જામજોધપુરના પરપ્રાંતીય શ્રમિક યુવાનની હત્યા નિપજાવનાર પત્ની અને સાળો ઝડપાઈ ગયા, બે દિવસના રિમાન્ડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Crime : જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા શ્રમિક યુવાન ઉપર તેની જ પત્ની અને સાળાએ લાકડાના ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કોથળામાં પથ્થર સાથે બાંધીને કુવામાં ફેંકી દીધો હતો. જે હત્યા નીપજાવનાર પત્ની અને સાળાની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને બે દિવસના રિમાન્ડ પર લેવાયા છે.
જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતા ખેડુત નાગાભાઈ ભીખાભાઈ જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સોહમ ઉર્ફે કાળુ રામકીશનભાઈ ભાભોર કેજે છેલ્લા કેટલાક દિવસથી લાપતા બન્યો હતો, અને તેની પત્ની રાધાબેન તેમજ તાજેતરમાં જ તેમની સાથે કામ કરવા માટે આવેલો રાધાબેનનો ભાઈ પત્તલસિંગ ગુલસિંગ ધારવે કે જે બંનેએ સોહમના માથા પર ધોકો ફટકારી હત્યા નિપજાવી મૃતદેહને કોથળામાં પથ્થર સાથે બાંધીને કૂવામાં ફેંકી દીધો હતો, અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ વાડીના કુવામાથી દુર્ગંધ આવતાં સમગ્ર પ્રકરણ જાહેર થયું હતું, અને પોલીસે મૃતદેહને બહાર કઢાવ્યા બાદ પોલીસ દ્વારા સોહમની પત્ની રાધાબેન ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણે હત્યા કર્યાની કબુલાત કરી લીધી હતી, અને ભાઈ બહેન બંનેએ ભેગા મળીને હત્યા કર્યાનું સામે આવ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

