સુરેન્દ્રનગર જિલ્લામાં 84 હજાર હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પ્રથમ વખત ખેડૂતોએ તમાકુનું વાવેતર શરૃ કર્યું
130 હેક્ટર જમીન ઉપર ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતોએ તમાકુનું વાવેતર કર્યું
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ચાલુ વર્ષે ૨૨,૩૯૧હેક્ટર જમીન ઉપર ઘઉં અને ૨૨,૧૫૦ હેક્ટર જમીન ઉપર જીરાનું વાવેતર કર્યું
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર હવે પૂર જોશથી શરૃ કરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ અત્યાર સુધીમાં ૮૪,૧૯૮ હેક્ટર જમીન ઉપર શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે સુરેન્દ્રનગર જિલ્લો એ શિયાળુ પાકમાં જીરું ઘઉં વરિયાળી શાકભાજી લીલો ચારો ધાણા ઇસબગુલ જેવા પાકોના વાવેતર માટે જાણીતો જિલ્લો ગણવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે માવઠું પડયું હોવાના કારણે વાવેતર થોડું મોડું થઈ રહ્યું છે તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ નવેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં ૮૪,૧૯૮ હેક્ટર જમીન ઉપર શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે.
જેમાં ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા સૌથી વધુ જમીન ઉપર ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે અને બીજા ક્રમાંકે જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે હજુ જોઈએ તેટલી ઠંડી સુરેન્દ્રનગર જિલ્લામાં પડી રહી નથી તે છતાં પણ ખેડૂતો નવી આશા અને ઉમંગ સાથે વાવેતર કરી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા લસણ ધાણા સુવા ઇસબગુલ અને રાય ચણા ઘાસચારો શાકભાજી અને ડુંગળી નું વાવેતર કર્યું છે અને નવી આશા સાથે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ખેતી સાથે જોડાયા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

