અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનનું DVR મળ્યું, છેલ્લી ઘડીએ શું થયું તેના રહસ્યો ખુલશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Plane Crashed: રાજ્યની એટીએસને અમદાવાદ વિમાન દુર્ઘટનાના કાટમાળમાંથી ડિજિટલ વીડિયો રેકોર્ડર (DVR) મળી આવ્યો છે. જે આ ભયાવહ દુર્ઘટનાની તપાસમાં અત્યંત મહત્ત્વપૂર્ણ પુરાવો બની શકે છે. ડીવીઆર બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાનના કાટમાળની વચ્ચે હતું. આ બોઈંગ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં ક્રેશ થયુ હતું. જેમાં સવાર 241 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે જે બીજે મેડિકલની યુજી હોસ્ટેલ મેસમાં અથડાયું હતું તેના 24 મેડિકલ વિદ્યાર્થીઓ પણ મૃત્યુ પામ્યા હતાં.
What's Your Reaction?






