કડોદરામાં ટેન્કરોમાંથી પેટ્રોલ-ડીઝલ ચોરીનું નેટવર્ક ઝડપાયું, 3 દબોચાયા

May 18, 2026 - 01:00
કડોદરામાં ટેન્કરોમાંથી પેટ્રોલ-ડીઝલ ચોરીનું નેટવર્ક ઝડપાયું, 3 દબોચાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર દેશમાં જ્યારે પેટ્રોલ-ડીઝલની કરકસર અને યોગ્ય પુરવઠો જાળવી રાખવાનું મહાઅભિયાન ચાલી રહ્યું છે, ત્યારે સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે હાઇવે પરથી પસાર થતા ટેન્કરોમાંથી ઈંધણ ચોરીના કૌભાંડનો પર્દાફશ કર્યો છે. કડોદરાના હરિઓમ પાર્કિંગમાં ડ્રાઇવરો સાથે મિલીભગત કરી ચાલતા આ નેટવર્ક પર ત્રાટકીને પોલીસે મુખ્ય સૂત્રધાર પાર્કિંગ માલિક સહિત ત્રણ સાગરીતોને દબોચી લીધા છે.

પોલીસે ઘટનાસ્થળેથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનું ચોરીના ઈંધણ સાથેનું 28,200 કિલોગ્રામ પેટ્રોલ ભરેલું ટેન્કર પણ રિકવર કર્યું છે. સુરત વિભાગના આઇજી પ્રેમવીર સિંહ અને ઇન્ચાર્જ એસપી અક્ષેશ એન્જિનિયરની સૂચના હેઠળ એલસીબી પીઆઇ નરેશ પાંચાણીના માર્ગદર્શન હેઠળ સ્ટાફે નેશનલ હાઇવે પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન હેડ કો. ચિરાગ જયંતીલાલ અને પ્રહલાદસિંહ ભૂપતસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, કડોદરા સ્થિત હરિઓમ પાર્કિંગનો માલિક હાઇવે પરથી પસાર થતા ટેન્કર ચાલકોને લાલચ આપી પાર્કિંગમાં બોલાવે છે અને માલિકોની જાણ બહાર પેટ્રોલ-ડીઝલની ચોરી કરાવે છે. દરમિયાન પોલીસે છાપો મારીને મુખ્ય સૂત્રધાર અને પાર્કિંગ માલિક નરેન્દ્રકુમાર મહેશપ્રસાદ બઘેલ (રહે. સાંઇપૂજન રેસિડન્સી, લિંબાયત, મૂળ બિહાર) ટેન્કર ચાલક સુજીત કુમાર ઝગડુપ્રસાદ યાદવ (ઉં.વ. 28)નો ચાલક (રહે. નક્ષત્ર ટાઉનશિપ, ડિંડોલી મૂળ યુ.પી.). મનોજ મોતીલાલ સેવક (ઉં.વ. 40, રહે. હરિઓમ પાર્કિંગ, કડોદરા)ની ધરપકડ કરી હતી. પોલીસે ચોરી કરેલી પેટ્રોલ, ડીઝલના જથ્થા સાથેના બેરલ સહિત કુલ રૂ. 33,735નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0