જામનગરમાં રૃ. 60.30 લાખનો સાયબર ફ્રોડ કરનાર શખ્સ દૂબઈથી રાજકોટ આવતા પકડાયો
- શેરબજારમાં રોકાણ કરવાના બહાને શિકારને જાળમાં ફસાવતા'તા - બનાવટી એપ્લીકેશન મારફતે ફાયનાન્સિયલ ફ્રોડ આચરતી ગેંગના એક સાગરીતને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયો, અન્યને પકડવા કવાયતજામનગ : શેરબજારમાં રોકાણ કરવાના બહાને બનાવટી એપ્લીકેશન મારફતે ફાયનાન્સિયલ ફ્રોડ આચરતી ગેંગના સાગરીતને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયો છે. આ શખ્સે જામનગરમાં રૃ.૬૦ લાખ ૩૬ હજારની છેતરપિંડી આચરી હતી.જામનગર જિલ્લામાં ખાનગી નોકરી કરતા એક વ્યક્તિને ચીટર ટોળકીએ વોટ્સએપ પર મેસેજ કરી શેરખાન મેક્સ ટ્રેડીંગ કંપની મારફત શેરમાર્કેટમાં રોકાણ કરવા અને માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે શેર અપાવવા તેમજ આઈ.પી.ઓ. પણ માર્કેટ કરતા ઓછા દરે પ્રોવાઈડ કરાવી આપવાની લાલચ આપી હતી. આ સાથે મેક્સ ટ્રેડીંગ કંપનીની બનાવટી એપ ફરીયાદીના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરાવડાવીને વિશ્વાસ કેળવી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શનથી રૃપીયા ૬૦,૩૬,૦૦૦ ટ્રાન્સફર કરાવડાવી લીધા હતા. બનાવટી એપમાં ખોટો પ્રોફીટ બતાવીને વધુ ને વધુ રૃપિયાનું રોકાણ કરવાની લાલચમાં ફસાવ્યા હતા. જે બાદ ફરીયાદીએ પોતાના રોકાણ કરેલા રૃપીયા વિડ્રો કરતા બનાવટી એપમાંથી રૃપીયા પરત આવ્યા નહોતા. આ અંગે થોડા સમય પહેલા ફરિયાદ અરજી આપવામાં આવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓની સઘન તપાસ માટે ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હતા.આ દરમિયાન પીઆઈ આઈ.એ. ધાસુરાની સુચના મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ સતત તપાસમાં રહી હતી. ટેક્નિકલ એનાલિસીસ કરી હ્યુમન સોસસ દ્વારા માહિતી એકત્રીત કરતા જાણવા મળ્યું હતું કે આ ગુન્હામાં સંડોવાયેલો એક આરોપી દુબઈથી રાજકોટ આવ્યો છે. જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા રાજકોટમાં વોચ ગોઠવીને આરોપી જયંતીલાલ ચુનીલાલ રવૈયા ઉર્ફે જયંત જોષી (રે. સાધુ વાસવાણી રોડ, રાજકોટ)ને પકડી પાડીને અટકાયત કરી હતી. તેની પુછપરછ કરીને ગુન્હામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડી પાડવાની તપાસ ચાલુ કરવામાં આવી છે.વોટ્સએપમાં મેસેજ મોકલીને ફસાવવાની મોડેસ ઓપરેન્ડીસૌપ્રથમ વોટ્સએપ પર મેક્સ ટ્રેડીંગ કંપની જેવી બનાવટી એપ મારફતે રોકાણ કરાવવાની લોભામણી જાહેરાત આપે છે. ત્યારપછી સ્ટેપ-૨ માં શેરમાર્કેટમાં રોકાણ માટે ઈચ્છા ધરાવતા હોય તેવા વ્યક્તિઓને બજારભાવ કરતા ઓછા ભાવે શેર-આઇપીઓ અપાવવાની લાલચ આપી વિખ્યાત શેરખાન મેક્સ ટ્રેડીંગ કંપની જેવી બનાવટી એપ મારફતે રોકાણની લાલચ આપે છે. સ્ટેપ-૩માં નાની રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરાવી બનાવટી એપમાં વધુ પ્રોફીટ બતાવી વિશ્વાસમાં લઇ વધુ પૈસા ઈન્વેસ્ટમેન્ટ માટે ઓનલાઈન રૃપીયા ટ્રાન્સફર કરાવડાવે છે. સ્ટેપ-૪માં મોટી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ ગુન્હાને અંજામ આપવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- શેરબજારમાં રોકાણ કરવાના બહાને શિકારને જાળમાં ફસાવતા'તા
- બનાવટી એપ્લીકેશન મારફતે ફાયનાન્સિયલ ફ્રોડ આચરતી ગેંગના એક સાગરીતને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયો, અન્યને પકડવા કવાયત
જામનગ : શેરબજારમાં રોકાણ કરવાના બહાને બનાવટી એપ્લીકેશન મારફતે ફાયનાન્સિયલ ફ્રોડ આચરતી ગેંગના સાગરીતને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયો છે. આ શખ્સે જામનગરમાં રૃ.૬૦ લાખ ૩૬ હજારની છેતરપિંડી આચરી હતી.
જામનગર જિલ્લામાં ખાનગી નોકરી કરતા એક વ્યક્તિને ચીટર ટોળકીએ વોટ્સએપ પર મેસેજ કરી શેરખાન મેક્સ ટ્રેડીંગ કંપની મારફત શેરમાર્કેટમાં રોકાણ કરવા અને માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે શેર અપાવવા તેમજ આઈ.પી.ઓ. પણ માર્કેટ કરતા ઓછા દરે પ્રોવાઈડ કરાવી આપવાની લાલચ આપી હતી. આ સાથે મેક્સ ટ્રેડીંગ કંપનીની બનાવટી એપ ફરીયાદીના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરાવડાવીને વિશ્વાસ કેળવી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શનથી રૃપીયા ૬૦,૩૬,૦૦૦ ટ્રાન્સફર કરાવડાવી લીધા હતા. બનાવટી એપમાં ખોટો પ્રોફીટ બતાવીને વધુ ને વધુ રૃપિયાનું રોકાણ કરવાની લાલચમાં ફસાવ્યા હતા. જે બાદ ફરીયાદીએ પોતાના રોકાણ કરેલા રૃપીયા વિડ્રો કરતા બનાવટી એપમાંથી રૃપીયા પરત આવ્યા નહોતા. આ અંગે થોડા સમય પહેલા ફરિયાદ અરજી આપવામાં આવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓની સઘન તપાસ માટે ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન પીઆઈ આઈ.એ. ધાસુરાની સુચના મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ સતત તપાસમાં રહી હતી. ટેક્નિકલ એનાલિસીસ કરી હ્યુમન સોસસ દ્વારા માહિતી એકત્રીત કરતા જાણવા મળ્યું હતું કે આ ગુન્હામાં સંડોવાયેલો એક આરોપી દુબઈથી રાજકોટ આવ્યો છે. જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા રાજકોટમાં વોચ ગોઠવીને આરોપી જયંતીલાલ ચુનીલાલ રવૈયા ઉર્ફે જયંત જોષી (રે. સાધુ વાસવાણી રોડ, રાજકોટ)ને પકડી પાડીને અટકાયત કરી હતી. તેની પુછપરછ કરીને ગુન્હામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડી પાડવાની તપાસ ચાલુ કરવામાં આવી છે.
વોટ્સએપમાં મેસેજ મોકલીને ફસાવવાની મોડેસ ઓપરેન્ડી
સૌપ્રથમ વોટ્સએપ પર મેક્સ ટ્રેડીંગ કંપની જેવી બનાવટી એપ મારફતે રોકાણ કરાવવાની લોભામણી જાહેરાત આપે છે. ત્યારપછી સ્ટેપ-૨ માં શેરમાર્કેટમાં રોકાણ માટે ઈચ્છા ધરાવતા હોય તેવા વ્યક્તિઓને બજારભાવ કરતા ઓછા ભાવે શેર-આઇપીઓ અપાવવાની લાલચ આપી વિખ્યાત શેરખાન મેક્સ ટ્રેડીંગ કંપની જેવી બનાવટી એપ મારફતે રોકાણની લાલચ આપે છે. સ્ટેપ-૩માં નાની રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરાવી બનાવટી એપમાં વધુ પ્રોફીટ બતાવી વિશ્વાસમાં લઇ વધુ પૈસા ઈન્વેસ્ટમેન્ટ માટે ઓનલાઈન રૃપીયા ટ્રાન્સફર કરાવડાવે છે. સ્ટેપ-૪માં મોટી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ ગુન્હાને અંજામ આપવામાં આવે છે.