Vegetable Price Hike: કમોસમી વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ઉછાળો, ગૃહિણીઓના બજેટ ખોરવાયા
રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને પારવાર નુકશાન પહોંચ્યુ છે, જેના કારણે શાકભાજીના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો નોંધાયો છે. જેના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. તો આ તરફ હજુ પણ આગામી દિવસોમાં હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.મળતી માહિતી મુજબ, રાજ્યમાં કમોસમી વરસાદને લઈ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચોળી, ગવાર, ટિંડોળાનો પ્રતિકિલો ભાવ રૂ 120 થયા છે. ટામેટા પ્રતિકિલો ભાવ રૂ 90, ડુંગળીનો 80 રૂપિયાના ભાવ બોલાઇ રહ્યા છે. પ્રતિકિલો લસણનો ભાવ રૂ 400 થયો છે. ફુલાવર રૂ 100, કોબી રૂ 60, રીંગણનો ભાવ રૂ 80 જ્યારે ભીંડા રૂ 40, કોથમીર રૂ 130, મારચા રૂ 150એ કિલો વેંચાઇ રહ્યા છે.શાકભાજીમાં ભાવ વધારો થાય એટલે સ્વભાવિક છે લોકો પર તેની સીધી અસર પડે અને તાજેતરમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. બજારમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. ગત સપ્તાહ પર શાકભાજી જે ભાવે મળતી તેનાથી આ સપ્તાહમાં 30 થી 40 ટકા વધુ ભાવે શાકભાજી મળી રહી છે. જેના કારણે શાકભાજી લેવા આવનાર લોકોના બજેટ ખોરવાયા છે. જે બજેટ સરભર કરવા કેટલાક લોકો ઓછી ખરીદી કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને પારવાર નુકશાન પહોંચ્યુ છે, જેના કારણે શાકભાજીના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો નોંધાયો છે. જેના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. તો આ તરફ હજુ પણ આગામી દિવસોમાં હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
મળતી માહિતી મુજબ, રાજ્યમાં કમોસમી વરસાદને લઈ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચોળી, ગવાર, ટિંડોળાનો પ્રતિકિલો ભાવ રૂ 120 થયા છે. ટામેટા પ્રતિકિલો ભાવ રૂ 90, ડુંગળીનો 80 રૂપિયાના ભાવ બોલાઇ રહ્યા છે. પ્રતિકિલો લસણનો ભાવ રૂ 400 થયો છે. ફુલાવર રૂ 100, કોબી રૂ 60, રીંગણનો ભાવ રૂ 80 જ્યારે ભીંડા રૂ 40, કોથમીર રૂ 130, મારચા રૂ 150એ કિલો વેંચાઇ રહ્યા છે.
શાકભાજીમાં ભાવ વધારો થાય એટલે સ્વભાવિક છે લોકો પર તેની સીધી અસર પડે અને તાજેતરમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. બજારમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. ગત સપ્તાહ પર શાકભાજી જે ભાવે મળતી તેનાથી આ સપ્તાહમાં 30 થી 40 ટકા વધુ ભાવે શાકભાજી મળી રહી છે. જેના કારણે શાકભાજી લેવા આવનાર લોકોના બજેટ ખોરવાયા છે. જે બજેટ સરભર કરવા કેટલાક લોકો ઓછી ખરીદી કરી રહ્યા છે.