ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: આ તારીખથી શરુ થશે મેઘમહેર, અરબ સાગરમાં સર્જાશે સર્ક્યુલેશન

Gujarat Rain Updates : રાજ્યના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 22 ઑગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે (16 ઑગસ્ટ) ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 79 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ઑગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમની સાથે ભારે વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ ખાબક્યો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી છ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરાના શિનોરમાં 34 મિમી, પંચમહાલના ગોધરામાં 17 મિમી, વડોદરાના કરજણ અને નર્મદાના તિલકવાડામાં 15 મિમી વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં સીઝનનો 22 ટકા વધુ વરસાદ નોંધાયો છે.હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું કહ્યું?હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અરબ સાગર અને બંગાળની ખાડી હાલમાં નિષ્ક્રિય હોવાથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી નથી. રાજ્યમાં હળવા વરસાદ પાછળનું કારણ 850 HPA લેવલ પરનો ભેજ છે. બીજી તરફ, આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદના એંધાણ ન હોવાથી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઑગસ્ટ મહિના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની સાથે અરબ સાગરમાં પણ એક અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી 22થી 30 ઑગસ્ટમાં રાજ્યમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. જ્યારે અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.આ પણ વાંચો : નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સમાં કચ્છ એક્સપ્રેસ છવાઈ; બેસ્ટ ફિચર ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ માનસી પારેખ અને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર17 ઑગસ્ટની આગાહીરાજ્યમાં આગામી છ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે 17 ઑગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 18 ઑગસ્ટની આગાહી18 ઑગસ્ટે રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ પણ વાંચો : એનિમલ-પઠાણ જેવી ફિલ્મોને પછાડી 'સ્ત્રી 2' એ કમાણીમાં બનાવ્યો રૅકોર્ડ, પહેલા દિવસે જ ધૂમ આવક19 ઑગસ્ટની આગાહી19 ઑગસ્ટે રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના અમુક વિસ્તારોમાં ધીમીધારે વરસાદી માહોલ કરેશે. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 20-22 ઑગસ્ટની આગાહીહવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સતત છ દિવસ મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 20થી 22 ઑગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ જિલ્લાના અમુક સ્થળો સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: આ તારીખથી શરુ થશે મેઘમહેર, અરબ સાગરમાં સર્જાશે સર્ક્યુલેશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Rain Updates : રાજ્યના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 22 ઑગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે (16 ઑગસ્ટ) ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 79 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ઑગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમની સાથે ભારે વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ ખાબક્યો 

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી છ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરાના શિનોરમાં 34 મિમી, પંચમહાલના ગોધરામાં 17 મિમી, વડોદરાના કરજણ અને નર્મદાના તિલકવાડામાં 15 મિમી વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં સીઝનનો 22 ટકા વધુ વરસાદ નોંધાયો છે.


હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું કહ્યું?

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અરબ સાગર અને બંગાળની ખાડી હાલમાં નિષ્ક્રિય હોવાથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી નથી. રાજ્યમાં હળવા વરસાદ પાછળનું કારણ 850 HPA લેવલ પરનો ભેજ છે. બીજી તરફ, આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદના એંધાણ ન હોવાથી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઑગસ્ટ મહિના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની સાથે અરબ સાગરમાં પણ એક અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી 22થી 30 ઑગસ્ટમાં રાજ્યમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. જ્યારે અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચો : નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સમાં કચ્છ એક્સપ્રેસ છવાઈ; બેસ્ટ ફિચર ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ માનસી પારેખ અને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર

17 ઑગસ્ટની આગાહી

રાજ્યમાં આગામી છ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે 17 ઑગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 

18 ઑગસ્ટની આગાહી

18 ઑગસ્ટે રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 

આ પણ વાંચો : એનિમલ-પઠાણ જેવી ફિલ્મોને પછાડી 'સ્ત્રી 2' એ કમાણીમાં બનાવ્યો રૅકોર્ડ, પહેલા દિવસે જ ધૂમ આવક

19 ઑગસ્ટની આગાહી

19 ઑગસ્ટે રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના અમુક વિસ્તારોમાં ધીમીધારે વરસાદી માહોલ કરેશે. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 

20-22 ઑગસ્ટની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સતત છ દિવસ મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 20થી 22 ઑગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ જિલ્લાના અમુક સ્થળો સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.