ઓખાથી ભાવનગર તરફ જતી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ, તપાસ કામગીરી પૂરજોશમાં

રાણપુર તાલુકાના કુંડલી ગામથી બે કિલોમીટર દૂર રેલવે ટ્રેક ઉપર 4 ફૂટ પાટો ટ્રેક ઉપર ઉભો કરી દેતા તેની સાથે ઓખાથી ભાવનગર રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ જતી ટ્રેન નંબર 19210 અથડાતા ટ્રેનનું એન્જિન બંધ થઈ ગયું હતું.ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ આ ટ્રેનનું એન્જિન બંધ થઈ જવાની જાણકારી બોટાદ પોલીસને કરવામાં આવતા બોટાદ જિલ્લા પોલીસ વડા કે.એફ.બરોલીયા સહિત એલ.સી.બી, એસ.ઓ.જીનો સ્ટાફ દોડી આવ્યો હતો અને ડોગ સ્કવોડ પણ આવી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ભાવનગરથી તાત્કાલિક બોટાદ જાણ કરતા બીજું એન્જિન બોટાદથી મગાવીને ટ્રેનને ભાવનગર તરફ રવાના કરવામાં આવી હતી. જો કે ટ્રેન ન ઉથલતા હજારો પેસેન્જરોના જીવ બચી ગયા. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનામાં આખા દેશમાં ઠેક ઠેકાણે ટ્રેન ઉથલાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કુંડલી ગામે પણ આવો હીન પ્રયાસ થતાં ચકચાર ફેલાઈ છે. આ વ્યક્તિ પકડાય જાય તો મોટા ભેદ ઉકેલાય તેમ છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાત્રે બે વાગ્યે માલગાડી નીકળી ત્યારે આ કંઈ હતું નહીં, તેથી જાણી જોઈને પેસેન્જર ટ્રેન ઉથલાવવા માટે બે વાગ્યા પછી આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે, હાલ આર પી એફ બોટાદ જિલ્લા પોલીસ રાણપુર પોલીસ સંયુક્ત તપાસ કરી રહી છે. શું કહે છે ડીઆરએમ ભાવનગર? આ બાબતે આજે ભાવનગર ડીઆરએમ માસુક અહેમદના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 19210 ઓખા ભાવનગર રાત્રે 02:58 મિનિટે કુંડલી પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાર ફૂટનો પાટો ઉભો કરી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ પાટા સાથે એન્જિન અથડાઈને એન્જિનનું પ્રેશર તૂટી જતા એન્જિન બંધ થઈ જતા બોટાદથી બીજું એન્જિન લગાવીને ટ્રેન ભાવનગર ત્રણ કલાક મોડી પહોંચી હતી, ભાવનગરથી આસિસ્ટન્ટ સુરક્ષા કમિશનર બી.એલ.સિંહ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલા. આ મામલે આરપીએફ બોટાદ જિલ્લા પોલીસ સહિત અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા છે. શું કહે છે બોટાદ જિલ્લા એસપી? બોટાદ જિલ્લા એસપી કિશોર બરોલીયાના જણાવ્યા મુજબ આશરે 7:30 કલાકે રેલવે સત્તાવાળાઓ દ્વારા રાણપુર પોલીસ અને બોટાદ પોલીસને ઉપરોક્ત બનાવની જાણ કરતા રાણપુર પોલીસ બોટાદ એલસીબી, એસ.ઓ.જી સહિત ઘટના સ્થળે પહોંચી જઈ વધારે તપાસ હાથ ધરી છે, વધુમાં જાણવા મળ્યા મુજબ બે પાટા વચ્ચે સ્લીપર પાસે ચાર ફૂટનો લોખંડનો પાટો ઉભો કરી દેતા તેની સાથે એન્જિન અથડાઈને બંધ થઈ ગયું હતું.

ઓખાથી ભાવનગર તરફ જતી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ, તપાસ કામગીરી પૂરજોશમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાણપુર તાલુકાના કુંડલી ગામથી બે કિલોમીટર દૂર રેલવે ટ્રેક ઉપર 4 ફૂટ પાટો ટ્રેક ઉપર ઉભો કરી દેતા તેની સાથે ઓખાથી ભાવનગર રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ જતી ટ્રેન નંબર 19210 અથડાતા ટ્રેનનું એન્જિન બંધ થઈ ગયું હતું.

ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ

આ ટ્રેનનું એન્જિન બંધ થઈ જવાની જાણકારી બોટાદ પોલીસને કરવામાં આવતા બોટાદ જિલ્લા પોલીસ વડા કે.એફ.બરોલીયા સહિત એલ.સી.બી, એસ.ઓ.જીનો સ્ટાફ દોડી આવ્યો હતો અને ડોગ સ્કવોડ પણ આવી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ભાવનગરથી તાત્કાલિક બોટાદ જાણ કરતા બીજું એન્જિન બોટાદથી મગાવીને ટ્રેનને ભાવનગર તરફ રવાના કરવામાં આવી હતી.

જો કે ટ્રેન ન ઉથલતા હજારો પેસેન્જરોના જીવ બચી ગયા. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનામાં આખા દેશમાં ઠેક ઠેકાણે ટ્રેન ઉથલાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કુંડલી ગામે પણ આવો હીન પ્રયાસ થતાં ચકચાર ફેલાઈ છે. આ વ્યક્તિ પકડાય જાય તો મોટા ભેદ ઉકેલાય તેમ છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાત્રે બે વાગ્યે માલગાડી નીકળી ત્યારે આ કંઈ હતું નહીં, તેથી જાણી જોઈને પેસેન્જર ટ્રેન ઉથલાવવા માટે બે વાગ્યા પછી આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે, હાલ આર પી એફ બોટાદ જિલ્લા પોલીસ રાણપુર પોલીસ સંયુક્ત તપાસ કરી રહી છે.

શું કહે છે ડીઆરએમ ભાવનગર?

આ બાબતે આજે ભાવનગર ડીઆરએમ માસુક અહેમદના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 19210 ઓખા ભાવનગર રાત્રે 02:58 મિનિટે કુંડલી પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાર ફૂટનો પાટો ઉભો કરી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ પાટા સાથે એન્જિન અથડાઈને એન્જિનનું પ્રેશર તૂટી જતા એન્જિન બંધ થઈ જતા બોટાદથી બીજું એન્જિન લગાવીને ટ્રેન ભાવનગર ત્રણ કલાક મોડી પહોંચી હતી, ભાવનગરથી આસિસ્ટન્ટ સુરક્ષા કમિશનર બી.એલ.સિંહ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલા. આ મામલે આરપીએફ બોટાદ જિલ્લા પોલીસ સહિત અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા છે.

શું કહે છે બોટાદ જિલ્લા એસપી?

બોટાદ જિલ્લા એસપી કિશોર બરોલીયાના જણાવ્યા મુજબ આશરે 7:30 કલાકે રેલવે સત્તાવાળાઓ દ્વારા રાણપુર પોલીસ અને બોટાદ પોલીસને ઉપરોક્ત બનાવની જાણ કરતા રાણપુર પોલીસ બોટાદ એલસીબી, એસ.ઓ.જી સહિત ઘટના સ્થળે પહોંચી જઈ વધારે તપાસ હાથ ધરી છે, વધુમાં જાણવા મળ્યા મુજબ બે પાટા વચ્ચે સ્લીપર પાસે ચાર ફૂટનો લોખંડનો પાટો ઉભો કરી દેતા તેની સાથે એન્જિન અથડાઈને બંધ થઈ ગયું હતું.