જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયોજન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરમાં લીમડાલેન સ્થિત આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમમાં અંતેવાસી માતાઓને તથા શ્રીરામ મૂકબધિર વિદ્યા વિહાર ટ્રસ્ટની વિદ્યાર્થીનીઓને ભેટથી સન્માનિત કરવાનો સેવાકીય ઉમદા પ્રયાસ 8- ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા કરવામાં આવ્યો હતો.
શ્રી આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજના આશીર્વાદ તથા માર્ગદર્શનમાં 8- ગુજરાત નેવલ યુનિટ એનસીસી જામનગર દ્વારા
શ્રી આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમના અંતેવાસી માતાઓને સાડી તથા શ્રીરામ વિહાર ટ્રસ્ટની મૂકબધિર બાળાઓને ચણિયાચોળી ની ભેટથી કમાન્ડિંગ ઓફિસર, કમાન્ડર સ્નેહા રાય તથા શ્રી સરસ્વતી વિદ્યામંદિરના નેવલ કેડેટ્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
કમાન્ડર સ્નેહારાય એ જણાવ્યું હતું કે, 'આજની આ હૃદયસ્પર્શી મુલાકાતમાં અંતેવાસી વૃદ્ધ માતાઓના અમને જે આશીર્વાદ મળ્યા છે તથા મૂક બધિર બાળાઓને સન્માનિત કરવાનો જે અવસર મળ્યો છે તે ખુશી શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

