Vadodara: વાઘોડિયામાં રખડતા કૂતરાનો આતંક યથાવત, યુવકને શ્વાનના હુમલાનો ભોગ બનવું પડ્યું

Dec 2, 2025 - 23:30
Vadodara: વાઘોડિયામાં રખડતા કૂતરાનો આતંક યથાવત, યુવકને શ્વાનના હુમલાનો ભોગ બનવું પડ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે, જેને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જૂની બજાર વિસ્તારમાં શ્વાનોનો ત્રાસ યથાવત છે અને તંત્રની બેદરકારીના કારણે વધુ એક યુવકને શ્વાનના હુમલાનો ભોગ બનવું પડ્યું છે.

વાઘોડિયામાં રખડતા શ્વાનનો આતંક 

પ્રાપ્ત માહિતી અનુસાર, જૂની બજાર વિસ્તારમાં એક યુવક પોતાનું બાઇક પાર્ક કરવા માટે ગયો હતો. તે દરમિયાન અચાનક રખડતા શ્વાનના એક ટોળાએ યુવક પર હુમલો કર્યો હતો. શ્વાનોએ યુવકના પગના ભાગે બચકા ભરતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આસપાસના લોકો દોડી આવ્યા બાદ યુવકને શ્વાનના હુમલામાંથી મુક્ત કરાયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

યુવક પર શ્વાને કર્યો હુમલો

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રખડતા શ્વાનના ત્રાસને નિયંત્રણમાં લેવા માટે તંત્રને સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હોવા છતાં, વાઘોડિયામાં પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી રહી છે. આ ઘટનામાં વાઘોડિયા પાલિકાની ઘોર બેદરકારી સ્પષ્ટપણે સામે આવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે શ્વાન પકડવાની અને ખસીકરણની કામગીરી પાલિકા દ્વારા યોગ્ય રીતે થતી નથી. જેના પરિણામે, જૂની બજાર જેવા ભરચક વિસ્તારોમાં પણ શ્વાનો નિર્ભય બનીને ફરી રહ્યા છે અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. આ તાજેતરના હુમલાએ તંત્રની નિષ્ક્રિયતા પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: વ્યાસવાડીમાં પાન ગલ્લા પર તોડફોડ અને મારામારી, વાડજ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0