્રિનો ઉત્સવ મનાવશે અને ગરબે ઘૂમી મા અંબાની આરાધના કરશે. ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, નવરાત્રિના દિવસોમાં તડકા સાથે જ વરસાદની સંભાવા છે. તારીખ 3 થી 5 ઓક્ટોબર દરમિયાન હસતા નક્ષત્રમાં કેટલાંક ભાગોમાં ગાજવીજ અને પવન સાથે કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસશે. આ સિવાય તારીખ 9 થી 12 ઓક્ટોબરમાં ચિત્રા નક્ષત્રમાં કેટલાંક ભાગોમાં વરસાદની સંભાવના છે.આ પણ વાંચોઃ ગુજરાતમાં નવરાત્રિમાં જ્યાં સુધી રમવા હોય ત્યાં સુધી ગરબા રમી શકાશે, સરકારની જાહેરાતશરદ પૂનમ પછી હવામાનમાં થશે ફેરફારઃ અંબાલાલઅંબાલાલ પટેલની આગાહી મુજબ, શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતો રહેશે અને ક્યાંક-ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે. શરદ પૂનમથી દેવ દિવાળી સુધીમાં હવામાનમાં પલટો આવશે અને દરિયામાં ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. તરીખ 18, 19 અને 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝાડું આવી શકે છે. 22 તારીખ સુધીમાં રાજ્યના ઘણાં ભાગમાં વાદળછાયા વાતાવરણ સાથે માવઠું આવી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Navaratri Rain Forecast : ગુજરાતીઓનો સૌથી મનપસંદ એવા નવરાત્રિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ આખી રાત ગરબા રમવાની મંજૂરી આપીને ખેલૈયાઓને રાજીના રેડ કરી દીધાં છે. જોકે, મેધરાજા ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રિના નવ દિવસને લઈને આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર નવરાત્રિ દરમિયાન જુદી-જુદી જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડલાની શક્યતા છે.
નવરાત્રિમાં પડશે વરસાદ?
આવતા મહિનાની ત્રણ તારીખથી લઈને બાર તારીખ સુધી લોકો નવરાત્રિનો ઉત્સવ મનાવશે અને ગરબે ઘૂમી મા અંબાની આરાધના કરશે. ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, નવરાત્રિના દિવસોમાં તડકા સાથે જ વરસાદની સંભાવા છે. તારીખ 3 થી 5 ઓક્ટોબર દરમિયાન હસતા નક્ષત્રમાં કેટલાંક ભાગોમાં ગાજવીજ અને પવન સાથે કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસશે. આ સિવાય તારીખ 9 થી 12 ઓક્ટોબરમાં ચિત્રા નક્ષત્રમાં કેટલાંક ભાગોમાં વરસાદની સંભાવના છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં નવરાત્રિમાં જ્યાં સુધી રમવા હોય ત્યાં સુધી ગરબા રમી શકાશે, સરકારની જાહેરાત
શરદ પૂનમ પછી હવામાનમાં થશે ફેરફારઃ અંબાલાલ
અંબાલાલ પટેલની આગાહી મુજબ, શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતો રહેશે અને ક્યાંક-ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે. શરદ પૂનમથી દેવ દિવાળી સુધીમાં હવામાનમાં પલટો આવશે અને દરિયામાં ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. તરીખ 18, 19 અને 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝાડું આવી શકે છે. 22 તારીખ સુધીમાં રાજ્યના ઘણાં ભાગમાં વાદળછાયા વાતાવરણ સાથે માવઠું આવી શકે છે.