થાઇલેન્ડથી લવાયેલા રૂ. બે કરોડના ગાંજા સાથે યુવતી સહિત સાત ઝડપાયા

અમદાવાદ,સોમવારગુજરાતમાંથી યુવકાનેે વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાં ફરવા મોકલીને  તેમની પાસેથી  હાઇબ્રીડ ગાંજા સહિત અન્ય ડ્રગ્સ મંગાવવાના કૌભાંડનો એરપોર્ટ પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થાઇલેન્ડથી  રૂપિયા બે કરોડની કિંમતના સાત કિલો હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે પોલીસે એક યુવતી સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતી અશરફખાન નામના પ્રેમી માટે કામ કરતી હોવાથી તે થાઇલેન્ડથી આવેલા જુનાગઢના ચાર યુવકો પાસેથી ડ્રગ્સનો જથ્થો લેવા માટે આવી હતી.  ઝડપાયેલા ચારેય આરોપીઓ થાઇલેન્ડથી અગાઉ ત્રણ વાર કરોડો રૂપિયાનો ગાંજો લઇને આવ્યા હતા. આ ગુનામાં એરપોર્ટના કર્મચારીઓની સંડોવણીના આધારે પોલીસે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ જી ખાંભલા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે  અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી કેટલાંક શખ્સો નિયમિત રીતે ડ્રગ્સની હેરફેર કરે છે.

થાઇલેન્ડથી લવાયેલા રૂ. બે કરોડના   ગાંજા સાથે યુવતી સહિત સાત ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,સોમવાર

ગુજરાતમાંથી યુવકાનેે વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાં ફરવા મોકલીને  તેમની પાસેથી  હાઇબ્રીડ ગાંજા સહિત અન્ય ડ્રગ્સ મંગાવવાના કૌભાંડનો એરપોર્ટ પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થાઇલેન્ડથી  રૂપિયા બે કરોડની કિંમતના સાત કિલો હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે પોલીસે એક યુવતી સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતી અશરફખાન નામના પ્રેમી માટે કામ કરતી હોવાથી તે થાઇલેન્ડથી આવેલા જુનાગઢના ચાર યુવકો પાસેથી ડ્રગ્સનો જથ્થો લેવા માટે આવી હતી.  ઝડપાયેલા ચારેય આરોપીઓ થાઇલેન્ડથી અગાઉ ત્રણ વાર કરોડો રૂપિયાનો ગાંજો લઇને આવ્યા હતા. આ ગુનામાં એરપોર્ટના કર્મચારીઓની સંડોવણીના આધારે પોલીસે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ જી ખાંભલા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે  અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી કેટલાંક શખ્સો નિયમિત રીતે ડ્રગ્સની હેરફેર કરે છે.